ATSએ રોહિંગ્યા અજીજુલહકનો પાસપોર્ટ બનાવનાર વ્યક્તિની અમદાવાદથી કરી ધરપકડ

એટીએસ(ATS) મ્યાનમારમાં રહેતા રોહિંગ્યા અજીજુલહકના (ROHINGYA AZIZULHAK) મદદગારો પર એટીએસ સકંજો કસતી જોવા મળી રહી છે. બનાવટી માર્કશીટ્સ(MARKSHEET) બનાવનાર અબ્દુલ મન્નાનની ધરપકડ બાદ હવે એટીએસએ પાસપોર્ટ (PASSPORT)  બનાવનાર નરેશની પણ ધરપકડ કરી છે.

ATSએ રોહિંગ્યા અજીજુલહકનો પાસપોર્ટ બનાવનાર વ્યક્તિની અમદાવાદથી કરી ધરપકડ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 16, 2021 | 8:22 PM

એટીએસ(ATS) મ્યાનમારમાં રહેતા રોહિંગ્યા અજીજુલહકના (ROHINGYA AZIZULHAK) મદદગારો પર એટીએસ સકંજો કસતી જોવા મળી રહી છે. બનાવટી માર્કશીટ્સ(MARKSHEET) બનાવનાર અબ્દુલ મન્નાનની ધરપકડ બાદ હવે એટીએસએ પાસપોર્ટ (PASSPORT)  બનાવનાર નરેશની પણ ધરપકડ કરી છે. શુક્રવારે એટીએસએ તેની અમદાવાદથી (AHMEDABAD) ધરપકડ કરી હતી. આ વચ્ચે સાયબર છેતરપિંડીના (CYBER FRAUD) અન્ય કેસમાં એટીએસે શુક્રવારે મુરાદાબાદ, અમરોહા અને સંભાલમાં પણ દરોડા પાડ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ એટીએસને ઈનપુટ મળ્યું હતું કે અજીજુલહકની ધરપકડ બાદ નરેશે ગુજરાતમાં (GUJARAT) આશરો લીધો હતો. તેના લોકેશન અંગેની માહિતી મેળવ્યા બાદ એક ટીમ ગુજરાત રવાના કરવામાં આવી હતી. શુક્રવારે ટીમે અમદાવાદમાં કેટલાક સ્થળો પર દરોડા પાડ્યા હતા. મોડી સાંજે તેની ધરપકડ અમદાવાદથી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સંતકબીરનગરમાં રહેતા નરેશએ જ અજીજુલહકનો પાસપોર્ટ બનાવ્યો હતો. આ પહેલા ગત શનિવારે એટીએસએ સંતકબીરનગર જિલ્લાના ખલીલાબાદ શહેરમાંથી અજીજુલહકની બનાવટી માર્કશીટ બનાવનાર અબ્દુલની ધરપકડ કરી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બનાવટી માર્કશીટ બનાવનાર અબ્દુલ મન્નાન નગરપાલિકામાં તકનીકી સહાયક તરીકે તૈનાત છે. રિમાન્ડ પર પૂછપરછ દરમિયાન એટીએસ અજીજુલહકને લઈને ખલીલાબાદ ગયો હતો. તેણે અબ્દુલ મન્નાનને ઓળખી કાઢ્યો હતો અને કહ્યું હતું કે તેની હાઈસ્કૂલની માર્કશીટ મન્નનની મદદથી બનાવવામાં આવી હતી. અદાલતે અબ્દુલ મન્નનની સાત દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા. એટીએસ હાલમાં તેની પૂછપરછ કરી રહી છે.

અજીજુલહકને ટેરર ​​ફંડિંગ નેટવર્ક સાથે પણ જોડવામાં આવે તેવી આશંકા છે. તે સાઉદી અરેબિયા અને બાંગ્લાદેશનો પ્રવાસ પણ કરી ચૂક્યો છે. દેશના વિવિધ પ્રાંત અને વિદેશથી 25 લાખ રૂપિયા મોકલવાની માહિતી પણ તેના બેંક ખાતામાં મળી છે. સાયબર ફ્રોડના કેસમાં એટીએસ પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હમણાં માહિતી ગુપ્ત રાખવામાં આવી રહી છે કે આ કેસ કઈ ઘટના જોડાયેલો છે, પરંતુ શુક્રવારે એટીએસની ટીમોએ મળીને મુરાદાબાદ, અમરોહ અને સંભાલની કેટલીક જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો: BHARAT BIOTECHની મોટી જાહેરાત, ‘Covaxin’ રસીની સાઈડ ઈફેક્ટ સામે આપશે વળતર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">