સોનિયા ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું- પહેલા તમારી પાર્ટીનો ઈતિહાસ જુઓ
Mukhtar Abbas Naqvi to Sonia Gandhi: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે નફરત ફેલાવતી શક્તિઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેના પર હવે ભાજપે પલટવાર કર્યો છે.
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ (Mukhtar Abbas Naqvi) કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના (Sonia Gandhi) કટાક્ષ પર વળતો પ્રહાર કર્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે દેશમાં નફરતનો વાયરસ ઊંડો ઉતરી ગયો છે. નકવીએ કહ્યું છે કે, જે લોકો આ પ્રકારનું જ્ઞાન આપી રહ્યા છે, તેમણે પોતાની પાર્ટીના ઈતિહાસનો ફરી અભ્યાસ કરવો જોઈએ. તમને ભિવંડી, ભાગલપુર, મરેઠ, 1984નો નરસંહાર યાદ હોવો જોઈએ. સોનિયા ગાંધીએ અખબારમાં (Sonia Gandhi on BJP) લખેલા સંપાદકીયમાં ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધતા ઘણી બધી વાતો કહી છે.
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ વધુમાં કહ્યું, તમે નફરતની વાત કરી રહ્યા છો. તેમની સમસ્યા એ છે કે આજે પણ તેઓ જમીની વાસ્તવિકતા સમજવા તૈયાર નથી. તેમણે એમ પણ કહ્યું કે સત્તામાં રહેલી સરકાર ઇચ્છે છે કે ભારતનો દરેક નાગરિક માને કે વાતાવરણ તેમના હિતમાં છે. ગાંધીએ કહ્યું કે પહેરવેશ, ભોજન, આસ્થા, તહેવાર અને ભાષાની બાબતે ભારતીયોને ભારતીયો સામે ગોઠવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું
સોનિયા ગાંધીએ કહ્યું કે નફરત ફેલાવતી શક્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે ભારતના વડાપ્રધાન વિવિધતાને સ્વીકારવાની વાત કરે છે, પરંતુ કડવું સત્ય એ છે કે તેમાં ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક લેખમાં લખ્યું હતું કે, તે સારી રીતે સ્વીકારવામાં આવે છે કે આપણે નાણાંનું પુનઃવિતરણ કરવા, જીવનધોરણ વધારવા, સામાજિક કલ્યાણ કાર્યક્રમો માટે આવક પેદા કરવા માટે ઉચ્ચ આર્થિક વૃદ્ધિ જાળવી રાખવી પડશે. જેથી યુવાઓ માટે રોજગારીની તકો ઉપલબ્ધ કરાવી શકાય, પરંતુ આવું થતું નથી.
આર્થિક વિકાસ પર પણ વાત કરી
કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, નફરત ફેલાવવા અને વિભાજનનું બગડતું વાતાવરણ આર્થિક વિકાસના પાયાને હચમચાવી રહ્યું છે. તેમણે કહ્યું કે સત્તામાં રહેલા લોકોની વિચારધારા વિરુદ્ધના અભિપ્રાય અથવા અસંમતિને નિર્દયતાથી દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. રાજકીય વિરોધીઓ ટાર્ગેટ બને છે અને તંત્રની સંપૂર્ણ તાકાત તેમની સામે લગાવવામાં આવે છે. કાર્યકર્તાઓને ધાકધમકી આપીને ચૂપ કરવા માગ થાય છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ પ્રચાર માટે થાય છે, જેને ફક્ત જૂઠ અને ઝેર તરીકે વર્ણવવામાં આવે છે.
આ પણ વાંચો: રશિયાએ US-NATOને આપી ખુલ્લી ધમકી, કહ્યું- યુક્રેનને હથિયારોની સપ્લાય ચાલુ રહેશે તો ભોગવવા પડશે ગંભીર પરિણામો