Aravalli: મેઘરજમાં બેંકમાંથી પૈસા ઉપાડી નિકળેલ ખાનગી ફાયનાન્સના કર્મચારી પાસેથી 12.60 લાખ તફડાવી શખ્શ ફરાર, જુઓ Video
અરવલ્લી જિલ્લાના મેઘરજમાં તસ્કરોએ જાણે કે માથુ ઉઠાવ્યુ છે. ધારાસભ્યના ઘરે લુંટની ઘટના બાદ હવે બેંકમાંથી જ બહાર નિકળતા ફાયનાન્સ કર્મચારીની પાસેથી લાખો રુપિયા ભરેલ બેગ તફડાવી યુવક ફરાર થઈ ગયો છે. ખાનગી ફાયનાન્સ કંપનીનો એક કર્મચારી બેંક ઓફ બરોડામાં પૈસા ઉપાડવા માટે આવ્યો હતો. તેણે ઉપાડેલ રકમની બેગ લઈને એક યુવાન વયનો શખ્શ ભાગી ગયો હતો.
અરવલ્લી જિલ્લાના મેઘરજમાં તસ્કરોએ જાણે કે માથુ ઉઠાવ્યુ છે. ધારાસભ્યના ઘરે લુંટની ઘટના બાદ હવે બેંકમાંથી જ બહાર નિકળતા ફાયનાન્સ કર્મચારીની પાસેથી લાખો રુપિયા ભરેલ બેગ તફડાવી યુવક ફરાર થઈ ગયો છે. ખાનગી ફાયનાન્સ કંપનીનો એક કર્મચારી બેંક ઓફ બરોડામાં પૈસા ઉપાડવા માટે આવ્યો હતો. તેણે ઉપાડેલ રકમની બેગ લઈને એક યુવાન વયનો શખ્શ ભાગી ગયો હતો. કર્મચારી જોતો જ રહ્યો અને તેના હાથમાંથી ચાલાકીપૂર્વક શખ્શ બેગ તફડાવીને ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચોઃ MLA પીસી બરંડાની પત્નિને બંધક બનાવી 9.40 લાખની મત્તાની લૂંટની ફરિયાદ
ઘટનાને પગલે શરુઆતમાં 10 લાખની તફડંચીના સમાચારથી સ્થાનિક પોલીસ દોડી આવી હતી. જોકે કુલ રકમ 12.60 લાખ રુપિયાની તફડંચી થઈ હોવાનુ સામે આવતા પોલીસે આ દીશામાં ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. અજાણ્યો યુવક નીરવ પટેલ નામના કર્મચારી પાસેથી આ રકમ તફડાવીને ભાગતો હોવાનુ CCTV માં જોવામાં આવ્યુ છે. ઘટના અંગે હવે પોલીસે તપાસ શરુ કરી છે. શરુઆતમાં 10 લાખની તફડંચી હોવાને લઈ મેઘરજના રસ્તાઓ પર નાકાબંધી આપવામાં આવી હતી. જોકે આરોપી હાથ નહીં લાગતા હવે આ મામલે પોલીસે કડીઓ મેળવીને આરોપી સુધી પહોંચવા માટે પ્રયાસ શરુ કર્યો છે.