Monsoon 2023: બાયડ અને ધનસુરામાં 5 ઈંચ, મોડાસામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, સાબરકાંઠામાં પણ સાર્વત્રિક, જાણો
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે હાશકારા રુપ છે. જિલ્લાના ખેડૂતોની પ્રાર્થના મેઘરાજાએ સાંભળી હોય એમ વરસાદ વરસ્યો છે. અરવલ્લી જિલ્લામાં પાંચ ઈચ જેટલો વરસાદ બાયડ, ધનસુરા વિસ્તારમાં ખાબકતા રાહત સર્જાઈ છે. અરવલ્લી જિલ્લામાં ગઈકાલે બપોર બાદથી મેઘરાજાની સવારીએ ધડબડાટી બોલાવી હતી. જેને લઈ જિલ્લાના અનેક વિસ્તાર જે સુકા ભઠ્ઠ ભાસી રહ્યા હતા એ પાણી પાણી થઈ ગયા હતા.

છેલ્લા 24 કલાક સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે હાશકારા રુપ છે. જિલ્લાના ખેડૂતોની પ્રાર્થના મેઘરાજાએ સાંભળી હોય એમ વરસાદ વરસ્યો છે. અરવલ્લી જિલ્લામાં પાંચ ઈચ જેટલો વરસાદ બાયડ, ધનસુરા વિસ્તારમાં ખાબકતા રાહત સર્જાઈ છે. અરવલ્લી જિલ્લામાં ગઈકાલે બપોર બાદથી મેઘરાજાની સવારીએ ધડબડાટી બોલાવી હતી. જેને લઈ જિલ્લાના અનેક વિસ્તાર જે સુકા ભઠ્ઠ ભાસી રહ્યા હતા એ પાણી પાણી થઈ ગયા હતા.
આ પણ વાંચોઃ Aravalli: મેઘરજમાં બેંકમાંથી પૈસા ઉપાડી નિકળેલ ખાનગી ફાયનાન્સના કર્મચારી પાસેથી 12.60 લાખ તફડાવી શખ્શ ફરાર, જુઓ Video
બપોર બાદ વરસાદ શરુ થતા મોડી સાંજ બાદ કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં પણ એક થી દોઢ ઈંચ વરસાદ મોટાભાગના તાલુકાઓમાં વરસ્યો હતો. વરસાદને લઈ કેટલાક જળાશયમાં પાણીની આવક નોંધાઈ હતી.
અરવલ્લીમાં ધોધમાર વરસાદ
રાત્રી દરમિયાન અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી મુજબ જ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને બાયડ અને ધનસુરામાં પાંચ ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં પણ ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને લઈ અનેક સ્થળો પર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા.
સાબરકાંઠામાં એક થી દોઢ ઈંચ
ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. મધ્યપ્રદેશમાં સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા જિલ્લાના તલોદ, પોશિના, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર અને ઈડરમાં દોઢ-દોઢ ઈંચ જેટલો વરસાદ અંતિમ 24 કલાક દરમિયાન વરસ્યો હતો. જ્યારે પ્રાંતિજ અને હિંમતનગરમાં એક એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
વરસાદને પગલે બંને જિલ્લામાં કપાસ, મગફળી, ડાંગર સહિતના પાકને જીવતદાન મળવા રુપ વરસાદ વરસ્યો છે. ખેતી પાક વરસાદ વિના મૂરઝાવાની સ્થિતિ પર હતો. આ દરમિયાન લાંબા વિરામ બાદ મેઘરાજાએ બેટિંગ કરતા વધુ એક રાઉન્ડ આવી પહોંચતા મોટી રાહત સર્જાઈ છે.
અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ
- ધનસુરા 130 મીમી
- બાયડ 132 મીમી
- ભિલોડા 70 મીમી
- મેઘરજ 62 મીમી
- માલપુર 61 મીમી
- મોડાસા 101 મીમી
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ
- તલોદ 39 મીમી
- પોશિના 38 મીમી
- વડાલી 37 મીમી
- ખેડબ્રહ્મા 37 મીમી
- વિજયનગર 34 મીમી
- ઈડર 34 મીમી
- હિંમતનગર 24 મીમી
- પ્રાંતિજ 22 મીમી
જળાશયોની સ્થિતિ
ધરોઈ ડેમ
- આવક 350 ક્યુસેક
- જાવક 480 ક્યુસેક
- સ્થિતિ-90.42 ટકા
- સંપૂર્ણ સપાટી-189.28 મીટર
- વર્તમાન સપાટી-188.84 મીટર
માઝૂમ ડેમ
- આવક 1300 ક્યુસેક
- જાવક 00 ક્યુસેક
- સ્થિતિ-29.09 ટકા
વાત્રક ડેમ
- આવક 640 ક્યુસેક
- જાવક 00 ક્યુસેક
- સ્થિતિ-49.47 ટકા
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest News Updates





