AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રમઝાન માસમાં લતા મંગેશકર સાથે ઓસમાણ મીરે કરી હતી વાત, વાંચો લતાજીએ શું કહ્યું હતું ઓસમાણ મીરને

લતાજીના નિધનના સમાચાર બાદ ઓસમાણ મીરે તેમની સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં, તેમણે છેલ્લે રમજાન માસમાં લતાજી સાથે કરેલી વાત યાદ કરી હતી જેમાં તેમણે પોતાના પુત્ર દ્વારા ગાયેલા એક ગીત માટે લતાજી પાસેથી આશીર્વાદ માગ્યા હતા

રમઝાન માસમાં લતા મંગેશકર સાથે ઓસમાણ મીરે કરી હતી વાત, વાંચો લતાજીએ શું કહ્યું હતું ઓસમાણ મીરને
Osman Mir with Lata Mangeshkar (file photo)
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 06, 2022 | 1:52 PM
Share

ભારત રત્ન લતા મંગેશકર (Lata Mangeshkar) નું આજે નિધન થયુ હતું. તેમના નિધનથી દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. દેશવાસીઓ અને કલાકારો આજે લતાજીને યાદ કરીને શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે. ગાયક કલાકાર ઓસમાણ મીર (Osman Mir) એ લતાજી સાથે રમઝાન (Ramadan) ના પવિત્ર માસમાં વાત કરી હતી અને તેના ખબર અંતર પૂછ્યા હતા.

લતાજીના નિધનના સમાચાર બાદ ઓસમાણ મીરે તેમની સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. તેમણે છેલ્લે રમઝાન માસમાં લતાજી સાથે કરેલી વાત યાદ કરી હતી જેમાં તેમણે પોતાના પુત્ર દ્વારા ગાયેલા એક ગીત માટે લતાજી પાસેથી આશીર્વાદ માગ્યા હતા.

લતા દીદી સાથેની ઓસમાણ મીરની વાતના અંશો

લતાજીઃ- હેલો, આદાબ

ઓસમાણ મીરઃ-આદાબ, પ્રણામ દીદી

લતાજીઃ-કૈસે હૈ આપ ?

ઓસમાણ મીરઃ-મેરી તબિયત અચ્છી હૈ,આપકી તબિયત કૈસી હૈ ?

લતાજીઃ-અભી ઠીક હું.

ઓસમાણ મીરઃ-હમ આપકે લીએ દુઓ માંગતે હૈ.

લતાજીઃ-આપ કી દુઆ હી કામ આ રહી હૈ.

ઓસમાણ મીરઃ-મેં ઔર મેરી ફેમિલી રોજ આપ કે લીએ દુઆ કરતે હૈ,મેને ઓર મેરે બેટેને આપ કે લીએ સોંગ તૈયાર કીયા હૈ,આપ કે આર્શિવાદ ચાહીએ,

લતાજીઃ-જી,આપ કે રૌજે ચલ રહે હૈ,આપકો બહુત શુભકામનાએ રમઝાન કે પવિત્ર માસ મેં આપ સે બાત હો રહી હૈ.

ઓસમાણ મીરઃ-આપ સે બાત કરકે બહુત અચ્છા લગા.

લતાજીઃ- મુજે ભી આપસે બાત કરકે અચ્છા લગા,આપ ઘરમેં સબકો મેરી તરફ સે બધાઇ ઔર પ્રણામ કહેના.

ઓસમાણ મીરઃ-જરૂર જરૂર દીદી હમ આપ કે લીએ દુઓ કરતે હૈ, રમઝાન કે મહિને મેં આપ સ્વસ્થ રહે આપકી તંદુરસ્તી બની રહે,મેરા બેટા આમીર ભી ગાના શીખ રહા હૈ, આપ આશીર્વાદ દીજીએ, હમ દોનોને આપ કે એક ગાને કો અલગ તરીકે સે ગાયા હૈ, એક પ્રયાસ કીયા હૈ, આપ કે ચરણો મેં યે ગાના ભેજા હૈ.

લતાજીઃ-રમઝાન કે મહિને મેં આપસે બાત હુઇ, યે અચ્છી બાત હૈ, મુંજે વિશ્વાસ હૈ કે આપ કા બેટા અચ્છા ગાયેંગા, આપ ઔર આપકા પરિવાર ખુશ રહે.

લતાજીએ રેડિયોમાં પણ ગીત ગાયુંઃ ગાર્ગી વોરા

લતાજીએ અલગ અલગ ભાષાઓમાં અલગ અલગ રાગમાં ગીતો ગાયા છે ત્યારે રાજકોટના કવિરાજ ભાસ્કર વોરાની હૈયાને દરબાર ગીત રેડિયો માટે ગાયું હતું.આજે લતાજી હયાત નથી ત્યારે તેમને યાદ કરતા ભાસ્કર વોરાની પૌત્રી ગાયિકા ગાર્ગી વોરા શ્રધ્ધાંજલિ પાઠવે છે અને પોતાના પરિવાર માટે ગર્વની લાગણી અનુભવે છે.

આજે પણ એ મેરે વતન કે લોગો ગીત દરેક ગ્રાઉન્ડમાં ગુંજે છેઃ સાંઇરામ

લતાજીને શ્રધ્ધાંજલિ આપતા સાંઇરામ દવેેએ કહ્યું હતું કે વસંતપંચમીના બીજા જ દિવસે સરસ્વતીમાં જેમના ખોળામાં બિરાજે છે તેઓનું નિધન થાય તે પણ એક સંયોગ છે.તેમના થકી તેમને ગાયેલા ગીતો ગાયને લાખો કલાકારોનું પેટ રળ્યું છે,એ મેરે વતન કે લોગો ગીત આજે દેશના ખૂણે ખૂણામાં ગુંજી ઉઠે છે ત્યારે તેમની આત્માને શ્રધ્ધાજલિ પાઠવીએ છીએ.

આ પણ વાંચોઃ  ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર ગુજરાતી કલાકારોએ શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચોઃ Inside story: IPS અધિકારીઓની બદલી પહેલા લેટર બોમ્બ થકી રાજકોટ પોલીસ કમિશનરનું રાજકીય “એન્કાઉન્ટર” કરાયું?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">