રખડતા પશુ નિયંત્રણ કાયદા અંગે થશે ફેર વિચારણા, સી.આર. પાટીલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને કરી રજૂઆત

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે (C R Patil) માલધારી સમાજને બાહેંધરી આપતા કહ્યું કે, તેમણે મુખ્યપ્રધાનને વિધેયકમાં ફેર વિચારણા કરવા અંગે રજૂઆત કરી છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Apr 04, 2022 | 5:46 PM

રખડતા પશુ નિયંત્રણ કાયદાને (Stray Animal Control Laws) લઈ માલધારી સમાજના (Maldhari community) ઉગ્ર વિરોધ બાદ હવે રાજ્ય સરકાર નમતું જોખે તેવી શક્યતા છે. આ વિધેયકને લઈ સરકાર ફેર વિચારણા કરશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે (C R Patil) માલધારી સમાજને બાહેંધરી આપતા કહ્યું કે, તેમણે મુખ્યપ્રધાનને વિધેયકમાં ફેર વિચારણા કરવા અંગે રજૂઆત કરી છે. કેટલાક માલધારી સમાજના આગેવાનોએ પાટીલને મળી આ બાબતે રજૂઆત કરી હતી. માલધારી સમાજની માગને વ્યાજબી ગણાવતા પાટીલે કહ્યું, હાલ આ કાયદો મહાનગરપાલિકા પૂરતો છે.

રાજ્ય સરકાર દ્વારા રખડતા ઢોર અંગેના વિધેયકને લીધે માલધારી સમાજમાં નારાજગી પ્રવર્તી છે. આજે પણ અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે માલધારી સમાજે રખડતા ઢોરને લઈ આવેલા નવા કાયદા સામે આક્રમક વિરોધ-પ્રદર્શન કર્યું. માલધારી સમાજના આગેવાનો બેનરો સાથે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લાખા ભરવાડ, રઘુ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. માલધારી યુવાનોએ રાજ્ય સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

મહત્વનું છે કે વિધેયક મોકુફ રાખવા અંગે રાજ્યમાં ઠેર-ઠેર માલધારી સમાજના આગેવાનોએ આવેદનપત્રો આપ્યા છે. ત્યારે માલધારી સમાજ દ્વારા ગાંધીનગરમાં આશ્ચર્યજનક અને જલદ કાર્યક્રમની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મહત્વનું છે કે જાહેરમાં રખડતા ઢોરના ત્રાસને લીધે સરકાર તરફથી નવો કાયદા અમલી બનવા જઈ રહ્યો છે. આ કાયદાની કેટલીક જોગવાઈઓનો માલધારી સમાજ વિરોધ કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતના 10 હજારથી વધુ ડોક્ટરો હડતાલ પર, ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ પર અસર

આ પણ વાંચોઃ નેશનલ હાઇવે ઓથોરિટીના જનરલ મેનેજર સહિત 9 અધિકારીઓ સામે સીબીઆઈની કાર્યવાહી, 22 સ્થળોએ દરોડા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati