AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરવલ્લી આરોગ્ય વિભાગની સેવાઓને લઈ સમીક્ષા બેઠક યોજાઈ, ઋતુજન્ય રોગ પર નજર

હાલમાં બેવડી ઋતુ ચાલી રહી છે અને જેને લઈ ઋતુજન્ય દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાઓમાં છેલ્લા કેટલાક સપ્તાહથી બેવડી ઋતુની અસર ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના આરોગ્યની સેવાઓની સમીક્ષી કરવા માટે બેઠક યોજવામાં આવી હતી. આ માટે વિભાગીય નાયબ નિયામક ગાંધીનગરથી મોડાસા પહોંચ્યા હતા.

અરવલ્લી આરોગ્ય વિભાગની સેવાઓને લઈ સમીક્ષા બેઠક યોજાઈ, ઋતુજન્ય રોગ પર નજર
ઋતુજન્ય રોગ પર નજર
| Updated on: Nov 28, 2023 | 5:29 PM
Share

અરવલ્લી જીલ્લામાં વિભાગીય નાયબ નિયામક, ગાંધીનગરના ડૉ સતિષ કે મકવાણા ના અધ્યક્ષ સ્થાને અરવલ્લી જીલ્લા પંચાયત-મોડાસા ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. હાલમાં બેવડી ઋતુ હોવાને લઈ ઋતુજન્ય દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. જેને લઈ સમીક્ષા બેઠકમાં ભાર આ બાબતે મુકીને સજ્જતા કેળવવવા માટે સૂચનાઓ અપાઈ હતી.

આ પણ વાંચોઃ હત્યા માટે હનીટ્રેપ, અમદાવાદની યુવતીએ યુવકને જાળમાં ફસાવી મોતનો ગાળીયો કસ્યો, 4 ની ધરપકડ 

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લાના તમામ પ્રોગ્રામ અધિકારીઓ,તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક અને સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, તાલુકા આરોગ્ય અધિકારીઓ, જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની ઉપસ્થિતીમાં આરોગ્ય હેઠળ અપાતી વિવિધ સેવાઓની સમીક્ષા બેઠક યોજવામાં આવી.

વિગતવાર માહિતી એકઠી કરાઈ

સમીક્ષા બેઠકમાં જિલ્લા ખાતે આપવામાં આવતી આરોગ્યની સેવાઓની વિવિધ ઈંન્ડીકેટર વાઇઝ રીવ્યું કરવામાં આવ્યું હતુ. તેમજ આરોગ્યની તમામ સેવાઓ વેગવન્તી બનાવવા માટે ગેપ એનાલીસીસ કરી ઉત્સાહવર્ધક માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું.

​આ સાથે તાજેતરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા (VBSY) અન્વયે આરોગ્યના પ્રોગ્રામોમાં નેશનલ ટીબી નિર્મૂલન પ્રોગ્રામ,નોન કોમ્યુનિકેબલ ડીસીઝ,સિકલ સેલ એનેમિયા,પીએમજેએવાય, આભા કાર્ડ અંતર્ગતની કામગીરીમની સમીક્ષા કરાઈ હતી. સંભવિત બે ઋતુની સ્થિતિને આરોગ્યલક્ષી પહોચી વળવા માટેની તૈયારીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

વાઇરલ ઇન્ફેકશન રોગચાળા અટકાયતી કામગીરીના ભાગરૂપે દવાઓ અને જરૂરી સાધન સામગ્રી સાથે દરેક આરોગ્ય કેન્દ્રો પર ટીમ સજ્જ રાખવા સૂચનાઓ અપાઈ હતી. તેમજ હાલમાં થયેલ કમોસમી વરસાદના કારણે પાણીજન્ય રોગચાળા અટકાયતી કામગીરી માટે ક્લોરીનેશનની કામગીરી કરવા તમામ ટીએચઓઅને મેડિકલ ઓફિસર ને સૂચના આપવામાં આવી હતી.

જીલ્લા હૉસ્પિટલ સ્થળનુ નિરીક્ષણ કરાયુ

આરોગ્યની વિવિધ યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી તેમજ માર્ગદર્શન આપી લોકોએ મેળવેલ આરોગ્યની સેવાઓ VBSY માં “મેરી કહાની મેરી જુબાની” ના રૂપમાં લાભાર્થીનો સ્વ અનુભવ રજૂ કરી ઉદાહરણીય કામગીરી કરવા પ્રોત્સાહન પૂરું પાડવા આરોગ્ય ને લગતા જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. જીલ્લા વિકાસ અધિકારીએ પણ મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા.

​વધુમાં નાયબ નિયામક દ્વારા પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત ઇન્ફ્રાસ્ટ્રકચર મિશન (PMABIM) અંતર્ગત જીલ્લા ખાતે મંજૂર થયેલ જીલ્લા હૉસ્પિટલની પણ સ્થળ મુલાકાત લેવામાં આવી તેમજ ચાલી રહેલ કામગીરીનું નીરીક્ષણ કરવામાં આવ્યું.

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">