વડાલી વિસ્તારમાં ચાલુ બાઈક પર દીપડાએ હુમલો કર્યો, 12 વર્ષના કિશોરને નખ ભર્યા

વડાલી વિસ્તારમાં ચાલુ બાઈક પર દીપડાએ હુમલો કર્યો, 12 વર્ષના કિશોરને નખ ભર્યા

| Updated on: Nov 05, 2023 | 8:24 PM

રાત્રીના સમયે અંતરીયાળ વિસ્તારના ગામડાઓમાંથી પસાર થવા દરમિયાન જંગલી પ્રાણીઓના હુમલાનો ડર રહેતો હોય છે. વડાલી તાલુકાના ભંડવાલ ગામ નજીક આવી જ રીતે 12 વર્ષના કિશોર પર દીપડાએ હુમલો કર્યો હતો. કિશોર અને તેના પિતા બંને દવા લેવા માટે ગયા હતા અને જ્યાંથી બાઈક પર પરત ફરવા દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના વડાલી દીપડાએ એક એક બાળક પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. વડાલીના ભંડવાલ થી પહાડીયા રોડ પર દીપડાએ બાળકની પર હુમલો કર્યો હતો. સાંજના સમયે પહાડીયા ગામમાં રહેતા ધુળાભાઈ ઠાકરડા બાઈક લઈને નિકળ્યા હતા. તેમની સાથે તેમનો 12 વર્ષનો પુત્ર સાથે હતો. આ દરમિયાન બાઈક પર પસાર થવા દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો.

આ પણ વાંચોઃ મેશ્વો જળાશયમાંથી રવી સિઝન માટે પ્રથમ તબક્કાનુ પાણી છોડાયુ, ડેમમાં ઓછા જળસંગ્રહથી ખેડૂતોને ચિંતા

દીપડાએ હુમલો કરતા કિશોરના પગના ઢીંચણના ભાગે નખ વાગ્યા હતા. બાઈક ચાલુ હોવાને લઈ ઝડપથી આગળ નીકળી જતા બચાવ થયો હતો. ઘટના બાદ પિતા અને પુત્ર ઝડપથી ઘરે પહોંચવા પોતાના બાઈકને હંકારી મુક્યુ હતુ. ઘરે પહોંચીને આ અંગેની જાણ ભંડવાલ સરપંચને કરી હતી. જેને લઈ વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ શરુ કરી હતી.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 05, 2023 08:23 PM
g clip-path="url(#clip0_868_265)">