AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજુલા વિજપડી રોડ પર કોન્ટ્રાક્ટરે આડેધડ ખોદકામ કરી દેતા વધ્યા અકસ્માતો, અનેક ફરિયાદ છતા કોઈ કાર્યવાહી ન કરાતા મામલો CM સુધી પહોંચ્યો

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા વિજપડી રોડ ઉપર પાઇપ લાઇન નાખનાર કોન્ટ્રાકટર દ્વારા માર્ગ મકાન વિભાગનો માર્ગ તોડી પાડતા સ્થાનિકોમાં આક્રોશ વાંરવાર રજુઆત કરવા છતા નહિ સાંભળતા સ્થાનિક આગેવાનો દ્વારા ગાંધીનગર રાજય સરકારના મુખ્યમંત્રી સુધી આ મુદ્દો પોહચાડયો એજન્સી સામે કાર્યવાહી કરવા ઉગ્ર માંગ ઉઠી.

રાજુલા વિજપડી રોડ પર કોન્ટ્રાક્ટરે આડેધડ ખોદકામ કરી દેતા વધ્યા અકસ્માતો, અનેક ફરિયાદ છતા કોઈ કાર્યવાહી ન કરાતા મામલો CM સુધી પહોંચ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2025 | 4:20 PM
Share

અમરેલીમાં ધારતવરડી ડેમમાંથી પીવાના પાણીની પાઈપલાઈન નાખવા માટેની મંથર ગતિએ કામગીરી ચાલી રહી છે. એક તરફ કોન્ટ્રાક્ટરે રોડ આડેધડ ખોદી નાખતા વિવાદ સર્જાયો છે. સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતા કોન્ટ્રાક્ટર કોઈનું સાંભળવા તૈયાર નથી. પાઈપલાઈન નાખવા માટે એક સાઈડથી રોડ પર મોટા મોટા ખાડા કરી દેવામાં આવ્યા છે અને રસ્તા પર કોઈ ચેતવણીના બેરિકેડ્સ પણ મુકવામા આવ્ય નથી. જેના કારણે અકસ્માતો વધ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર માથાભારે હોવાથી તેની સામે કોઈ કાર્યવાહી કરાઈ રહી નથી. આડેધડ રોડ ખોદી નાખવાને કારણે મોટી ગટરની સાથે માર્ગ મકાન વિભાગને પણ નુકસાન પહોંચાડ્યુ છે. છતા કોઈ કાર્યવાહી નહીં કરાતા ભારે નારાજગીનો માહોલ આ વિસ્તારમાં ઉભો થયો છે.

અનેક રજૂઆતો બાદ GUDC વિભાગના વી.સી.પ્રોજેકટ એન્ડ ઇનફા પ્રા.લી નામની ખાનગી કંપની દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ પોતાના મનસ્વી વર્તનના કારણે વધુ વિવાદ વધ્યો છે કોન્ટ્રાકટરની ગંભીર ભૂલ હોવાથી અકસ્માતોની ઘટના વધી રહી છે વાહન ચાલકો સહિત ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બીજી તરફ આ રજૂઆતો કોન્ટ્રાકટર દ્વારા નહિ સાંભળતા રાજુલા માર્કેટીંગ યાર્ડ ચેરમેન જીજ્ઞેશ પટેલ દ્વારા આ મુદ્દો રાજય સરકારના મુખ્યમંત્રી સુધી પોહચાડવા આવ્યો છે જેમા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ પત્ર મારફતે રજૂઆતો કરવામાં આવી છે.

કોન્ટ્રાકટર દ્વારા માર્ગ મકાન વિભાગના માર્ગને નુકસાન કરતા રાજુલા માર્ગ મકાન વિભાગ દ્વારા સ્થળ ઉપર વિજીટ કરી GUDC વિભાગને નોટિસ ફટકારી કામગીરી બંધ કરવા સૂચના આપી હોવા છતા આજ સુધી કોઈ પાલન કરતું નથી. ત્યારે સવાલ એવા પણ ઉઠી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર પર કોની મીઠી નજર છે કે તે ગાંઠતો નથી અને મનસ્વી રીતે વર્તી રહ્યો છે.

વિકસીત ગુજરાતનો ઝોળીમાં ઝૂલતો વિકાસ, ખરાબ રસ્તાને કારણે ઈજાગ્રસ્ત પ્રસુતાને ઝોળીમાં લઈ જવા લાચાર પરિવાર- જુઓ Video

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">