વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલોપમેન્ટને ધ્યાને રાખી આણંદ ખાતે “પ્રબંઘન 2023” ની કરાઇ ભવ્ય શરૂઆત, જુઓ વીડિયો
ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી સંલગ્ન ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા પ્રબંઘન 2023 ની આણંદ ખાતે ભવ્ય શરૂઆત કરવામાં આવી. આ સમગ્ર ઇવેન્ટનું સંચાલન સંસ્થાના મેનેજમેન્ટ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે જેમાં માર્કેટિંગ થી લઈને સ્ટોલ મેનેજમેન્ટ સુધીની તમામ જવાબદારીઓનો સમાવેશ થાય છે.

ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન ઇન્દુકાકા ઇપ્કોવાળા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા અને મેનેજમેન્ટ વિશે પ્રેક્ટિકલ ટ્રેનીંગ આપવાના હેતુથી તા. 3-6 નવેમ્બર 2023 દરમિયાન ફ્લેગશીપ મેનેજમેન્ટ ઇવેન્ટ ‘પ્રબંધન – 2023’ એક્ઝિબિશન કમ સેલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આજે આ પ્રસંગે ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ચારૂસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, માતૃસંસ્થા અને CHRF ના પ્રમુખ નગીન પટેલ, ટ્રસ્ટના સભ્ય જનક પટેલ, રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલ, ચારૂસેટની વિવિધ વિદ્યાશાખાઓના ડીન, સંસ્થાઓના પ્રિન્સિપાલ, વિભાગોના હેડ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર ઇવેન્ટનું સંચાલન સંસ્થાના મેનેજમેન્ટ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે જેમાં માર્કેટિંગ થી લઈને સ્ટોલ મેનેજમેન્ટ સુધીની તમામ જવાબદારીઓનો સમાવેશ થાય છે. જાહેર જનતા કોઈ પણ એન્ટ્રી ફી વગર આ એક્ઝિબિશનની મુલાકાત લઈ દરેક સ્ટોલ માંથી ખરીદી કરી શકશે.
આ એક્ઝિબીશન હેઠળ નોલેજ, ટેક્નોલોજી, અને ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ પર વિશેષ પ્રાધાન્ય આપી વિવિધ સ્ટોલ્સને પાંચ કેટેગરી માં વિભાજીત કરવામાં આવ્યો છે. જેમાં રિટેલ આઉટલેટ્સ, કાફેટેરિયા, બુટીક, બુકશોપ, અને ટેક સ્પેસનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓએ સંસ્થાના અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ કુશળ માર્કેટિંગ અને નેગોશિએશન સ્કિલ્સ થકી વિવિધ ઉદ્યોગો સાથે સંકલન સાધી 70 થી પણ વધારે સ્ટોલ્સ ઉભા કરી સંચાલન કરવા જઈ રહ્યા છે.
જેમાં 18 જેટલા ફૂડ સ્ટોલ્સનો પણ સમાવેશ થાય છે. વધુમાં સંસ્થાના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પણ આ એક્સ્પોમાં એક બિઝમેન તરીકે ભાગ લઇ વિવિધ પ્રોડક્ટ્સનું વેચાણ કરવા જઈ રહેલ છે જે તેઓમાં ખરા અર્થમાં ઉદ્યોગ સાહસિકતાના કૌશલ્યોનું સિંચન કરશે.
આ પણ વાંચો : આણંદની હોસ્પિટલમાં છ માસના બાળકનું મોત થતા પરિવારજનોએ કર્યો હોબાળો
વિવિધ કેટેગરી હેઠળ અપેરલ્સ, બેગ્સ, ફુટ વિઅર, ગિફ્ટ આઈટમ્સ, ગાર્ડનિંગ આઈટમ્સ, જવેલરી એન્ડ કોસ્મેટિક, ડેકોરેટિવ એન્ડ વુડન આઈટમ્સ, ડેકોરેટિવ કેન્ડલ્સ, બુક્સ, હોમ ફર્નિશિંગ, ઈ -બાઈક્સ, ઓફિસ એન્ડ હાઉસહોલ્ડ અપ્લાઈન્સીસ, સોલાર એન્ડ દિવાલી લાઈટ્સ, વિઝન ચેકીંગ, વિઝા કન્સલટન્સીની સાથે સાથે અનેકવિધ ફૂડ આઈટમ્સના સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવેલ છે.