રાહતની વાત, અમદાવાદની ખાનગી હોસ્પિટલોના વેન્ટીલેટર ICUનો ઉપયોગ 40 ટકાથી નીચે

રાહતની વાત, અમદાવાદની ખાનગી હોસ્પિટલોના વેન્ટીલેટર ICUનો ઉપયોગ 40 ટકાથી નીચે

દિવાળીના તહેવારો અને લગ્નસરાને લઈને ગત માસના અંતમાં કોરોના દર્દીઓમાં વધારો થવા લાગ્યો હતો. પરંતુ હવે રાહતની વાત એ છે કે દર્દીઓમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

Avnish Goswami

| Edited By: Kunjan Shukal

Dec 19, 2020 | 9:12 PM

દિવાળીના તહેવારો અને લગ્નસરાને લઈને ગત માસના અંતમાં કોરોના દર્દીઓમાં વધારો થવા લાગ્યો હતો. પરંતુ હવે રાહતની વાત એ છે કે દર્દીઓમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘટતા દર્દીઓને લઈને હવે રાહત સમાચાર એ છે કે, હોસ્પિટલો જે પહેલા અતિ વ્યસ્ત હતી તેમાં હળવાશ વર્તાઈ છે. એક સમયે એકથી બીજી હોસ્પિટલ શોધવાની સ્થિતી અમદાવાદમાં સર્જાઈ હતી. પરંતુ હવે ઘટતા દર્દીઓ સાથે હોસ્પિટલોમાં પણ હવે વેન્ટીલેટરના ઉપયોગમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

છેલ્લા દશેક દિવસથી કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર માટે આવતા દર્દીઓનું ભારણ પણ હવે ઘટવા લાગ્યુ છે. જેને લઈને હવે હોસ્પિટલોમાં પણ ખાલી બેડની સંખ્યામાં પણ વધારો થવા લાગ્યો છે. વેન્ટીલેટર ધરાવતા ખાનગી હોસ્પિટલના આઈસીયુ 246 છે. જે પૈકી માત્ર 94 જેટલા જ હાલમાં ઉપયોગમા છે, આમ 62 ટકા ખાલી છે. આવી જ રીતે વેન્ટીલેટર વગરના આઈસીયુ 537 જેટલી ખાનગી હોસ્પિટલ પાસે છે. જે પૈકી માત્ર 210 જ ઉપયોગમાં છે, જ્યારે 60 ટકાથી વધુ ખાલી છે. આવી જ રીતે આઈસોલેશન બેડ પણ માંડ 25 ટકા ઉપયોગમાં છે.

આમ, અમદાવાદ શહેરમાં 100 કરતા વધુ હોસ્પિટલોમાં 3,549 જેટલા બેડની વ્યવસ્થા છે. જે પૈકી 2,450 જેટલા બેડ ખાલી છે. શહેરમાં ખાનગી હોસ્પિટલો દ્વારા હોટલોમાં તૈયાર કરેલા 7 કોવિડ કેર સેન્ટરની સ્થિતી પણ ખાલી છે. અહીં 108 રુમની જે વ્યવસ્થા રાખવામાં આવી છે, તેમાં એક પણ દર્દી હાલમાં સારવાર હેઠળ નથી.

આ પણ વાંચો: ICMRના ચીફ કોરોના પોઝિટિવ, સારવાર માટે AIIMSમાં દાખલ કરાયા

ઘટતા ભારણને લઈ મ્યુનિસીપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ઘટતા કેસોની સમિક્ષા કરાઈ છે. જેના ભાગરુપે 9 હોસ્પિટલને હવે ખાનગી કોવિડ હોસ્પિટલ તરીકેથી મુક્ત કરવામાં આવી છે. જે હોસ્પિટલો માત્ર કોરોનાની સારવાર આપી રહી હતી. જેમાં બોડકદેવની એશિયન બેરિયાટીક્સ, નરોડામાં આવેલી કર્ણાવતી સુપર સ્પેશિયાલીસ્ટ અને સનરાઈઝ હોસ્પિટલ, જૂના વાડજની ઈન્ડો વાસ્ક, નવરંગપુરાની પુષ્યય હોસ્પિટલ, પાલડીની એપોલો સિટી સેન્ટર, સાબરમતીની પુખરાજ હોસ્પિટલ તેમજ જમાલપુરની શિફા હોસ્પિટલને ડિનોટીફાઈડ કરવામાં આવી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati