AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોડાસા LCBએ ‘બાટલા ગેંગ’ ઝડપી, શાળા-આંગણવાડીઓમાંથી ગેસ સિલિન્ડર ચોરી આચરતા

અરવલ્લી જિલ્લામાં શાળાઓ અને આંગણવાડીઓમાંથી ગેસના બાટલાની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. ગેસના બાટલાઓની ઉઠાંતરીના વધતા જતા બનાવોને પગલે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપવા માટે કડીઓ શોધવામાં આવી રહી હતી. આ દરમિયાન LCB ને ગેંગને ઝડપી લેવામાં સફળતા મળી છે. પોલીસે 5 આરોપીઓને ઝડપી લઈને 16 ગેસ બોટલ કબ્જે કરી છે.

મોડાસા LCBએ 'બાટલા ગેંગ' ઝડપી, શાળા-આંગણવાડીઓમાંથી ગેસ સિલિન્ડર ચોરી આચરતા
LCBએ 'બાટલા ગેંગ' ઝડપી
| Updated on: Nov 10, 2023 | 9:09 AM
Share

અરવલ્લી જિલ્લામાં સતત ગેસની બોટલની ચોરીઓ થઈ રહી હતી. આ દરમિયાન એલસીબીએ બાટલા ચોર ગેંગને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. આરોપીઓ રિક્ષા લઈને ચોરી કરવા માટે નિકળી પડતા હતા અને ગેસની બોટલની ચોરી કરવામાં માહિર બન્યા હતા. પોલીસ પણ શાળાઓના મધ્યાહન ભોજન રુમ અને આંગણવાડીઓમાં વધતી ચોરીને લઈ ચોંકી હતી.

આ પણ વાંચોઃ જામતારા જેવો ખેલ હિંમતનગરમાંથી ઝડપાયો! શેરબજારની ટીપ્સના બહાને ફસાવી પૈસા પડાવવાનુ રેકેટ ઝડપાયુ

બાળકોના ભોજનમાં અડચણ ઉભી કરાનારી તસ્કર ગેંગને પોલીસે ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી હતી. જેને લઈ આરોપીઓની એમઓ આધારે કડી મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન મોડાસા LCB ટીમને બાતમી મળી હતી. જેને આધારે સરુરપુરમાં પોલીસની ટીમ પહોંચી હતી. જ્યાંથી ગેસની બોટલ સહિત આરોપીઓ હાથ લાગ્યા હતા.

16 ગેસની બોટલ હાથ લાગી

મોડાસા LCB પીઆઈ કેડી ગોહિલને આ ગેંગ અંગે બાતમી મળી હતી. જે ગેંગને તેઓ ઝડપવા માટે છેલ્લા કેટલાક સમયથી પ્રયાસ કરી રહ્યા હતા. પીઆઈ ગોહિલ અને તેમની ટીમે સરુરપુર ગામમાં દરોડો પાડ્યો હતો. જ્યાં મેહુલ રમણભાઈ પગીના ઘરેથી ગેસની બોટલો સંતાડી રાખેલી મળી આવી હતી. જ્યાંથી ગેંગના પાંચેય સભ્યો પણ ટીમના હાથ લાગ્યા હતા. જેમને ઝડપી લેવામાં આવ્યા હતા.

આરોપીઓએ સાબરકાંઠા જિલ્લામાંથી પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. તલોદ તાલુકાના ભારડીયા છાપરા ગામની પ્રાથમિક શાળામા આવેલ મધ્યાહન ભોજનના ગેસની બોટલને ચોરી કરી હતી. આરોપીઓએ અરવલ્લીના ખલીકપુર, રામેશ્વર કંપા, અણદાપુર, બોરકંપા (દધાલીયા) સાયરા, અમરાપુર અને જામાપુર ગામની પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓમાંથી ગેસ બોટલ ચોરી કરી હતી. રીક્ષા કે ઈકો કાર લઈને આરોપીઓ ચોરી કરવા માટે નિકળી પડતા હોવાની કબૂલાત કરી છે. તેની સાથે ચોરીમાં સામેલ અન્ય પાંચ આરોપીઓને પણ શોધવા માટે કાર્યવાહી શરુ કરાઈ છે.

આરોપીઓએ બે મોબાઈલ ચોરીના ભેદ ખોલ્યા

ઝડપાયેલા આરોપીઓની ઝડતી લેતા તેમની પાસેથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેમાં એક મોટોરોલા કંપનીનો ફોન જંબુસર ગામના મંદિરમાંથી ચોરી કર્યો હોવાનુ કબૂલાત કરી હતી. જ્યારે બીજો ફોન મોડાસા શહેરમાં આવેલ રત્નમ સોસાયટીમાંથી ચોર્યો હતો. પોલીસે ચોરીના બંને ફોન અને રિક્ષાને જપ્ત કરીને તપાસ શરુ કરી છે.

ઝડપાયેલ આરોપી

  1. હુસેન ઉર્ફે બિલ્લો યાસીનભાઈ ભટ્ટી, સહારા સોસાયટી, મોડાસા જિ. અરવલ્લી
  2. મેહુલ રમણભાઈ પગી, સરુરપુર, તા. મોડાસા જિ. અરવલ્લી
  3. મિતેષ શીવાભાઈ તરાર, સરુરપુર તા. મોડાસા જિ. અરવલ્લી
  4. સુનિલ કાન્તીભાઈ ખાંટ, દોલપુર, તા. મોડાસા જિ. અરવલ્લી
  5. અલ્પીત ભરતભાઈ રાવળ, સર્વોદયનગર ડુંગરી, તા. મોડાસા જિ. અરવલ્લી

ફરાર આરોપી

  1. નાસીર ઉર્ફે નાતાલ યુસુફખાન પઠાણ, સહારા સોસાયટી, મોડાસા જિ. અરવલ્લી
  2. વનરાજ જ્યંતીભાઈ ચૌહાણ, સરુરપુર તા. મોડાસા જિ. અરવલ્લી
  3. સંજય નરસિંહભાઈ ખાંટ, રહે સંજેલી, તા. મોડાસા જિ. અરવલ્લી
  4. રાકેશ ઠાકોર, બડોદરા
  5. ઈકો કારનો ચાલક

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">