Anand: જૂથ અથડામણ કેસમાં પોલીસે બંને જૂથ સામે ફરિયાદ નોંધતા સાંસદ મિતેષ પટેલ નારાજ, કહ્યુ- માત્ર પથ્થરમારો કરનારા સામે પોલીસ ફરિયાદ દાખલ કરો

આણંદના (Aanand) ખંભાતમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. રામનવમી નિમિતે નીકળેલી શોભાયાત્રાના વાહનો પર પથ્થરમારો થયો હતો. જેના કારણે આણંદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

Anand: જૂથ અથડામણ કેસમાં પોલીસે બંને જૂથ સામે ફરિયાદ નોંધતા સાંસદ મિતેષ પટેલ નારાજ, કહ્યુ- માત્ર પથ્થરમારો કરનારા સામે પોલીસ ફરિયાદ દાખલ કરો
BJP MLA Mayur Raval and Mp Mitesh Patel reacts over communal riots in Anand's Khambhat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 7:30 PM

આણંદના (Anand) ખંભાતમાં રામનવમી (Ram navami) પર્વે નીકળેલી શોભાયાત્રા ઉપર પથ્થરમારાનો (stone pelting) બનાવ બનતા કોમી તંગદિલી વ્યાપી હતી. ઘટનાના પગલે હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે જૂથ અથડામણ કેસમાં પોલીસે બંને જૂથ સામે ફરિયાદ નોંધતા સાંસદ મિતેષ પટેલ રોષે ભરાયા છે. તેમણે કહ્યું, શોભાયાત્રા કાઢનાર નાગરિકો સામે જે ફરિયાદ નોંધવામાં આવી છે તે રદ કરવામાં આવે અને માત્ર પથ્થરમારો કરનારા સામે પોલીસ ફરિયાદ દાખલ કરે. તેમણે એમપણ કહ્યું કે, પોલીસની આ કાર્યવાહીને લઈને તેઓ ગૃહ રાજ્યપ્રધાન અને સરકાર સમક્ષ રજૂઆત કરશે.

આણંદના ખંભાતમાં રામનવમીના દિવસે થયેલા પથ્થરમારા મુદ્દે પોલીસે શાંતિ ડહોડવાનો પ્રયાસ કરનાર 61 લોકો વિરુદ્ધ પોલીસે નામ જોગ ફરિયાદ દાખલ કરી છે. તો અન્ય 100 લોકોના ટોળા વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ દ્વારા તોફાની તત્વોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ કેસમાં LCB અને સ્થાનિક પોલીસ તપાસમાં લાગી છે. ખંભાત આખુ પોલીસ છાવણીમાં ફેરવાયુ છે. ત્યારે સાંસદ મિતેષ પટેલે પોલીસે જે નાગરિકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે તેને અયોગ્ય ગણાવ્યો છે. તેમણે સામાન્ય નાગરિકોને હેરાન ન કરવા જોઇએ તેવી રજૂઆત કરી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

તો બીજી તરફ ખંભાતના પથ્થરમારા કેસમાં કાવતરાખોરોની ધરપકડ કરવામાં આવશે તેવી પ્રતિક્રિયા ભાજપના ધારાસભ્ય મયુર રાવલે આપી છે. ધારાસભ્યએ કહ્યું, શોભાયાત્રામાં અસામાજિક તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. આ શોભાયાત્રામાં પથ્થરમારો કરી ખંભાતમાં વાતાવરણ ડહોળનારને છોડવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં મૃતકના પરિવારને ન્યાય મળે તેવી કામગીરી થશે.

મહત્વનું છે કે આણંદના ખંભાતમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. રામનવમી નિમિતે નીકળેલી શોભાયાત્રાના વાહનો પર પથ્થરમારો થયો હતો. જેના કારણે આણંદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે પોલીસે તાત્કાલિક સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. સમગ્ર ઘટનામાં ખંભાતમાં રામનવમીની શોભાયાત્રાના ડીજે પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. જેની બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જો કે જુથ અથડામણમાં એક આધેડ વ્યક્તિનું મૃત્યુ થયું છે.

આ પણ વાંચો- દહેજની ૐ ઓર્ગેનિક્સ કંપનીના પ્લાન્ટમાં ધડાકો થયો, 5 કામદારોના મોત નિપજ્યા

આ પણ વાંચો- Gujarat Assembly Election 2022: PM મોદી અને HM અમિત શાહનો આ મહિને પણ ગુજરાત પ્રવાસ યથાવત રહેશે, BJP તૈયારીમાં લાગી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">