AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reservoir Status: અરવલ્લી અને સાબરકાંઠાના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક, જાણો, વાત્રક, હાથમતી, મેશ્વો અને માઝૂમની સ્થિતી

સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી (Aravalli) જીલ્લાના જળાશયોમાં છેલ્લા કેટલાક દિવસો દરમ્યાન નવા નીરની આવકો નોંધાઇ હતી. જેને લઇને કેટલાક અંશે પિવાના અને સિંચાઇના પાણી માટે રાહત સર્જાઇ છે.

Reservoir Status: અરવલ્લી અને સાબરકાંઠાના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક, જાણો, વાત્રક, હાથમતી, મેશ્વો અને માઝૂમની સ્થિતી
Watrak Reservoir
| Updated on: Sep 29, 2021 | 10:25 PM
Share

અરવલ્લી (Aravalli) અને સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં છેલ્લા દશેક દિવસથી આવન જાવન વાળા વરસાદમાં, પણ જળાશયો (Reservoir) માં કેટલાક અંશે આવકો નોંધાઇ છે. જેને લઇને હવે પિવાના પાણીની સમસ્યામાં મહંમદ અંશે રાહત મળી શકશે. બંને જીલ્લાના મહત્વના જળાશયોમાં છેલ્લા એક સપ્તાહ દરમ્યાન નોંધપાત્ર આવક સ્થાનિક અને ઉપરવાસમાં વરસાદને પગલે નોંધાઇ છે.

અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લાના લોકો માટે પિવાના પાણીને લઇને હાશકારો થઇ શકશે. આ ઉપરાંત સિંચાઇના પાણી માટે પણ રવિ સિઝનમાં થોડી ઘણી રાહત સર્જાઇ શકે છે. મહત્વના જળાશયોમાં છેલ્લા કેટલાક દિવસો દરમ્યાન નવી આવકો નોંધાવાને લઇને આ રાહત સર્જાઇ છે.

હિંમતનગર (Himatagar) શહેર અને આસપાસના ગામડાઓને પિવાનુ પાણી આપવામાં આવે છે તે, ગુહાઇ જળાશયમાં પણ પિવાના પાણીની સંકટ ભરી સ્થિતી વચ્ચે પાણીની આવક થઇ છે. આ ઉપરાંત મોડાસા (Modasa) ના માઝૂમ જળાશય (Mazam Reservoir ) માં પણ જળ ઝથ્થો 70 ટકાએ પહોંચતા રાહત સર્જાઇ છે.

સિંચાઇ વિભાગના નાયબ એક્ઝ્યુકીટીવ એન્જીનીયર અર્પિત પટેલે કહ્યુ હતુ, છેલ્લા કેટલાક દિવસથી થયેલા વરસાદને લઇને નવા પાણીની આવકો જળાશયોમાં નોંધાઇ છે. જેનાથી પિવાના પાણીને લઇને રાહત રુપ આવક થઇ છે. વાત્રક, ગુહાઇ, માઝૂમ અને મેશ્વો જેવા મહત્વના જળાશયોમાં પાણીની નવી આવકો નોંધાઇ છે.

રવિ  સિઝમાં આપશે રાહત

સાબરકાંઠા જીલ્લામાં હાથમતી જળાશયમાં જળ ઝથ્થો 42 ટકાએ પહોંચતા રવિ સિઝનમાં ખેડૂતોને થોડાક ઘણાં અશે રાહત આપી શકવાની આશા બંધાઇ છે. ગુહાઇ જળાશય યોજના ચોમાસાની શરુઆતે સાવ તળીયા ઝાટક જેવી સ્થિતીમાં હતો એ 14 ટકા એ પહોંચ્યો છે. જેમાં નવી આવક થઇ રહી છે. હાથમતી જળાશયમાં 3.37 ટકા નો નવો જળઝથ્થો છેલ્લા 10 દિવસમાં નોંધાયો છે. જ્યારે ખેડવામાં 3.76 ટકા નવા પાણીની આવક છેલ્લા 10 દિવસમાં થઇ છે.

અરવલ્લી જીલ્લામાં વાત્રક જળાશયમાં છેલ્લા ત્રણેક દિવસ દરમ્યાન નવી આવકો સારી થઇ હતી. જેને લઇને વાત્રક જળાશયમાં 10 દિવસમાં 11 ટકા પાણીનો વધારો નોંધાયો છે. માઝૂમ જળાશયમાં 10 દિવસમાં 13.62 ટકાનો વધારો નોંધાયો છે. વૈડી જળાશયમાં 10 દિવસમાં 33.75 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે મેશ્વો જળાશયમાં 12.87 ટકાનો વધારો નોંધાયો છે.

સાબરકાંઠા જીલ્લાના જળાશયો

ગુહાઇ જળાશય 14.87 ટકા હાથમતી જળાશય 42.16 ટકા હરણાવ-2 જળાશય 62.81 ટકા ખેડવા જળાશય 75.39 ટકા ગોરઠીયા જળાશય 94.58 ટકા

અરવલ્લી જીલ્લાના જળાશયો

વાત્રક જળાશય 46.73 ટકા માઝૂમ જળાશય 70.21 ટકા મેશ્વો જળાશય 70.34 ટકા વૈડી જળાશય 92.98 ટકા વારાંશી જળાશય 64.66 ટકા

આ પણ વાંચોઃ Team India: ટીમ ઇન્ડીયામાં ફૂટ પડી, વિરાટ કોહલી સામે રહાણે અને પુજારા ઉતર્યા, BCCI ને કરાઇ ફરીયાદ, જાણો શુ છે પૂરો મામલો?

આ પણ વાંચોઃ BCCI: અનિલ કુંબલે નહી બની શકે ટીમ ઇન્ડીયાના નવા હેડ કોચ, સૌરવ ગાંગુલી પક્ષ લેવામાં એકલો પડ્યો

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">