દહેજની ઓમ ઓર્ગેનિક્સ કંપનીના પ્લાન્ટમાં પ્રચંડ બ્લાસ્ટ, 6 કામદારોનાં મોત નિપજ્યાં
ઓમ ઓર્ગેનિક્સમાં બનેલી દુર્ઘટનાનું સાચુ કારણ તો વિગતવાર તપાસ બાદ જ સામે આવશે, પરંતુ 6 કામદારોના મોતથી સ્વનજનોમાં રોષ ફેલાયો છે. આ કંપનીમાં સલામતીના કોઈ ઉપાયો કેમ કરાયા ન હતા તેવા સવાલો સાથે કામદારોની સલામતીને લઈને મૃતકના પરિવારનો રોષ ઠાલવ્યો છે.
દહેજ (Dahej) ની ઓમ ઓર્ગેનિક કંપનીમાં રાસાયણિક (chemical) પ્રક્રિયા દરમ્યાન બ્લાસ્ટ (Blast) થતા વિકરાળ આગ લાગતાં 6 લોકોનાં મોત થયાં છે. ભરૂચ (Bharuch) ના દહેજમાં બ્લાસ્ટની ઘટનામાં પ્રાથમિક તબક્કે 5 મોત થયાં હોવાનું બહાર આવ્યા બાદ વધુ એકનું મોત થયું છે. ઘટનાસ્થળેથી વધુ એકનો મૃતદેહ મળી આવ્યો છે. મહત્વનું છે કે, ઓમ ઓર્ગેનિક કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નિકળી હતી. આ ખાનગી કંપનીમાં કોઈ કેમિકલ પ્રોસેસ સમયે જોરદાર બ્લાસ્ટ થયો હતો અને આગના ગોટેગોટા દૂરદૂરથી જોઈ શકાતા હતા. આગમાં દાઝી જવાથી 6 કર્મચારીઓના મૃત્યુ નિપજ્યા છે. ઘટના બાદ સવરે આગ ઓલવવાની કામગીરીની સાથે અંદરથી 5 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. કંપનીમાં હાજર એક કર્મચારીનો કોઈ પત્તો મળ્યો નહોતો. જોકે પાછળતી તેનો મૃતદેહ મળતાં કુલ મૃત્યુઆંક 6 થયો હતો.
મોડી રાત્રે થયેલી દુર્ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઉપરાંત હેલ્થ વિભાગના કર્મચારીઓ પણ ત્વરિત એક્શનમાં આવ્યા હતા. આ દુર્ઘટનાનું સાચુ કારણ તો વિગતવાર તપાસ બાદ જ સામે આવશે, પરંતુ 6 કામદારોના મોતથી સ્વનજનોમાં રોષ ફેલાયો છે. આ કંપનીમાં સલામતીના કોઈ ઉપાયો કેમ કરાયા ન હતા તેવા સવાલો સાથે કામદારોની સલામતીને લઈને મૃતકના પરિવારનો રોષ ઠાલવી રહ્યાં છે.
ભરૂચમાં વારંવાર કેમિકલ કંપનીઓમાં બ્લાસ્ટ થતા રહે છે અને નિર્દોષ કામદારોના મોત થતાં રહે છે, આમ છતાં કામદારોની સુરક્ષાને લઈને ઉદાસિનતા જોવા મળી રહી છે. ઉપરાંત સરકારની રેગ્યુલેટરી બોડી પણ આ બાબતે કંપનીઓમાં પુરતું ચેકિંગ કરતી નહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
આ પણ વાંચોઃ Ahmedabad: દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદિયા ગુજરાતમાં, ભાવનગરની સ્કૂલોની સ્થિતિ જોવા રવાના થયા
આ પણ વાંચોઃ Surat : આકરી ગરમીને કારણે પીવાના પાણીમાં છેલ્લા એક મહિનાથી 50 એમએલડીનો વધારો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો