GANDHINAGAR : પ્રમુખ, પ્રભારી અને વિરોધ પક્ષના નેતાની નિમણૂંક અંગે ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠક મળી
આ ત્રણ પદો પર જલ્દીથી જ નિમણૂંક માટેહાઇકમાન્ડને રજુઆત કરવા માટે દિલ્હી જવાની તૈયારી પણ ધારાસભ્યોએ દર્શાવી છે.
GANDHINAGAR : ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના નિવાસસ્થાને કોંગ્રેસ ધારાસભ્યોની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ધારાસભ્યો અને નેતાઓ વચ્ચે મિટિંગમાં પ્રદેશ સંગઠન મુદ્દે થઈ ચર્ચા.
સાડા પાંચ વાગ્યે શરૂ થયેલી બેઠક 9.30 વાગ્યા સુધી એટલે કે 4 કલાક સુધી ચાલી હતી.આબેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી અને ભરતસિંહ સોલંકી, મધુસુદન મિસ્ત્રી અને અર્જુન મોઢવાડીયા સહિતના નેતાઓ હાજર રહ્યા.ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખના પદ માટે નિર્ણય તાત્કાલિક લેવાય એવો એક સુર બેઠકમાં ચર્ચાયો હતો.
આ ત્રણ પદો પર જલ્દીથી જ નિમણૂંક માટેહાઇકમાન્ડને રજુઆત કરવા માટે દિલ્હી જવાની તૈયારી પણ ધારાસભ્યોએ દર્શાવી છે. આ બેઠકમાં થયેલી ચર્ચાના આ મુદ્દાઓ કોંગ્રેસના સિનિયર નેતા (મધુસુદન મિસ્ત્રી) હાઇકમાન્ડ સમક્ષ મૂકે એવી સહમતિ બની છે.
2022 ની ચૂંટણી માટે સંગઠનમાં પરિવર્તન કરવું કે હાલના જ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા રાખવા એ અંગે પણ હાઇકમાન્ડ નિર્ણય કરે એવો એક સુર ઉઠ્યો. આ બેઠકમાં ચર્ચા દરમિયાન આ પણ વાત સામે આવી કે પ્રશાંત કિશોરને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવે.
બેઠકમાં ચર્ચા થઇ કે ભાજપ સરકારના સફળ 5 વર્ષની ઉજવણી થઈ પરંતુ જનતા સરકારથી ખુશ નથી.કોંગ્રેસનો ભાજપ સરકારની ઉજવણી સામે વિરોધમાં જનતાના મનમાં કોંગ્રેસ માટે વિશ્વાસ ઉભો થયો એવી પણ ચર્ચા થઇ.