Kheda : કોરોનાને કારણે વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં પોષી પૂનમે યોજાનાર દિવ્ય શાકોત્સવની ઉજવણી રદ્દ કરાઇ

Kheda : કોરોનાને કારણે વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં પોષી પૂનમે યોજાનાર દિવ્ય શાકોત્સવની ઉજવણી રદ્દ કરાઇ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 12:51 PM

સ્વામિનારાયણ સંપ્રદાયમાં પોષી પૂનમનું ઘણું મહત્વ રહેલું છે. ત્યારે આગામી 17મી જાન્યુઆરીના રોજ સોમવારે આવતી પોષી પૂનમની ખેડાના તીર્થધામ વડતાલમાં યોજાનારા દિવ્ય શાકોત્સવની ઉજવણી મુલત્વી રાખવામાં આવી છે.

ખેડાઃ વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયમાં(Vadtal Swaminarayan Temple) પોષી પૂનમે યોજાનાર દિવ્ય શાકોત્સવની ઉજવણી (Shakotsav celebration) રદ કરવામાં આવી છે. વધતા કોરોના (Corona) સંક્રમણને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે. 17 જાન્યુઆરીએ શાકોત્સવ યોજાવાનો હતો. સ્વામીનારાયણ સંપ્રદાયમાં પોષી પૂનમનું (Poshi Poonam) મહત્વ ઘણું વધારે છે. નોંધનીય છેકે ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેને પગલે શાકોત્સવની ઉજવણી રદ કરવામાં આવી છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં પોષી પૂનમનું ઘણું મહત્વ રહેલું છે. ત્યારે આગામી 17મી જાન્યુઆરીના રોજ સોમવારે આવતી પોષી પૂનમની ખેડાના તીર્થધામ વડતાલમાં યોજાનારા દિવ્ય શાકોત્સવની ઉજવણી મુલત્વી રાખવામાં આવી છે. ત્રીજી લહેરને લઇ સમગ્ર જિલ્લામાં દૈનિક કોરોના કેસોમાં અને સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. જેને કારણે મંદિર પ્રશાસને તકેદારીના ભાગરૂપે પગલા લીધા છે. આ સાથે જ 17મી જાન્યુઆરીએ મંદિરમાં આવતા ભક્તોએ કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

દરેક હરિભક્તોએ વર્તમાન કોરોના પરિસ્થિતિ અનુસાર સરકારી માર્ગદર્શિકા મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે. પૂનમના કાર્યક્રમો પણ નિયંત્રિત રહેશે. અને નિજમંદિરમાં દેવદર્શન વેળાએ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું રહેશે. આમ, વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાય મંદિરમાં કોરોનાની સ્થિતિને લઇને શાકોત્સવની ઉજવણી રદ કરાઇ છે.

આ પણ વાંચો : મહેસાણાની દીકરી બેડમિન્ટનમાં વર્લ્ડ જુનિયર રેંકિંગમાં નંબર વન, બેડમિન્ટન પ્લેયર તસનીમ મીરે દેશનું ગૌરવ વધાર્યું

આ પણ વાંચો : Banaskanth : ટ્રક અને અલ્ટો કાર વચ્ચે અકસ્માતમાં 5ના મોત, બે ગંભીર

g clip-path="url(#clip0_868_265)">