Aanand: શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર 61 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ, પોલીસની નજર સમક્ષ શોભાયાત્રા ઉપર થયો હતો પથ્થરમારો

|

Apr 11, 2022 | 6:26 PM

હાલ તો ખંભાત (Kambhat) શહેરમાં સ્થિતિ સામાન્ય છે. 100થી વધુ આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. પોલીસના (Police) લોખંડી બંદોબસ્ત વચ્ચે અંતિમયાત્રા નીકળી હતી. પરિવારમાં મોભીના મોતને લઈ આખો પરિવાર શોકમગ્ન થયો હતો.

Aanand: શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર 61 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ, પોલીસની નજર સમક્ષ શોભાયાત્રા ઉપર થયો હતો પથ્થરમારો
Khambhat riots case, complaint filed against 61 stone pelters

Follow us on

આણંદના (Anand)ખંભાતમાં રામ નવમીના (Ram navami) દિવસે થયેલા પથ્થરમારા મુદ્દે પોલીસ એક્શનમાં આવી છે. પથ્થરમારો (stone pelting) કરી શહેરની શાંતિ ડહોડવાનો પ્રયાસ કરનાર 61 લોકો વિરુદ્ધ પોલીસે નામ જોગ ફરિયાદ દાખલ કરી છે. તો અન્ય 100 લોકોના ટોળા વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ દ્વારા તોફાની તત્વોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ કેસમાં LCB અને સ્થાનિક પોલીસ તપાસમાં લાગી છે. ખંભાત આખુ પોલીસ છાવણીમાં ફેરવાયુ છે.

ખંભાતમાં રામ નવમીના દિવસે ઉશ્કેરણી કરવા બદલ પોલીસે કેટલાક અસામાજીક તત્વો સામે પણ કાર્યવાહી કરી છે. હજુ પણ અન્ય તોફાની તત્વોની શોધખોળ ચાલુ છે. CCTV સર્વેલન્સ ટીમ ખંભાતમાં તમામ સ્થળોના CCTVની તપાસ કરશે. હાલ ખંભાત શહેરમાં શાંતિભર્યો માહોલ છે. સમગ્ર શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. રેન્જ IG સહિત આણંદ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના ખંભાતમાં ધામા છે. પથ્થરમારા બાદ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રેપીડ એક્શન ફોર્સ સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

હાલ તો ખંભાત શહેરમાં સ્થિતિ સામાન્ય છે. 100થી વધુ આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે અંતિમયાત્રા નીકળી હતી. પરિવારમાં મોભીના મોતને લઈ આખો પરિવાર શોકમગ્ન થયો હતો. ભાજપના ધારાસભ્ય મયુર રાવલે આગામી દિવસોમાં મૃતકના પરિવારને ન્યાય મળે તેવી ખાતરી આપી હતી.

આણંદના ખંભાતમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. રામ નવમી નિમિતે નીકળેલી શોભાયાત્રાના વાહનો પર પથ્થરમારો થયો હતો. જેના કારણે આણંદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે પોલીસે તાત્કાલિક સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. સમગ્ર ઘટનામાં ખંભાતમાં રામનવમીની શોભાયાત્રાના ડીજે પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. જેની બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જો કે જુથ અથડામણમાં એક આધેડ વ્યક્તિનું મૃત્યુ થયું છે.

આ પણ વાંચો :  Panchmahal: ગોધરાના ઓરવાડા ગામે ત્રણ યુવકોને વીજ પોલ સાથે બાંધી માર મારવાનો વીડિયો વાયરલ, પાંચની ધરપકડ

આ પણ વાંચો :  સ્માર્ટ સીટી અમદાવાદની સ્કૂલોમાં દિવા તળે અંધારું, વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે અચાનક સ્કૂલની લીધી મુલાકાત અને ખોલી પોલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article