આણંદ જિલ્લાએ સર્જી ઓરેન્જ ક્રાંતિ, સોલાર ઉર્જાથી ત્રણ વર્ષમાં 3 કરોડ યુનિટનું ઉત્પાદન કરાયું

ગુજરાતના(Gujarat)આણંદ જિલ્લાના પેટલાદ અને સોજીત્રા તાલુકાના 22 સ્કેવર કિલોમીટરના વિસ્તારમાં 18 ગામના 388 ખેડૂતોએ ખેતરમાં ખેતીની સાથે સોલાર પેનલના(Solar Panel)માધ્યમથી ૩ કરોડ યુનિટ વીજળીનું(Electricity)ઉત્પાદન કરવામાં આવ્યું છે, જેનું મૂલ્ય રૂપિયા 21 કરોડનું થાય છે. અમૂલ મોડેલના આધારે સ્થપાયેલી પેટલાદ-સોજીત્રા તાલુકા સૌરઊર્જા ઉત્પાદક સહકારી મંડળી લિ. વિશ્વની પ્રથમ સૌરઊર્જા ઉત્પાદકોની સહકારી મંડળી છે.

આણંદ જિલ્લાએ સર્જી ઓરેન્જ ક્રાંતિ, સોલાર ઉર્જાથી ત્રણ વર્ષમાં 3 કરોડ યુનિટનું ઉત્પાદન કરાયું
Anand Solar Panel
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Oct 19, 2022 | 8:10 PM

ગુજરાતના(Gujarat)આણંદ જિલ્લાના પેટલાદ અને સોજીત્રા તાલુકાના 22 સ્કેવર કિલોમીટરના વિસ્તારમાં 18 ગામના 388 ખેડૂતોએ ખેતરમાં ખેતીની સાથે સોલાર પેનલના(Solar Panel)માધ્યમથી ૩ કરોડ યુનિટ વીજળીનું(Electricity)ઉત્પાદન કરવામાં આવ્યું છે, જેનું મૂલ્ય રૂપિયા 21 કરોડનું થાય છે. અમૂલ મોડેલના આધારે સ્થપાયેલી પેટલાદ-સોજીત્રા તાલુકા સૌરઊર્જા ઉત્પાદક સહકારી મંડળી લિ. વિશ્વની પ્રથમ સૌરઊર્જા ઉત્પાદકોની સહકારી મંડળી છે.  જે માત્ર રૂપિયા 1100 ના રોકાણથી શરૂ થયેલી અને માત્ર ત્રણ જ વર્ષમાં મંડળીનું ટર્નઓવર રૂપિયા 21 કરોડ પર પહોંચ્યું છે.

સોલરાઇઝેશનનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો

શ્વેતક્રાંતિના ઉદ્દગમ સ્થાન આણંદ જિલ્લાની ભૂમિ પર ત્રિભુવનદાસ પટેલના નકશે કદમ પર ચાલતાં તેજશ પટેલ દ્વારા ઓરેન્જ ક્રાંતિ માટેનું સહકારી સાહસ ખેડવામાં આવ્યું છે. પેટલાદ-સોજીત્રા તાલુકા સૌરઊર્જા ઉત્પાદક સહકારી મંડળી લિ.ના ચેરમેન તેજશ પટેલે જણાવ્યું કે, પેટલાદ અને સોજીત્રા તાલુકામાંથી મંડળી સાથે જોડાયેલા ખેડૂતો હવે ખેતરોમાં વિવિધ ખેતીપાકોનું વાવેતર કરીને અનાજ, ફળો અને શાકભાજીનું ઉત્પાદન તો કરે છે, તેની સાથે ખેતરમાં સોલાર પેનલથી વીજળીનું ઉત્પાદન પણ કરી રહ્યા છે. વર્ષ 2019 માં સરકારની સૂર્યશક્તિ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દિવસના 12 કલાક ખેતી માટે જરૂરી વીજ પુરવઠો મળી રહે તે માટે સોલરાઇઝેશનનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં મધ્ય ગુજરાતના ત્રણ ફીડરનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ખેડૂતોને 12 કલાક અવિરતપણે વીજળી પણ મળી રહે છે

સૂર્યશક્તિ કિસાન યોજના હેઠળ ખેડૂતોને ભરવાની થતી ૫ ટકા રકમ માટે મંડળીએ કેડીસીસી બેંક મારફતે ધિરાણની વ્યવસ્થા કરવામાં આવી હતી. પેટલાદ અને સોજીત્રા તાલુકાના દરેક ગામમાં બેઠક યોજીને ખેડૂતોને યોજનાની વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી, તેમજ સ્કાય યોજનામાં જોડાવા ઇચ્છતાં ખેડૂતોને તમામ મદદ મળી રહે તે માટે મંડળી દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેના પરિણામે હાલમાં 18 ગામના 388 ખેડૂતો સૌરઊર્જાથી પોતાની જરૂરિયાતની વીજળી મેળવવા સાથે વધારાની વીજળી વેચીને આવક મેળવી રહ્યા છે. જેની વિશેષતા એવી છે કે ખેડૂતોને 12 કલાક અવિરતપણે વીજળી પણ મળી રહે છે, જેનાથી હવે ત્રણ સીઝન પાક લઇ શકે છે તેમજ સિંચાઇના પાણીની પૂરતી સુવિધાના પગલે કમર્શિયલાઇઝ પાક પણ કરી રહ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

છેલ્લા ત્રણેક વર્ષમાં ખેડૂતો દ્વારા સૌરઊર્જાથી 3 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન કરવામાં આવતાં 1.80 કરોડ કિગ્રા કોલસાની બચત થયેલી છે. જેના કારણે 60 હજારથી વધુ વૃક્ષોને બચાવી શકાય છે.આમ મંડળીથી માત્ર ખેડૂતો જ નહીં સરકાર અને પર્યાવરણ માટે પણ આશીર્વાદરૂપ બની રહી છે.

ગામે ગામ સોલાર મંડળી સ્થાપવાનો નિર્ધાર

ચેરમેન તેજશ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં ઓરેન્જ ક્રાંતિ માટે કરાયેલી પહેલથી ખેડૂતો સોલરાઇઝેશનથી પોતાની વીજળીની જરૂરિયાત પૂરી કરી શકે અને વધારાની વીજળીનું વેચાણ કરીને આવકનો સ્ત્રોત ઉભો કરી શકે તે માટે ગામેગામ સહકારી દૂધ મંડળીઓની જેમ સોલાર મંડળીઓ સ્થાપવાનો નિર્ધાર કર્યો છે. જેની માટે ભારત સરકારના સંબંધિત મંત્રાલયમાં પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભવિષ્યમાં ૫ વર્ષ વીજળીનું બીલ ભર્યા બાદ 20 વર્ષ સુધી ગામડાઓ મફતમાં વીજળી મેળવી શકે તેવી યોજના ગુજરાત પાવર કોર્પોરેશન ડ્રાફ્ટ કરવા જઇ રહ્યા છીએ.

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">