ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર ગુજરાતી કલાકારોએ શોક વ્યક્ત કર્યો

લતા મંગેશકરના નિધનથી ગુજરાતના કલાકારોમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઇ છે, કલાકારો શોક સંદેશા પાઠવી લતાજીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, પ્રફૂલ દવે, માયાભાઈ આહીર, હોમાંગ વ્યાસ, પાર્થ ઓઝા સહિતના કલાકારોએ લતાજીના નિધન પર શોક સંદેશ પાઠવ્યો છે

ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર ગુજરાતી કલાકારોએ શોક વ્યક્ત કર્યો
Lata Mangeshkar (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 12:29 PM

લતા મંગેશકર (Lata Mangeshkar) ના નિધનથી ગુજરાતના કલાકારો (Gujarati artists)માં પણ શોક ફેલાઈ ગયો છે. કલાકારો શોક સંદેશા પાઠવી લતાજીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. પ્રફૂલ દવે, માયાભાઈ આહીર, હોમાંગ વ્યાસ, પાર્થ ઓઝા સહિતના કલાકારોએ લતાજીના નિધન પર શોક સંદેશ પાઠવ્યો છે.

ગુજરાતી કલાકારોએ લતાજીને પોતાના પ્રેરણાસ્રોત ગણાવ્યાં છે. લતાજીએ ઘણાં બધાં ગુજરાતી ગીતો (Gujarati songs) પણ ગાયાં છે. તમામ કલાકારો એવું કહે છે કે લતાજીની વિદાયથી મોટી ખોટ પડી છે. જે ભરી શકાય તેમ નથી. લતાજીએ માત્ર ગુજરાતી અને હિન્દી જ નહીં પણ દેશની લગભગ 15 જેટલી ભાષામાં ગીતો ગાયાં છે.

લતાજીનું નિધન થયું નથી, માત્ર સદેહે આપણી વચ્ચે નથીઃ પ્રફુલ દવે

લતા મંગેશકર એ શ્વર સાથે જોડાયેલાં હતાં તેથી તેમનું નિધન નથી થયું કેમ કે શ્વરનું ક્યારેય મૃત્યુ થતું નથી. શ્વર એ ઇશ્વરનું સ્વરૂપ છે. જેમ ઇશ્વરનું ક્યારેય મરણ ન થાય તેમ શ્વરનું મરણ નથી થતું. છતાં વાસ્તવિકતા એ છે કે સદેહે લતાજી હવે આપણી વચ્ચે નથી. તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાની જરૂર નથી કેમ કે જેણે સ્વરને સાધ્યો છે  તેનું સ્થાન ઇશ્વરના ચરણમાં જ હોય છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ભગવાનને એક સૂરની જરૂર પડી હશેઃ માયાભાઈ

ભારતનો સૂર તૂટ્યો હોય તેવો કલાજગતને આઘાત લાગ્યો છે . વસંતપંચમીની રાત્રે ભગવાને જાણે સરસ્વતીના એક સૂરની જરુર પડી હોય તેમ તેમને બોલાવ્યા છે. સમગ્ર ભારત માટે આ મોટામાં મોટો આઘાત છે. આ સૂર ભારતને પાછો ક્યારે મળે તે માટે માતાજી પાસે પ્રાર્થના કરું છું.

સંગીત માટે સૌથી મોટા પ્રેરણાશ્રોત હતાંઃ હેમાંગ વ્યાસ

ગાયક હેમાંગભાઈ વ્યાસે પણ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કલા જગત માટે મોટી ખોટ પડી છે. તે સંગીત માટે સૌથી મોટા પ્રેરણાશ્રોત હતાં. તેમના જેવાં ગાયિકા કોઈ થયાં નથી અને ભવિષ્યમાં પણ થશે કે કેમ તે શંકા છે.

લતા મંગેશ્કર એ સંગિતનો દરિયો હતાંઃ પાર્થ ઓઝા

લતા મંગેશકર એ સંગીતનો દરિયો હતાં, તેમણે દેશને અમુલ્ય ગીતો આપ્યો અને સંગીત પર અઢળક પ્રેમ વરસાવ્યો હતો. તેમના આશીર્વાદ જાણતા અજાણતા દરેક કલાકાર પર હોય છે. તેના નિધનથી સમગ્ર દુનિયાને ખોટ પડી છે. હું તો તેમના માતા સરસ્વતીનો અવતાર જ ગણતો હતો.

લતાજી સાક્ષાત સરસ્વતીનું રૂપ હતાં : મેહુલભાઈ સુરતી

લતાજીને સાક્ષાત સરસ્વતીનું રૂપ કહી શકાય. તેમણે ઘણા ગુજરાતી ગીતો પણ ગાયાં છે. તેનો અવાજ પણ એટલો મધુર હતો કે તે બોલતાં હોય તો પણ તે ગાઈ રહ્યાં હોય તેવું લાગતું હતું. આ ખોટ પૂરી શકાય તેવી નથી.

આ પણ વાંચોઃ Surat: TMC સાંસદ મહુઆ મોઇત્રાએ સંસદમાં કરેલી જૈન સમાજ પરની ટિપ્પણીનો વિરોધ, જૈન સમાજે માફીની કરી માગણી

આ પણ વાંચોઃ અમદાવાદીઓને મળ્યુ નવુ નજરાણુ, હવે સાયન્સ સિટીમાં પણ હેલિકોપ્ટર જોયરાઈડ સેવા શરૂ

g clip-path="url(#clip0_868_265)">