AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરવલ્લીમાં સતત બીજા દિવસે વાદળો ઘેરાયેલા, 24 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો

ઉત્તર ગુજરાતમાં સતત બીજા દિવસે પણ વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યુ છે. રવિવારે સવારથી જ વરસાદી માહોલ નવેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં સર્જાયો છે. હવામાન વિભાગની આગાહી હતી અને એ પ્રમાણે જ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે પવન, ભારે ગાજવીજ અને કરાં સાથે વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ મોડાસા અને મેઘરજમાં નોંધાયો છે.

અરવલ્લીમાં સતત બીજા દિવસે વાદળો ઘેરાયેલા, 24 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો
મોડાસામાં ધોધમાર વરસાદ
| Updated on: Nov 27, 2023 | 9:41 AM
Share

ઉત્તર ગુજરાતમાં રવિવારે ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો હતો. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં બપોર, સાંજ અને રાત્રે વરસાદ વરસ્યો હતો. કાર્તક મહિના દરમિયાન વરસાદી માહોલે જાણે કે અષાઢ મહિના જેવો માહોલ સર્જી દીધો હતો. હજુ સતત બીજા દિવસે અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદની સંભાવનાઓ છે. સોમવારે સવારથી જ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ વીજળી પડવાની 4 ઘટના નોંધાઈ, ઈડરમાં મહિલાનુ મૃત્યુ, મોડાસામાં 16 પશુના મોત

અરવલ્લી જિલ્લામાં ખાસ કરીને મોડાસા, મેઘરજ અને ભિલોડા વિસ્તારમાં વરસાદ વધારે નોંધાયો હતો. જિલ્લામાં રવિવારે સવારથી જ વાદળો ઘનઘોર છવાયા હતા અને ગાજવીજ શરુ થઈ હતી. બાદમાં વરસાદી માહોલ બપોરે 12 વાગ્યા બાદ શરુ થયો હતો. રાત્રીને 10 કલાક સુધી અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદમાં અનેક વિસ્તારોમાં ચોમાસાની જેમ રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા.

સૌથી વધારે મોડાસામાં વરસ્યો

રવિવારે સવારથી બદલાયેલા માહોલ બાદ બપોરે 12 વાગ્યાથી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મોડાસા વિસ્તારમાં વરસ્યો હતો. મોડાસા અને આસપાસના વિસ્તારમાં પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં બપોરે દોઢેક ઈંચ વરસાદ વરસ્યો હતો,  જ્યારે સાંજે પણ એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. મેઘરજમાં અંતિમ 24 કલાક દરમિયાન દોઢ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. ભિલોડામાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. ધનસુરામાં પણ દોઢેક ઈંચ આસપાસ વરસાદ વરસ્યો હતો. માલપુર અને બાયડમાં અડધો અડધો ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

સોમવારે પણ વરસાદની આગાહી

હજુ સોમવારે પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. અરવલ્લી જિલ્લામાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. સાબરકાંઠા જિલ્લામાં પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે. અરવલ્લી અને સાબરકાંઠામાં સોમવારે પણ વરસાદ વરસે એવી આગાહી છે. આમ સોમવારે પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે એવી શક્યતાઓ છે.

જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ

  • ભિલોડા 30 મીમી
  • મેઘરજ 40 મીમી
  • મોડાસા 65 મીમી
  • ધનસુરા 34 મીમી
  • માલપુર 15 મીમી
  • બાયડ 14 મીમી

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">