મુખ્યમંત્રીનો શહેરી વિસ્તારમાં જન સુખાકારીનો મહત્વપૂર્ણ નિર્ણય, ધારાસભ્ય દીઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે

આણંદ નગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે પાણી પૂરવઠા યોજનાના ૧૩૦ કરોડના કામો મંજૂર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, માત્ર પાતાળ કૂવાનો જ જળસ્ત્રોત ધરાવતા આણંદ નગરને મળશે પાણીનો વૈકલ્પિક સ્ત્રોત

મુખ્યમંત્રીનો શહેરી વિસ્તારમાં જન સુખાકારીનો મહત્વપૂર્ણ નિર્ણય, ધારાસભ્ય દીઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે
An important decision of the Chief Minister for public welfare in urban areas, a grant of Rs. 2 crore per MLA will be allotted
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 4:10 PM

રાજ્યના શહેરી વિસ્તારના ધારાસભ્યોને શહેરી ક્ષેત્રોમાં માર્ગ મરામત-માર્ગ વિકાસના કામો માટે ૨૦૨૧-૨૨ ના વર્ષમાં ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને ધારાસભ્ય દીઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના શહેરી મત વિસ્તાર ધરાવતા આવા ૩૫ ધારાસભ્યો-જન પ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દિઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે.

મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તનો સકારાત્મક પ્રતિસાદ આપતાં ભૂપેન્દ્ર પટેલે આ જન સુવિધાલક્ષી નિર્ણય કર્યો છે. ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આણંદ નગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે પાણી પૂરવઠા યોજનાના ૧૩૦ કરોડના કામો મંજૂર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, માત્ર પાતાળ કૂવાનો જ જળસ્ત્રોત ધરાવતા આણંદ નગરને મળશે પાણીનો વૈકલ્પિક સ્ત્રોત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ નગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે પાણી પુરવઠાના કામો માટે ૧૩૦.૩૫ કરોડના કામોને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. આણંદ નગરપાલિકાની પ્રવર્તમાન પાણીની જરૂરિયાત ૩૭.૭૦ એમ.એલ.ડી છે અને ૨૪ એમ.એલ.ડી પાણી પુરું પાડવામાં આવે છે. એટલું જ નહિ, માત્ર પાતાળ કૂવાનો જ જળસ્ત્રોત ધરાવતા આણંદ માટે હવે આ સૂચિત યોજનામાંથી મહી નદીમાંથી ઈનટેક અને રાઈઝિંગ મેઈન દ્વારા પાણી અપાશે. મુખ્યમંત્રીએ આણંદ નગરની આગામી ૨૦૫૦ ના વર્ષની અંદાજિત વસ્તીની ૭૮.૩૩ એમ.એલ.ડી. પાણીની જરૂરિયાત ધ્યાનમાં રાખીને આ મહત્વાકાંક્ષી યોજના માટેની સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.

આ પણ વાંચો : Agnes Tirop : વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2 મેડલ જીતનાર સ્ટાર ખેલાડીની હત્યા, ટોક્યો ઓલિમ્પિકમાં 4થા સ્થાને રહી હતી, પતિએ છરીના ઘા માર્યા!

આ પણ વાંચો  : Vadodara : ગાંધીજી અને નહેરું અંગે વિવાદીત ટિપ્પણી કરનાર શિક્ષક સસ્પેન્ડ, શિક્ષકનો વીડિયો થયો હતો વાયરલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">