સમાજમાં મૌન ધારણ કરી સમાજની નિસ્વાર્થ અને શ્રેષ્ઠત્તમ સેવા કરનારનું સમાજે સન્માન કરવું જોઈએ : ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ

આનંદીબેન પટેલે રાજકીય ક્ષેત્રને સાચા અર્થમાં જન સામાન્યની સેવાનું માધ્યમ બનાવી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય મંત્રી તરીકે તેમણે હૃદયભાવ સાથે શિક્ષણ,  ગ્રામીણ અને શહેરી વિકાસ, જળસંચય, બાળપોષણ, મહિલા ઉત્કર્ષ અને સશક્તિકરણની દિશામાં નોંધપાત્ર કામગીરી કરી હતી.

સમાજમાં મૌન ધારણ કરી સમાજની નિસ્વાર્થ અને શ્રેષ્ઠત્તમ સેવા કરનારનું સમાજે સન્માન કરવું જોઈએ : ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ
Anand: Governor of Uttar Pradesh Anandiben Patel was given the Shaleen Manvaratna honor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 2:44 PM

આણંદ : બ્રહ્મજ્યોત મોગરી ખાતે શાલીન માનવરત્ન સન્માન સમારોહમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન ઉપસ્થિત રહ્યા

ANAND : અનુપમ મિશન, મોગરી દ્વારા સ્વામિનારાયણ મંદિર, કળશ મહોત્સવ નિમિત્તે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ (Anandiben Patel) , શ્વસનતંત્રના રોગના નિષ્ણાત ડો. પાર્થિવ મહેતા, કરોડરજ્જુ નિષ્ણાત ડો.ભરતભાઈ દવેને આજે પૂ.જશભાઈ સાહેબ, વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજના હસ્તે શાલીન માનવરત્ન સન્માનથી (Shaleen Manvaratna Sanman) અલંકૃત કરવામાં આવ્યા હતા.

આ અગાઉ અનુપમ મિશન દ્વારા સમાજ સેવામાં પોતાના અનન્ય યોગદાન બદલ વિવિધ ૫૦ જેટલા પ્રતિભાવંતોને શાલીન માનવરત્ન સન્માનથી નવાજવામાં આવ્યા છે. આનંદીબેન પટેલે ઉમેર્યું કે અનુપમ મિશન દ્વારા સમાજના રત્નોનું બહુમાન કરી સમાજ એક નવી દિશા બતાવી છે જે અન્ય સમાજ સેવી સંસ્થાઓ માટે અનુકરણીય છે. તેમણે માનવજીવન દરમ્યાન સમાજને કઈક આપીને જવા માટે સંકલ્પબદ્ધ થવાનો અનુરોધ કરી પાણી બચાવો, વૃક્ષારોપણ,સ્વચ્છતા, અન્ન નો બગાડ અટકાવવા,પ્રકૃતિ બચાવવા જેવા કાર્યો થકી દેશની સેવા કરવા જણાવ્યું હતું. કોરોના કાળ દરમ્યાન સમગ્ર દેશના ડોક્ટર, નર્સ, પેરા મેડીકલ સ્ટાફ અને સુરક્ષા કર્મીઓએ પોતાની જિંદગીની પરવા કર્યા સિવાય માનવ જાતની સેવા કરવા બદલ તેમણે અભિનદન આપ્યા હતા. તેમણે જરૂરિયાતમંદોની સેવા કરવા હંમેશા પ્રયાસરત રહેવા જણાવ્યું હતું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આનંદીબેન પટેલે ઉમેર્યું કે અનુપમ મિશન દ્વારા સમાજના રત્નોનું બહુમાન કરી સમાજ એક નવી દિશા બતાવી છે જે અન્ય સમાજ સેવી સંસ્થાઓ માટે અનુકરણીય છે.

આનંદીબેન પટેલે રાજકીય ક્ષેત્રને સાચા અર્થમાં જન સામાન્યની સેવાનું માધ્યમ બનાવી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય મંત્રી તરીકે તેમણે હૃદયભાવ સાથે શિક્ષણ,  ગ્રામીણ અને શહેરી વિકાસ, જળસંચય, બાળપોષણ, મહિલા ઉત્કર્ષ અને સશક્તિકરણની દિશામાં નોંધપાત્ર કામગીરી કરી હતી. આદર્શ નેતૃત્વના મહારથી અને સમાજ સેવક એવા આનંદીબેન પટેલે પોતાનું આયખું રાષ્ટ્રને અર્પણ કર્યું છે.

પૂ.જશભાઈ સાહેબે આશીર્વાદ આપતા જણાવ્યું કે નિ:સ્વાર્થ ભાવે સમાજની સેવા કરતા લોકોનું બહુમાન કરવુ એ પણ પ્રભુ ભક્તિ છે. તેમણે આનંદીબેન પટેલ સાથેના સંસ્મરણો યાદ કરી તેમને સહજ અને શાલીન સ્વભાવના ગણાવ્યા હતા. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સ્વામિનારાયણ મંદિરમાં દર્શન અર્ચન કરી પૂ.જશભાઈ સાહેબના આશીર્વચન મેળવ્યા હતા.

આ પણ વાંચો : Kheda : કોરોનાને કારણે વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં પોષી પૂનમે યોજાનાર દિવ્ય શાકોત્સવની ઉજવણી રદ્દ કરાઇ

આ પણ વાંચો : SURAT: યોજાયેલા અનોખા ગૌ વિવાહમાં લોકોને કોરોનાની કોઈ ગાઈડલાઈન નડી નહિ, હજારો લોકોએ લીધો ભાગ

g clip-path="url(#clip0_868_265)">