AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Monsoon 2022: આજથી પાંચ દિવસ માટે ગીર સોમનાથ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, વાવણી માટે યોગ્ય સમય

આજથી રાજ્યમાં ગીર સોમનાથ (Gir Somnath)સહિત અમરેલી અને અમદાવાદમાં આજથી પાંચ દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે આ વરસાદને પગલે ખેડૂતો વાવણી કરી શકે છે

Gujarat Monsoon 2022: આજથી પાંચ દિવસ માટે ગીર સોમનાથ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, વાવણી માટે યોગ્ય સમય
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 8:35 AM
Share

Gujarat Monsoon 2022: રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં સારો વરસાદ લાવે તેવી સિસ્ટમ અરબી સમુદ્રમાં તૈયાર થઈ છે જેને પરિણામે આગામી બે દિવસ સારો વરસાદ (Rain)થઈ શકે  છે. વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહેલા ગુજરાતના ખેડૂતો (Farmer)માટે સાારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં આગામી 5 દિવસમાં સારો વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે હાલમાં અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી સમગ્ર ગુજરાતમાં સારા વરસાદની શકયતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. આ વરસાદને પગલે ખેડૂતો મગફળી  સહિતના પાકની વાવણી માટે શરૂઆત કરી શકે છે.

આજે થશે વરસાદ

today rain forecast

  1. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ  અને જામનગરમાં વરસાદ પડશે.
  2. ઉતર ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને ડીસામાં પણ મેઘમહેર થશે.
  3. તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શકયતા છે.
  4. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત અને તાપી તથા ડાંગમાં વરસાદ ખાબકી શકે છે.

માછીમારોને દરિયામાં ન જવા આપવામાં આવી છે સૂચના

રાજ્યમાં જામતા ચોમાસા વચ્ચે માછીમારોને 14થી 17 જૂન સુધી દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 15 જૂન સુધી રાજ્યમાં ખાસ કરીને મૂળ દ્વારકા, ભાવનગર વેરાવળ, દીવ, જાફરાબાદ, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણના દરિયામાં ન જવા માટે માછીમારોને સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જૂન સુધી અહીં 40-50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છેમજ પવનની ગતિ 60 કિલોમીટર સુધીની થઈ શકે છે. ખાસ કરીને 16 જૂનના રોજ ભાવનગર , ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટરથી માંડીને 50 કિલોમીટર સુધીની રહેશે. જ્યારે 14 જૂનથી 17 જૂન સુધી 40થી માંડીને 60 કિમીની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાઈ શકે છે.

અમરેલીમાં કોઝ વે પર ફરી વળ્યું પાણી

ગત રોજ અમરેલીમાં અમરેલીના ધારી, ગીર અને ગ્રામ્ય વિસ્તારમાં તેમજ  ડાભાળી જીરા, દેવળા, નાગધ્રા, વિરપુર, માધુપુર, સરસીયા, લાખાપાદર સહિતના ગામોમાં વરસાદ આશરે  અઢી ઈંચ કરતાં વધુ વરસાદ થયો  હતો તેને  પરિણામે નદી-નાળા છલકાઈ ગયા હતા અને  ભારે વરસાદના પગલે નાગધ્રા ગામની સ્થાનિક નદીમાં નવા નીરની આવક થઈ  હતી. પાણીની આવકને પગલે માધુપુર કોઝવે પર પાણી ફરી વળ્યું  હતું.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">