BJP પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ મોડાસામાં ‘મિશન અરવલ્લી’ નો મંત્ર આપશે! ‘શૂન્ય’ થી વિજય સુધીના અભિયાનનો પ્રારંભ કરાવશે

અરવલ્લી (Aravalli) જિલ્લામાં હાલમાં ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે એક પણ વિધાનસભા બેઠક નથી. આમ ભાજપ અહીં વિજય મેળવવા માટે પોતાની રણનિતી અમલમાં લાવી રહ્યુ છે અને ભિલોડા અને બાયડ થી લઈ ભાજપનો ગઢ રહી ચુકેલ મોડાસામાં કેસરીયો લહેરાવવા કમરકસી દેશે

BJP પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ મોડાસામાં 'મિશન અરવલ્લી' નો મંત્ર આપશે! 'શૂન્ય' થી વિજય સુધીના અભિયાનનો પ્રારંભ કરાવશે
CR Patil રાત્રી રોકાણ મોડાસામાં કરશે
Follow Us:
| Updated on: Jun 15, 2022 | 12:06 PM

અરવલ્લી જિલ્લામાં આજે ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) ના અધ્યક્ષ સીઆર પાટીલ (CR Patil) મુલાકાત લેનારા છે. તેઓની આ મુલાકાત બુધવાર અને ગુરુવાર એમ બે દીવસની છે. વન ડે વન ડીસ્ટ્રીક્ટ અંતર્ગત હેઠળ ભાજપ અધ્યક્ષ મોડાસામાં રોકાનાર છે. તેઓએ બુધવારે સાંજે મોડાસા ખાતે આવી પહોંચશે અને જ્યાં તેમનુ સ્વાગત બાઈક રેલી અને રોડ શો દ્વારા કરવામાં આવશે અને બાદમાં પેજ સમિતિ સંમેલન યોજવામાં આવશે. જેમાં તમામ બુથને સંભાળનારા અને પેજ સમિતિને સંભાળનારાઓને ઉપસ્થિત રાખીને માર્ગદર્શન પુરુ પાડશે. અરવલ્લી જિલ્લામાં ભાજપ પાસે એક પણ વિધાનસભા બેઠક નથી. આવી સ્થિતીમાં હવે ભાજપે અહીં હવે આવનારી વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) ઓ માટે વ્યૂહરચના અપનાવી બેઠકો અંકે કરવા પ્રયાસ કર્યો છે અને જેમાં સૌ પ્રથમ શરુઆત સ્વર્ગસ્થ ધારાસભ્ય અને આદીવાસી નેતા ડો. અનિલ જોષીયારાના પુત્રને ભાજપમાં સમાવી લઈને કરી હતી.

સીઆર પાટીલ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં બુધવારે સાંજે પાંચ વાગ્યે પહોંચશે. જ્યાં તેઓે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે પણ બેઠકો યોજશે અને જિલ્લામાં રાજકીય સ્થિતી અંગેની સમિક્ષા કરશે. પ્રથમ દિવસે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલનુ સ્વાગત બાઈક રેલી સાથે કરવામાં આવશે. ડુઘરવાડા ચાર રસ્તાથી જિલ્લા પંચાયત નજીક સુધી રોડ શો સ્વરુપે પાટીલને આવકારવામાં આવશે. ત્યાર બાદ જિલ્લાના તમામ છ તાલુકાઓના બુથ લેવલનના કાર્યકરોનુ સંમેલન યોજવામાં આવશે. પેજ સમિતિના સભ્યો અને પ્રંમુખો તેમાં ઉપસ્થિત રહશે. આમ 1100 કરતા વધુ બુથના 11 હજાર થી વધારે કાર્યકર્યોને ઉપસ્થિત રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. મોડી સાંજે ડીનર બાદ જિલ્લાના આગેવાનો સાથે બેઠકો યોજીને સ્થિતીનો તાગ મેળવવામાં આવશે.

બીજા દિવસે જિલ્લા અગ્રણીઓને મળશે પ્રદેશ ભાજપ અધ્યક્ષ

ગુરુવારે બીજા દિવસે પાટીલ દ્વારા સ્થાનિક સાધુ અને સંતોના આશિર્વાદ મેળવી સંતોનુ સન્માન કરશે. ત્યાર બાદ જિલ્લાના અગ્રણી વકીલો, તબીબો, શિક્ષકો અને અન્ય આગેવાનો સાથે પણ મુલાકાતો યોજશે. આ તમામ લોકોના પાસેથી વિકાસથી માંડીને જિલ્લાના રાજકારણીઓની કાર્યપદ્ધતીનો તાગ મેળવવામાં આવશે. ભાજપના પદાધિકારીઓની વિકાસની દિશામાં કામ કરવાની પદ્ધતી અને તેમનો પ્રજા સાથેના વ્યવહારને લગતી બાબતોની જાણકારી પણ મેળવવામાં આવશે. સાથે જ આવનારી વિધાનસભાની ચુંટણીઓને લઈ ભાજપની રણનિતી અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરતા વિકાસ અને યોજનાઓથી પણ અગ્રણીઓને વાકેફ કરી તેનો લાભ વધુ લોકો સુધી પહોંચાડવા માટે અપિલ કરશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ચુંટણી જીતવાનો અપાશે મંત્ર!

સાબરકાંઠાની ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અશ્વિન કોટવાલને સમાવીને ભાજપે પહેલાથી જ કોંગ્રેસમાં ગાબડુ પાડી દીધુ હતુ. આ દરમિયાન હવે આદીવાસી પટ્ટીમાં ભાજપ અશ્વિન કોટવાલનો આદીવાસી પ્રભાવશાળી ચહેરા તરીકે ઉપયોગ કરશે. જેનો લાભ અરવલ્લી જિલ્લાના આદીવાસી મતદારોમાં ભાજપને મળવાની આશા છે. સાથે જ ભાજપના આગેવાનોને હવે મોડાસા અને બાયડમાં ઉપયોગી ચહેરાઓને પક્ષમાં જોડવાને લઈને પણ સૌની નજર બની છે. ખાસ કરીને ક્ષત્રીય ધારાસભ્યની પક્ષ બદલવાની ચર્ચાની સ્પષ્ટતા પણ આજની મુલાકાત સાથે થઈ જવાની શક્યતાઓ મંડરાયેલી છે.

આ દરમિયાન હવે પાટીલની મુલાકાત સાથે જિલ્લામાં ચુંટણી લક્ષી કામગીરી શરુ કરવાના શ્રી ગણેશ પણ શરુ થઈ જશે. ભાજપ મોડાસા બેઠક જે ભાજપનો ગઢ રહ્યો છે, તેને જીતવા સાથે બાયડ અને ભિલોડા બેઠકને પણ જિતવા માટે મિશન અરવલ્લી સ્વરુપ મંત્ર પણ આપશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">