નરેન્દ્ર મોદીના મુખ્ચમંત્રી કાર્યકાળમાં શરૂ કરેલા રાજ્યના સૌ પ્રથમ ‘હાઈવે હાટ’ની દુર્દશા જોઈને મોદી પણ ખુશ ન થાય

નરેન્દ્ર મોદીના મુખ્ચમંત્રી કાર્યકાળમાં શરૂ કરેલા રાજ્યના સૌ પ્રથમ 'હાઈવે હાટ'ની દુર્દશા જોઈને મોદી પણ ખુશ ન થાય

પેટલાદ તાલુકાના ધર્મજગામ પાસે વાસદ બગોદરા હાઇવે પર વર્ષ ર૦૦૩માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઇન્ડેક્ષ સી સંચાલિત હાઇવે હાટ બજાર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જેને રાજયના સૌપ્રથમ હાઇવે હાટ બજાર તરીકેની ઓળખ આપવામાં આવી હતી. પરંતુ કમનસીબી એ છે કે ઉદ્દઘાટન થયાના ૧૬ વર્ષ બાદ પણ હાટ બજારમાં એકપણ દુકાન ધમધમતી થઇ નથી ધર્મજ […]

Dharmendra Kapasi

| Edited By: Parth_Solanki

Feb 03, 2019 | 4:36 PM

પેટલાદ તાલુકાના ધર્મજગામ પાસે વાસદ બગોદરા હાઇવે પર વર્ષ ર૦૦૩માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઇન્ડેક્ષ સી સંચાલિત હાઇવે હાટ બજાર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જેને રાજયના સૌપ્રથમ હાઇવે હાટ બજાર તરીકેની ઓળખ આપવામાં આવી હતી. પરંતુ કમનસીબી એ છે કે ઉદ્દઘાટન થયાના ૧૬ વર્ષ બાદ પણ હાટ બજારમાં એકપણ દુકાન ધમધમતી થઇ નથી

ધર્મજ ગામ પાસે વાસદ બગોદરા હાઇવે પર આવેલ જલારામ ર્તીર્થ મંદિરની બાજુમાં જ આવેલ મંદિરની જગ્યા ઉપર નાના ગૃહ ઉદ્યોગો, માટીકામ, વાંસ કારીગરી તેમજ લઘુ ઉદ્યોગોના કારીગરો પોતાની કલાકારીગરીની ચીજવસ્તુઓના સીધું વેચાણ દ્વારા રોજગારી મેળવી શકેનો મુખ્ય હેતુ હતો. આથી રાજય સરકારના ઇન્ડેક્ષ સી ધ્વરા નવતર પ્રયોગરૂપે હાઇવે હાટ બજાર શરૂ કરાયું હતું. તા. ર૬ ડિસે.ર૦૦૩ના રોજ તત્કાલિન મુખ્યમંત્રીના હસ્તે આ પ્રોજેકટનું ઉદ્દઘાટન કરાયું હતું. જો કે હાટ બજારના ઉદ્દઘાટન બાદ એક પણ વ્યવસાયકારી અહીંયા વેચાણ માટે ન આવ્યા નથી , ગૃહઉદ્યોગો અને કલાકારોએ પણ અહીંયા વ્યવસાય કરવામાં રસ દાખવ્યો ન હતો.

હાઇવે હાટ બજાર પ્રોજેકટ માટે જલારામ તીર્થ મંદિર દ્વારા જગ્યા ફાળવવામાં આવી હતી. જેની ઉપર ઇન્ડેક્સ સી ધ્વાર બાંધકામ કરવામાં આવ્યું હતું જેમાં વ્યવસાયકારીઓ પોતાની ચીજવસ્તુનું વેચાણ કરી શકે તે માટે ૧૦ બાય ૧૦ની દુકાનો તૈયાર કરવામાં આવી હતી. લાખોનો ખર્ચ છતાંયે એકપણ હાટ ખૂલવાને બદલે મંદિર પરિસરમાં કામ કરતા મજુરો અહી રોકાણ કરી રહ્યા છે

ધર્મજ હાઇવે પર જે જગ્યાએ હાઇવે હાટ શરુ કરવામાં આવ્યું હતું તે જમીન જલારામ મંદિરની હોવાને કારણે તે સમયે જીલ્લા પંચાયતની કોંગ્રેસ સરકાર ધ્વરા સારું કાર્ય થતું હોય તે માટે જમીન ને એનએ કરી આપવામાં આવી હતી, આ ખાનગી જમીન પર ઇન્ડેક્સ સી ધ્વરા લાખો રૂપિયાના ખર્ચે અત્યાધુનિક બાંધકામ કરવામાં આવ્યું હતું પરંતુ મોટા પાયે જાહેરાત કાર્ય બાદ સરકાર ધ્વરા હાઇવે હાટ માટે કોઈ યોગ્ય જાહેરાતો ન કરવામાં આવતા આ નવો કોન્સેપ્ટ ફેલ ગયાનું મંદિરના ટ્રસ્ટી ધ્વારા જણાવવામાં આવ્યું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati