આણંદના પોલીસ બેડામાં આનંદની લાગણી, પોલીસ કર્મચારીને 229 પોલીસ ઇનામો બાદ હવે રાષ્ટ્રપતિ મેડલ મળ્યો

આણંદના પોલીસ કર્મચારી શેખ મહંમદયુસુફ ઇસ્‍માઇલભાઇએ સમગ્ર કારકિર્દી દરમ્યાન  તેઓને કુલ 229  ઇનામ સાથે રોકડ પુરુસ્કાર તરીકે રૂ. 20000 મળ્યા છે. સામાન્ય રીતે પોલીસ તંત્રમાં રોકડ પુરસ્કારનું ધોરણ રૂ. 100-150 જેટલું હોય છે.

આણંદના પોલીસ બેડામાં આનંદની લાગણી, પોલીસ કર્મચારીને 229 પોલીસ ઇનામો બાદ હવે રાષ્ટ્રપતિ મેડલ મળ્યો
Anand ASI Got Presedential Medal (File Image)
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Jan 25, 2022 | 7:21 PM

આણંદ(Anand)જિલ્લા પોલીસમાં આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર(ASI)તરીકે ફરજ બજાવતા શેખ મહંમદયુસુફ ઇસ્‍માઇલભાઇને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળતા પોલીસ બેડામાં હર્ષની લાગણી ફેલાઇ છે. તેમની કારકીર્દિ દરમિયાન 229 પોલીસ ઇનામો મળ્યા બાદ હવે રાષ્ટ્રીય કક્ષાએ સન્માન મળ્યું છે. પોતાની ફરજમાં ખૂબ જ ચોક્કસાઇ રાખતા અને પોતાનું કામ સમયસર પૂર્ણ કરતા પોલીસ જવાનની નિષ્ઠાને હવે રાષ્ટ્રપતિ પણ બિરદાવશે. મહત્વની વાત તો એ છે કે પોલીસમાં કામગીરી દરમિયાન તેમને પ્રતિ વર્ષ સરેરાશ આઠ પોલીસ ઇનામો મળ્યા છે.

કારકિર્દી દરમ્યાન  તેઓને કુલ 229  ઇનામ સાથે રોકડ પુરુસ્કાર તરીકે રૂ. 20000 મળ્યા

શેખ મહંમદયુસુફ ઇસ્‍માઇલભાઇ તા. 17/03/1993 ના રોજ આણંદ જિલ્લામાં પોલીસ કોન્‍સ્‍ટેબલ તરીકે નિમણુક પામ્યા હતા અને તેમણે  28  વર્ષની નોકરી પૂરી કરી છે. અને હાલ એલ.આઇ.બી.માં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવી બજાવે છે. તેઓની સમગ્ર કારકિર્દી દરમ્યાન  તેઓને કુલ 229  ઇનામ સાથે રોકડ પુરુસ્કાર તરીકે રૂ. 20000 મળ્યા છે. સામાન્ય રીતે પોલીસ તંત્રમાં રોકડ પુરસ્કારનું ધોરણ રૂ. 100-150 જેટલું હોય છે. આ પરથી રૂ. 20 હજારના પુરસ્કારનું મહત્વ સમજી શકાય છે. આ અગાઉ આણંદ પોલીસ અધિક્ષક દ્વારા એલઆઇબીમાં પ્રસશંનીય કામગીરી કરવા બદલ બે પ્રશસ્તિ એનાયત કરવામાં આવ્યા હતા.

એલઆઇબીમાં સને 1995 ના વર્ષમાં ટાઇપીસ્‍ટ તરીકે ફરજ બજાવતા

આણંદ જિલ્લામાં પોલીસ કોન્‍સ્‍ટેબલ તરીકેની ફરજ દરમ્‍યાન તેઓએ એલઆઇબીમાં સને 1995 ના વર્ષમાં ટાઇપીસ્‍ટ તરીકે ફરજ બજાવતા હતા. તે દરમ્‍યાન સને 2001 ના વર્ષમાં ધરતીકંપ દરમ્‍યાન પણ રાતદિવસ ઓફીસમાં હાજર રહી ખંતપૂર્વક ફરજ બજાવી હતી. સને 2002 ના વર્ષમાં તોફાનો દરમ્‍યાન જિલ્લામાં બંદોબસ્‍તની ગોઠવણમાં તેમની ભૂમિકા અગત્યની બની રહી હતી અને સતત ત્રણ માસ સુધી તેમણે કોઇ રજા રાખ્યા વીના ફરજ બજાવી હતી. આ ઉપરાંત તોફાનો સમયે નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં પોલીસ ફાળવણીની સહિતની કામગીરી ચોક્કસાઇ પૂર્વક કર્યું હતું.

LGBTQ+ સમુદાયને ભારતમાં મળે છે આ મોટા ફાયદા
બોલ્ડ ફોટોશૂટને લઈ આ અભિનેત્રી પર લાગ્યો હતો 15,000 નો દંડ, હવે બની સંન્યાસી
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video

માંગણી મુજબનો ફોર્સ ફાળવી સુંદર કામગીરી કરી

શેખ મહંમદયુસુફ ઇસ્‍માઇલભાઇએ વર્ષ 2002માં સતત ત્રણ માસ સુધી ફરજ બજાવી હતી, તેમને સોંપાયેલું કામ કોઇ દિવસ અધુરૂ રહ્યું નથી લોકસભા, વિધાનસભા, પંચાયતોની ચૂંટણી, પરીક્ષાઓ, તહેવારો, સરકારી કાર્યક્રમો નાનામોટા પ્રસંગોપાત પણ સુરક્ષા વ્યવસ્‍થા એસેસમેન્ટ મુજબ પોલીસ અધિકારી, જવાનો,હોમગાર્ડ એસઆરપી, ગ્રામ રક્ષક દળ, પેરામીલીટ્રી,વાહનો, વિડીયો વિગેરેની સમયસર ફાળવણી કરી કાયદો અને વ્યવસ્‍થા જાળવવા સારૂ સ્‍કીમો બનાવી વ્યવસ્‍થીત માંગણી મુજબનો ફોર્સ ફાળવી સુંદર કામગીરી કરી છે.

ટીમવર્ક કરી પ્રશંસનીય કામગીરી કરી

તેમજ આ સિવાય જિલ્લાની સુરક્ષાને ધ્‍યાને રાખી તૈયાર કરવામાં આવતી અત્‍યંત ગુપ્ત સ્‍કીમો, ક્રાઇસીસ મેનેજમેન્‍ટ પ્‍લાન વિગેરે દરવર્ષે રીવાઇઝ કરવા સારૂ ઉપરી અધિકારીશ્રીને સમયસર મોકલવાની કામગીરી તેમજ એલઆઇબીના લગતા તમામ તુમારો તેમજ રૂટીન કામગીરીની દેખરેખ રાખી સમયસર અહેવાલો મોકલાવી એલઆઇબી સ્‍ટાફ સાથે રાખી ટીમવર્ક કરી પ્રશંસનીય કામગીરી કરી છે.

તેમજ કોવિડ -19 મહામારીમાં લોકડાઉન દરમ્યાન જાહેરનામાની અમલવારી અંગે ભંગ બદલ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલા ગુનાઓની માહિતી મેળવી તેમજ સ્થળાંતરીઓની માહિતી તેમજ લોકડાઉનના અમલની દફતરની કામગીરી સારી રીતે કરી હતી.

આ પણ વાંચો : Gujarat ના 17 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરાશે

આ પણ વાંચો : Mehsanaના ત્રણ ગામ સરકારને નથી આપતા મહેસુલની રકમ, જાણો આ રકમ કોને મળે છે ?

બનાસકાંઠાનું વિભાજન: જન આક્રોશ સામે સમર્થનની મહારેલી
બનાસકાંઠાનું વિભાજન: જન આક્રોશ સામે સમર્થનની મહારેલી
કચ્છ- સુરતમાં શાળાના ટોર્ચરથી વિદ્યાર્થિનીઓના આપઘાતનો ખૂલાસો- Video
કચ્છ- સુરતમાં શાળાના ટોર્ચરથી વિદ્યાર્થિનીઓના આપઘાતનો ખૂલાસો- Video
થાનની આ રાસમંડળી દિલ્હીમાં 26મીની પરેડમાં ઝાલાવાડી રાસની કરશે જમાવટ
થાનની આ રાસમંડળી દિલ્હીમાં 26મીની પરેડમાં ઝાલાવાડી રાસની કરશે જમાવટ
ગુજરાતમાં સસ્તુ થયુ અમૂલ દૂધ, ભાવ વધ્યા નહીં પરંતુ ઘટ્યા
ગુજરાતમાં સસ્તુ થયુ અમૂલ દૂધ, ભાવ વધ્યા નહીં પરંતુ ઘટ્યા
ભીમાસરમાં વિદ્યાર્થિનીએઆચાર્યના માનસિક ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ
ભીમાસરમાં વિદ્યાર્થિનીએઆચાર્યના માનસિક ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ
સુરતમાં વિદ્યાર્થિનીનાં આપઘાતનો કેસ તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ
સુરતમાં વિદ્યાર્થિનીનાં આપઘાતનો કેસ તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ
Gir Somnath : બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં મચાવ્યો હંગામો
Gir Somnath : બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં મચાવ્યો હંગામો
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">