Panchmahal: ગોધરાના ઓરવાડા ગામે ત્રણ યુવકોને વીજ પોલ સાથે બાંધી માર મારવાનો વીડિયો વાયરલ, પાંચની ધરપકડ

વાયરલ વીડિયો (Viral Video)સામે આવ્યા બાદ પંચમહાલ પોલીસ હરકતમાં આવી અને આ મામલે ગંભીરતા દાખવી ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે પાંચ જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવી.

Panchmahal: ગોધરાના ઓરવાડા ગામે ત્રણ યુવકોને વીજ પોલ સાથે બાંધી માર મારવાનો વીડિયો વાયરલ, પાંચની ધરપકડ
Panchmahal: Video of three youths tied up and beaten with electric poles in Godhra's Orwada village goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 5:00 PM

Panchmahal: ગોધરા (Godhara) તાલુકાના ઓરવાડા ગામે (Orwada village)ત્રણ યુવકોને વીજ પોલ સાથે બાંધી માર મારવાનો વીડિયો વાયરલ (Viral Video)થયો છે. જે બાદ પંચમહાલ પોલીસ હરકતમાં આવી અને વાયરલ વીડિયોના આધારે પાંચ જેટલા ઈસમોની ઓળખ કરી તેમની ધરપકડ (Arrest) કરવામાં આવી છે, જોકે સમગ્ર મામલો પ્રેમ પ્રકરણની હોવાની હકીકત સામે આવી છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઓરવાડા ગામે ત્રણ યુવાનોને દોરડા વડે વીજ પોલ સાથે બાંધી ગામના કેટલાક લોકો લાકડી અને દંડા વડે બેરહેમીપૂર્વક માર મારવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ પંચમહાલ પોલીસ હરકતમાં આવી અને વાયરલ વીડિયો દ્વારા પાંચ જેટલા ઈસમોની ઓળખી કરી તેઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સમગ્ર મામલો પ્રેમ પ્રકરણનો હોવાની હકીકત સામે આવી છે. પ્રેમી તેની પ્રેમિકાને મળવા માટે ઓરવાડા ગામે તેના બે મિત્રો સાથે ગયો હતો. જ્યાં પ્રેમિકાના પરિવારજનોને જાણ થતાં આ ત્રણેય યુવકોને બંધક બનાવી. ત્યારબાદ તેઓને વીજપોલ સાથે બાંધી તેઓને લાકડી અને દંડા વડે ઢોરમાર મારવામાં આવ્યો હતો. એક રીતે યુવતીના પરિવારજનો દ્વારા યુવકોને તાલીબાની સજા આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પ્રેમપ્રકરણ હોવાની આશંકાએ ઉશ્કેરાઈ જઈને યુવતીના પરિવારજનો દ્વારા લાકડી અને દંડા વડે માર મારવામાં આવ્યો છે.

વાયરલ વીડિયો સામે આવ્યા બાદ પંચમહાલ પોલીસ હરકતમાં આવી અને આ મામલે ગંભીરતા દાખવી ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે પાંચ જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવી. અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે વાયરલ વીડિયોમાં નજરે પડતા અન્ય લોકોની પણ આમાં સંડોવણી હોવાનું માલૂમ પડશે. તો તેમની પણ ઓળખ કરી તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ઝડપાયેલા આરોપીઓનાં નામ 1 – ખાતુભાઇ જેસીંગભાઇ બારીઆ, 2 – માતાજી ઉર્ફે ભગાભાઇ, 3 – લક્ષ્મણભાઇ બારીઆ, 4 – ભલાભાઇ બારીઆ, 5 – ટીનાભાઇ કનુભાઇ બારીઆ,

આ પણ વાંચો :સુરત : કરોડોની છેતરપિંડીના કેસમાં નાગર દંપતિની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી, જાણો કેવી રીતે કરી ઠગાઇ ?

આ પણ વાંચો : Devbhumi Dwarka: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વારકાધીશના દર્શન કરી પૂજા અર્ચના, દેશની સલામતી માટે કરી પ્રાર્થના

g clip-path="url(#clip0_868_265)">