Anand: પોલીસનાં હાથે ઝડપાઈ જવાથી બચવા પેડલરો હવે ડ્રગ્સના ઓનલાઇન કારોબાર તરફ, સાયબર ક્રાઇમે કર્યો ભાંડાફોડ

પકડાયેલા આરોપીઓ (Accused) યુવક યુવતિઓને વોટસએપ તથા સોશિયલ મિડીયાના અલગ-અલગ પ્લેટફોર્મ પરથી સંપર્ક કરતા હતા અને ગુગલ-પે મારફતે ઓનલાઇન પેમેન્ટ (Online payment) મેળવી એમ.ડી. ડ્રગ્સની ડીલીવરી કરતા હતા.

Anand: પોલીસનાં હાથે ઝડપાઈ જવાથી બચવા પેડલરો હવે ડ્રગ્સના ઓનલાઇન કારોબાર તરફ, સાયબર ક્રાઇમે કર્યો ભાંડાફોડ
ઓનલાઇન ડ્રગ્સ વેચનાર આરોપીઓ ઝડપાયા
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: May 31, 2022 | 4:59 PM

નશાનો વેપાર દિવસે દિવસે વધતો જઇ રહ્યો છે. નશાના કારોબાર ચલાવનારાઓએ હવે નશાના વેપારને ઓનલાઇન કરી દીધો છે. નશાના રવાડે ચઢાવી યુવાધનને બરબાદ કરતા માદક પદાર્થો હવે આરોપીઓ સોશિયલ મીડિયાના (Social media) માધ્યમથી વેચી રહ્યા છે. જો કે આવી પ્રવૃત્તિઓ ચાલતી હોવાની માહિતી મળતા આણંદ (Anand) જિલ્લા એસપીને મળી હતી. જેથી જિલ્લા એસપીએ આ ગુનાહિત પ્રવૃત્તિઓને શોધી કાઢવા અને અટકાવવા આણંદ સાયબર ક્રાઇમ પોલીસને (Anand Cyber ​​Crime Police) આપી હતી. જે પછી સાયબર ક્રાઇમે ઓનલાઇન એમ.ડી. ડ્રગ્સનો વેચાણ કરતા પેડલરોને રૂ.1.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

આણંદ આણંદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઓનલાઇનના અલગ અલગ પ્લેટફોર્મ જેવા કે વોટસએપ, ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, શેરચેટ, ટ્વીટર, સ્નેપચેટ જેવા માધ્યમો પર બાજ નજર રાખવામાં આવી રહી હતી. આ માધ્યમ સહિત પેમેન્ટ ગેટ-વે તથા વોલેટ ઉપર સતત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યુ હતું. જે પછી શંકાસ્પદ ડેટા લોગનું ટેકનીકલ એનાલીસીસ કરતા કેટલાક આરોપીઓને પકડવામાં આવ્યા હતા. આરોપીઓ આણંદ તેમજ વિદ્યાનગર, પેટલાદ વગેરે વિસ્તારમાં કોલેજીયન યુવક, યુવતિઓ તથા યુવાનોને ઓનલાઇન પેમેન્ટ લઇ એમ.ડી. ડ્રગ્સની ડીલીવરી કરતા હોવાનું સામે આવ્યુ. ટેકનીકલ એનાલીસીસ દ્વારા આરોપીઓને એમ.ડી. ડ્રગ્સ 8.900 ગ્રામ તથા કુલ મુદ્દામાલ રૂ.1.50 સાથે પકડી પાડ્યા હતા. એમ.ડી. ડ્રગ્સ પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ સાયબર ક્રાઇમ NDPS એકટ મુજબનો ગુનો દાખલ કર્યો છે.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી

પકડાયેલા આરોપીઓ યુવક યુવતિઓને વોટસએપ તથા સોશિયલ મિડીયાના અલગ-અલગ પ્લેટફોર્મ પરથી સંપર્ક કરતા હતા અને ગુગલ-પે મારફતે ઓનલાઇન પેમેન્ટ મેળવી એમ.ડી. ડ્રગ્સની ડીલીવરી કરતા હતા. આ એમ.ડી. ડ્રગ્સને 1 ગ્રામ દીઠ એક પાઉચ (પ્લાસ્ટીકની નાની થેલી) ની કિંમત રૂ.10 હજાર લેખે વેચવામાં આવતું હતું. આરોપીઓ પોલીસ પકડથી અને કડક કાર્યવાહીથી બચવા ડ્રગ્સને આ પ્રકારના નાના નાના પાઉચોમાં પેક કરી વેચાણ કરતા હોય છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પ્રકારના વેચાણમાં ઓળખ છતી ન થાય તે માટે સોશિયલ મિડીયાના ટેલીગ્રામ પર ઓનલાઇન ચેનલ બનાવી પણ ડ્રગ્સનું વેચાણ કરવામાં આવે છે. આ એમ.ડી. ડ્રગ્સમાં મેફેડ્રોન, એમ્ફેટેમાઇન, અમ્ફેટેમાઇન ડેરીવેટીવ્સ, કે. એફેડ્રીન નામના નશા કારક સીન્થેટીક ડ્રગ્સની હાજરી હોય છે.

પકડાયેલા આરોપીઓ

સાયબર ક્રાઇમે પોતાના આ ઓપરેશનમાં પેટલાદના સાજીદ ઉર્ફે અરબડી ડોસુખાન પઠાણ અને માહીરોદ્દીન ઉર્ફે ડબ્બી મનુમીંયા શેખની ધરપકડ કરી છે. જોકે આરોપી સાજુખાન પઠાણ ઉર્ફે ઇસ્માઇલ ઘાંચી નામનો અમદાવાદનો આરોપી હજુ પણ ફરાર છે.

g clip-path="url(#clip0_868_265)">