AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની દિલ્લીમાં ધરપકડ, રાઘવ ચઢ્ઢાએ કહ્યું ખોટી રીતે થઈ ગોપાલ ઇટાલિયાની ધરપકડ
આપના પ્રદેશ પ્રમુખ દિલ્લી ખાતે મહિલા આયોગ સમક્ષ હાજર થયા હતા અને ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે આમ આદમી પાર્ટીના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર પ્રહારો કરતા કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયાના જૂના વિડીયો કાઢીને ભાજપ સરકાર તેમને દબાવવાના પ્રયાસો કરે છે.
આપના (AAP) પ્રદેશ પ્રમુખ દિલ્લી ખાતે મહિલા આયોગ સમક્ષ હાજર થયા હતા અને ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે આમ આદમી પાર્ટીના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ (Raghav Chadha) ભાજપ પર પ્રહારો કરતા કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયાના (Gopal italiya) જૂના વિડીયો કાઢીને ભાજપ સરકાર (Gujarat Election 2022) દબાવવાના પ્રયાસો કરે છે. ગોપાલ ઇટાલિયાએ ખોટું કર્યું હોય તો ધરપકડ કાર્યવાહી કરવી જોઈએ, પણ ખોટી રીતે દબાવવાના પ્રયાસો ન થવા જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કરેલી ટિપ્પણીના સંદર્ભમાં ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી હતી. ગોપાલ ઇટાલિયાએ ધરપકડ અગાઉ ટ્વિટ પણ કર્યું હતું.
. @NCWIndia चीफ़ मुझे जेल में डालने की धमकी दे रही है। मोदी सरकार पटेल समाज को जेल के सिवा दे ही क्या सकती है। बीजेपी पाटीदार समाज से नफ़रत करती है। मैं सरदार पटेल का वंशज हूँ। तुम्हारी जेलों से नहीं डरता। डाल दो मुझे जेल में। इन्होंने पुलिस को भी बुला लिया है। मुजे धमका रहे है।
— Gopal Italia (@Gopal_Italia) October 13, 2022
શું હતી ઘટના?
PM મોદી અંગે વાંધાજનક ટિપ્પણી મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાને આજે બપોરે 12:30 વાગ્યે સુનાવણી માટે બોલાવ્યા હતા. ત્યારે દિલ્હીમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. . રાજ્ય સભાના સાંસદ અને ગુજરાત પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પણ કહ્યું છે કે, ગોપાલ ઈટાલિયાની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત AAPના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા રાષ્ટ્રીય મહિલા આયોગની ઓફિસ પહોંચ્યા હતા. પીએમ મોદી સામે અપમાનજક ટિપ્પણીના વાયરલ વીડિયો અંગે જવાબ રજૂ કરવાના હતા. મહિલા આયોગે જવાબ રજૂ કરવા માટે નોટિસ આપી હતી. પરંતુ તે પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. મહિલા આયોગ દ્વારા ઈટાલિયાને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. વાયરલ વીડિયો મામલે ગોપાલ ઈટાલિયાને સમન પાઠવવામાં આવ્યું હતું અને ત્યાં દિલ્લી ખાતે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
તાજેતરમાં પણ ગોપાલ ઇટાલિયાનો વીડિયો થયો હતો વાઇરલ
તો તાજેતરમાં જ ગોપાલ ઈટાલિયાનો વધુ એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ગોપાલ ઈટાલિયા મંદિરો અને મહિલાઓના સંદર્ભમાં વિવાદિત ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા.