Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજસ્થાનના કદાવર કોંગ્રેસી લીડર માટે ગુજરાતના જ નેતાઓ પડકાર બનશે, પૂર્વ MLA અને આગેવાનો મેદાને

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર હવે ધમધમાવા લાગ્યો છે. ચૂંટણી પ્રચારની રેલીઓ પણ રાજકીય પક્ષો દ્વારા આયોજીત થઈ રહી છે. તો ઉમેદવારો ગામે ગામ પ્રવાસ ખેડીને મત માંગી રહ્યા છે. ગુજરાતથી ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાન પહોંચ્યા છે. પરંતુ આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારીને હરાવવા માટે ગુજરાતથી કોંગ્રેસના નેતાઓ જ રાજસ્થાન જનાર છે.

રાજસ્થાનના કદાવર કોંગ્રેસી લીડર માટે ગુજરાતના જ નેતાઓ પડકાર બનશે, પૂર્વ MLA અને આગેવાનો મેદાને
પૂર્વ MLA અને આગેવાનો મેદાને
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 10, 2023 | 12:45 PM

રાજસ્થાનમાં ચુંટણી પ્રચાર હવે ધમધમવા લાગ્યો છે. રાજ્યમાં ચુંટણી પ્રચાર કાર્ય ધમધમવા લાગ્યુ છે, ત્યાં હવે ગુજરાત કોંગ્રેસના કેટલાક આગેવાનો અને પૂર્વ ધારાસભ્યની આગેવાની હેઠળ રાજસ્થાન પહોંચશે. જયાં તેઓ કોંગ્રેસની જીત માટે મદદ નહીં પરંતુ કોંગ્રેસના કદાવર ગણાતા નેતાને હરાવવા માટે મેદાને પડશે. અરવલ્લી જિલ્લાના સહકારી આગેવાન અને બાયડના પૂર્વ ધારાસભ્ય અને આગેવાનો સાથે કેકરી વિધાનસભા ક્ષેત્રમાં પહોંચશે.

આ પણ વાંચોઃ મોડાસા LCBએ ‘બાટલા ગેંગ’ ઝડપી, શાળા-આંગણવાડીઓમાંથી ગેસ બોટલ ચોરી આચરતા

કેકરી વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુજરાત કોગ્રેસના પૂર્વ પ્રભારી ડો રઘુ શર્મા મેદાને છે. તેઓ વર્તમાન ધારાસભ્ય આ બેઠક પરથી છે. ડો શર્મા ગુજરાત કોંગ્રેસના પ્રભારી હોવા દરમિયાન જ કોંગ્રેસે 182માંથી 17 બેઠક પર જ જીતની શરમજનક હાર મેળવી હતી. જોકે હવે ડો રઘુ શર્માને કેકરી વિધાનસભા વિસ્તારમાં પોતાના હરીફની સાથે હવે ગુજરાત કોંગ્રેસના કેટલાક આગેવાનો પડકાર બનશે.

Shocking Video: સિંહના હુમલાનો આ વીડિયો જોઈ ચોંકી જશો
રૂપિયાના ઢગલા કરશે આ 4 સેવિંગ સ્કીમ, જાણો
અક્ષયનું કમબેક પાક્કાપાયે, કેસરી -2 હિટ થશે એના મુખ્ય 5 કારણો
વિરાટ કોહલીના ફોટાથી ઈંગ્લેન્ડ ક્રિકેટ કરી રહ્યું છે કમાણી !
પાકિસ્તાનમાં કેવી રીતે થાય છે છૂટાછેડા ?
શું આપણે ઉનાળામાં કાચું લસણ ખાઈ શકીએ?

પૂર્વ ધારાસભ્ય અને આગેવાનો પડકાર બનશે

કોંગ્રેસને માટે હવે પડકાર બનીને ગુજરાતથી મોટી ટીમ રાજસ્થાન પહોંચી શકે છે. જેમાં કોંગ્રેસની ગુજરાતથી પહોંચનારી આ ટીમ ખાસ કરીને ડો. રઘુ શર્માની સામે પડશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ડો. શર્માને હરાવવા માટે સામે પડશે. બાયડના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલે કહ્યુ હતુ કે, કેટલાક આગેવાનો રાજસ્થાન પહોંચી રહ્યા છે. તેઓ પણ રાજસ્થાન પહોંચશે અને જ્યાં રઘુ શર્માને હરાવવા માટે પ્રયાસ કરશે.

બાયડના પૂર્વ ધારાસભ્યે આક્ષેપ કરતા મીડિયાને કહ્યુ હતુ કે, જગદીશ ઠાકોર અને રઘુ શર્માએ ગુજરાતમાં કોંગ્રેસનો સોદો કર્યો હતો. જેને લઈ હવે ગુજરાતમાં કોંગ્રેસને હરાવનારા નેતાને રાજસ્થાનમાં હરાવવા માટે પહોંચવામાં આવશે. જ્યાં હાલમાં અનેક આગેવાનો રાજસ્થાન પહોંચી રહ્યા છે. જશુ પટેલ બાયડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય 2019ની પેટા ચૂંટણીમાં જીત્યા હતા. 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસે તેમની ટિકિટ કાપીને શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને બાયડ બેઠકની ટિકિટ આપી હતી.

સાંસદ અને પ્રધાન રહ્યા હતા રઘુ શર્મા

રાજસ્થાનના કેબિનેટ પ્રધાન પદે રહી ચુક્યા છે. રઘુ શર્મા વર્ષ 2013 માં 8867 મતથી ભાજપના શત્રુઘ્ન ગૌતમ સામે હાર્યા હતા. જ્યારે વર્ષ 2018માં તેઓ 19,461 મતથી કેકરી વિધાનસભા બેઠક પરથી ભાજપના રાજેન્દ્ર વિનાયક સામે જીત્યા હતા. અજમેર લોકસભા બેઠક પરથી રઘુ શર્મા સાંસદ તરીકે પણ એકવાર ચુંટાયા હતા. રઘુ શર્માએ ગત 6 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભર્યુ છે અને હાલમાં તેઓ ગ્રામીણ વિસ્તારોમાં પ્રવાસ ખેડીને ચૂંટણી પ્રચાર ખેડી રહ્યા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">