Aravalli News Round up: દિવ્યાંગ ખેલાડીઓએ સ્પેશિયલ ખેલ મહાકુભમાં ભાગ લેવા 13 એપ્રિલ સુધીમાં ફોર્મ ભરવાના રહેશે, મોડાસામાં ગુજકેટની તૈયારી

દિવ્યાંગ ખેલાડીઓએ 13 એપ્રિલ સુધીમાં ફોર્મ જમા કરવાના રહેશે, મોડાસામાં ગુજકેટની પરીક્ષાને લઇ તૈયારીઓ હાથ ધરાઇ.

Aravalli News Round up: દિવ્યાંગ ખેલાડીઓએ સ્પેશિયલ ખેલ મહાકુભમાં ભાગ લેવા 13 એપ્રિલ સુધીમાં ફોર્મ ભરવાના રહેશે, મોડાસામાં ગુજકેટની તૈયારી
અરવલ્લી જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 08, 2022 | 10:46 PM

સ્પેશિયલ ખેલ મહાકુંભ (Khel Mahakumbh 2022) દિવ્યાંગ ખેલાડીઓ માટે જુદી જદી સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવનાર છે. જેમાં પાંચ કેટેગરી ખેલાડીઓ માટે રાખવામાં આવી છે. જેમાં ખેલાડીઓ પોત પોતાની કેટગરી પસંદ કરીને તે મુજબ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સેરેબ્રલ પાલ્સી ના ખેલાડીઓ સીધા જ રાજ્યકક્ષાએ ભાગ લઈ શકશે. આ માટે અરવલ્લી (Aravalli) જિલ્લામાંથી પણ દિવ્યાંગ ખેલાડીઓ મોટી સંખ્યામાં ખેલ મહાકુંભમાં હિસ્સો લે એ માટે થઈને અપીલ કરવામાં આવી છે.

દિવ્યાંગો માટે 5 જુદી જુદી કેટગરી રાખવામાં આવી છે. જેમાં માનસિક ક્ષતિગ્રસ્ત (MR), શારીરિક ક્ષતિગ્રસ્ત (OH), અંધજન (BLIND), શ્રવણ મંદ ક્ષતિવાળા (DEAF) અને સેરેબ્રલ પાલ્સી (CP) નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેટેગરી મુજબ દિવ્યાંગ ભાઈઓ અને બહેનો હિસ્સો લઈ શકશે. આ માટે દિવ્યાંગ ખેલાડીઓએ દિવ્યાંગતા અંગેનુ પ્રમાણપત્ર રજીસ્ટ્રેશન ફોર્મ સાથે જોડીને ઓફ લાઈન ફોર્મ ભરવાનુ રહેશે. આ ફોર્મ રાજ્ય સરકારના વિવિધ માન્ય મંડળો પાસેથી મળી રહેશે. જે 13 એપ્રિલ સુધીમાં ભરી દેવાના રહેશે.

ગુજકેટની પરીક્ષા આ 9 કેન્દ્રો પર યોજાશે

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક ખાતે ગુજકેટ (Gujcet 2022) એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 9 પરીક્ષા કેન્દ્રો પર લેવાનારી છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાનારી આ પરીક્ષા માટે તૈયારીઓ જિલ્લા તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. આગામી 18 મી એપ્રિલના રોજ સવારે 9.0 કલાક થી બપોરે 2.30 કલાક સુધી શહેરની વિવિધ શાળાઓમાં પરીક્ષા યોજાશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

જેમાં કે.એન.શાહ હાઇસ્કૂલ સ્ટેશન રોડ, સી.જી. બુટાલા હાઇસ્કૂલ યુનીટ-૧ અને ૨ સ્ટેશન રોડ, શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી હાઇસ્કૂલ બી/એચ તાલુકા પ્ંચાયત માલપુર રોડ, મખદૂમ હાઇસ્કૂલ જમાલવાવ સર્વોદયબેન્ક નજીક, શ્રી જે.બી. શાહ ઇગ્લીશ મીડીયમ હાઇસ્કૂલ કોલેજ કેમ્પસ, એમ.આર. ટી.સી. મદની હાઇસ્કૂલ ડુગરવાડા રોડ, શ્રી પ્રાર્થના વિધાલય યુનિટ-૧ અને ૨ મુ. મદાપુરકંપાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : IPL નો હિસ્સો ના બનાવ્યા તો કંઈ નહી, ઢાકામાં જઈ ‘હલ્લા બોલ’ કર્યો, સૌરાષ્ટ્રના ખેલાડીએ ધમાલ મચાવી બાંગ્લાદેશમાં છવાઇ ગયો

આ પણ વાંચો : IPL 2022: આયુષ બદોનીને દિલ્હી કેપિટલ્સે 3 વાર ટ્રાયલ લઈ છોડી દીધો, દિલ તોડનારા એ 3 બોલમાં જ ભારે પડતા પસ્તાવો!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

g clip-path="url(#clip0_868_265)">