રાજકોટ CP કથિત વસુલી કેસમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ઉઠાવ્યા સવાલ, કહ્યું ”ગૃહમંત્રી લોકદરબાદ કરે તો કેસનો રાફડો ફાટે”
રાજકોટ પોલીસ કમિશનર પર તોડકાંડના મુદ્દે હવે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. TV9 સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે રાજકોટ પોલીસ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યુ કે,હવે રક્ષક જ ભક્ષક બની રહી છે.
રાજકોટ પોલીસ કમિશનર (Rajkot Police Commissioner) પર કથિત તોડકાંડના આક્ષેપ મુદ્દે રાજકારણ ગરમાઈ ગયું છે. કોંગ્રેસ નેતાઓ (Congress Leaders) દ્વારા એક પછી એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. હવે આ મુદ્દે હાર્દિક પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે. રાજકોટ પોલીસ કમિશનર પર તોડકાંડના મુદ્દે હવે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની પ્રતિક્રિયા સામે આવી છે.
TV9 સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે રાજકોટ પોલીસ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે હવે રક્ષક જ ભક્ષક બની રહી છે. ભાજપના નેતાઓ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યુ હતુ કે નેતાઓ પોલીસનો દુરુપયોગ કરી રહ્યા છે. ગૃહમંત્રી રાજકોટમાં પોલીસ સામે લોકદરબાર કરે તો ફરીયાદોનો રાફડો ફાટે. એટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું કે સત્તાધારી પક્ષના જ ધારાસભ્યએ આવી ભલામણો કરવાની ફરજ પડે છે તો સામાન્ય જનતાની શું સ્થિતિ થતી હશે?
મહત્વનું છે કે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે 70 લાખની વસૂલી કરી હોવાનો આક્ષેપ ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે લગાવ્યો છે. રાજકોટના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે રાજકોટના ઉદ્યોગપતિ સાથે થયેલી 12 કરોડની છેતરપિંડીના કિસ્સાને આક્ષેપ સાથે ટાંક્યો છે.
આ પણ વાંચો- ગુજરાતમાં 10 વર્ષમાં નીલગાયની વસ્તીમાં 117 ટકાનો ભયજનક વધારો, છતાં એક રાહતના છે સમાચાર