AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand: આધુનિક સુવિધાથી સજ્જ સિવિલ હોસ્પિટલ નિર્માણ પામશે, લોકોને વધુ સુવિધા મળશે 

આણંદ ખાતે બનનાર સિવિલ હોસ્પિટલ ખાતે સારામાં સારી આધુનિક ટેકનોલોજીથી સજજ સુવિધા સભર હોસ્પિટલ બનાવજો. આ માટે જે કંઈ ખર્ચ થાય તે રાજ્ય સરકાર આપશે. હાલમાં આ હોસ્પિટલ બનાવવા પાછળ રૂપિયા 180 કરોડ જેટલી રકમની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવનાર છે આ હોસ્પિટલ ખાતે ઇલેક્ટ્રીકસીટીની બચત થાય તે માટે સોલાર રૂફટોપ લગાવવામાં આવશે

Anand: આધુનિક સુવિધાથી સજ્જ સિવિલ હોસ્પિટલ નિર્માણ પામશે, લોકોને વધુ સુવિધા મળશે 
anand general hospital
Dharmendra Kapasi
| Edited By: | Updated on: May 09, 2023 | 6:23 PM
Share

આણંદ (Anand)  ખાતે બનાવવામાં આવનાર અદ્યતન સિવિલ હોસ્પિટલનું(Civil Hospital)  ફાઉન્ડેશન ગ્રાઉન્ડ પ્લસ સાત માળ બને એવું રાખવામાં આવશે. જ્યારે હોસ્પિટલ ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બનાવવામાં આવશે. જેથી ભવિષ્યમાં જો વધુ મજલા બનાવવા હોય તો બની શકે તેવું ફાઉન્ડેશન શરૂઆતથી જ તૈયાર કરવામાં આવશે સિવિલ હોસ્પિટલ જે જગ્યા ઉપર બનવાની છે તે જગ્યાએ બંને સાઈડ પર રસ્તાઓ અને ભવિષ્યમાં એર એમ્બ્યુલન્સ માટે કૃષિ યુનિવર્સિટીમાં લેન્ડીંગની સુવિધા મળશે. સિવિલ હોસ્પિટલની બાજુમાં જ 50 બેડની આયુર્વેદિક હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. આ સિવિલ હોસ્પિટલ ખાતે કોર્પોરેટ હોસ્પિટલમાં જેવા અધ્યતન સાધનો હોય છે તેના કરતાં પણ વધુ લેટેસ્ટ સાધનો આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ બનશે.

 હોસ્પિટલમાં 240 બેડ, 45 આઈ. સી. યુ. બેડ અને 4 ઓપરેશન થિયેટરની સુવિધા પણ મળશે

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું છે કે આણંદ ખાતે બનનાર સિવિલ હોસ્પિટલ ખાતે સારામાં સારી આધુનિક ટેકનોલોજીથી સજજ સુવિધા સભર હોસ્પિટલ બનાવજો. આ માટે જે કંઈ ખર્ચ થાય તે રાજ્ય સરકાર આપશે. હાલમાં આ હોસ્પિટલ બનાવવા પાછળ રૂપિયા 180 કરોડ જેટલી રકમની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવનાર છે આ હોસ્પિટલ ખાતે ઇલેક્ટ્રીકસીટીની બચત થાય તે માટે સોલાર રૂફટોપ લગાવવામાં આવશે જેથી ગ્રીન હોસ્પિટલ બનશે. આણંદ ખાતે નિર્માણ પામનાર સિવિલ હોસ્પિટલ કુલ  29,761. 56  ચો.મીટરના જમીન વિસ્તારમાં તૈયાર થનાર સિવિલ હોસ્પિટલમાં 240 બેડ, 45 આઈ. સી. યુ. બેડ અને 4 ઓપરેશન થિયેટરની સુવિધા પણ મળશે. આયુર્વેદિક હોસ્પિટલમાં કુલ ૫૦ બેડ પંચકર્મની સુવિધા સાથે ઉપલબ્ધ થશે.

ઓપીડીની સુવિધા 10 બેડ ધરાવતું બર્ન વોર્ડ હશે

હોસ્પિટલ ખાતે 86 કાર પાર્કિંગ થાય તેવી સુવિધા પણ તૈયાર કરવામાં આવશે. હોસ્પિટલની ઇમારતના ઇમરજન્સી, રેડિયોલોજી, રજીસ્ટ્રેશન, ફાર્મસી, લેબર એરીયા અને ઓર્થોપેડિક,પીડીયાટ્રીક, ગાયનેક, જનરલ અને ડેન્ટલ સંલગ્ન ઓપીડી ઉપલબ્ધ થશે એનઆઇસીયુ માં 16  બેડ, પીઆઈસીયુ માં 6 બેડ, સાયકોલોજી ઓપીડી, ફિઝીયોથેરાપીડી ઓપીડી, સ્કીન ઓપીડી અને એનઆરસી ઓપીડીની સુવિધા 10 બેડ ધરાવતું બર્ન વોર્ડ, ૨૫ બેડ ધરાવતા આઈસીયુયુ અને એસઆઈસીયુ, 4 સ્પેશ્યલ રૂમ, ૪ ઓટી કોમ્પ્લેક્સની સુવિધા ઊભી કરવામાં આવશે આ ઉપરાંત 10  આઇસોલેશન વોર્ડ, 03 પ્રિઝનર વોર્ડ, બ્લડ બેંક, એડમીન ઓફીસ, કિચન અને ડાઇનિંગની વ્યવસ્થા ઊભી કરાશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">