અમરેલીમાં વીજચોરી કરતા તત્ત્વો સામે કસાયો ગાળિયો, પોલીસ અને PGVCLની સંયુક્ત ટીમે 6 ગેરકાયદેસર કનેક્શન કાપી ફટકાર્યો દંડ
અમરેલી જિલ્લામા ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તોફાની તત્વોને ડામવા પોલીસ અને PGVCLની સંયુક્ત ટીમોના દરોડા કરી 6 ગેરકાયદેસર કનેક્શન કાપી રૂ.4,75,000નો દંડ ફટકાર્યો. ખાંભા પોલીસે વિજવિભાગને સાથે રાખી મોટી કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલી જિલ્લામાં તોફાની તત્વોનું લિસ્ટ તૈયાર કરી ગુન્હેગારો સામે તવાઈ બોલાવાઈ રહી છે. જેમા અસામાજિક તત્વો સામે રહેણાંક મકાનોમાં પીજીવીસીએલની ટીમો સાથે રાખી પોલીસએ કાર્યવાહી હાથ ધરી છે જેમાં અમરેલી,રાજુલા,જાફરાબાદ, ખાંભા,સાવરકુંડલા,પીપાવાવ સહિત તાલુકા વિસ્તારમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં તોફાની તત્વોના રહેણાંક મકાન ઉપર દરોડા કરી ચેકીંગની કામગીરી કરી ગેરકાયદેસર કનેક્શન મીટર વગરના લોકો સામે વીજકનેશન કટ કરી દંડની કાર્યવાહી ગુન્હા નોંધવા સુધીની કાર્યવાહી હાથ ધરી છે.
વિજચેકીંગ દરમ્યાન દંડની કાર્યવાહી કરી
ખાંભા તાલુકામાં પીજીવીસીએલની ટીમ સાથે દરોડા પાડવામાં આવ્યા જેમા ખાંભાના નાની ધારી ગામમાં પ્રતાપભાઈ મધુભાઈ માંજરીયા તેમના ઘરે વીજ ચોરી કરતા હોવાથી ચોરીનો ગુનો નોંધી 1 લાખનો દંડ ફટકાર્યો,રણજીતભાઈ ધીરૂભાઈ રેનાની ધારી તેના ઘરે રેડ કરી ચેકીંગ કરતા મીટર વગર ડાયરેકટ વીજ પોલથી ચોરી કરતા ચોરીનો ગુન્હો નોંધી 80 હજાર કરતા વધુનો દંડ ફટકાર્યો. કોટડા ગામના ભરતભાઈ ગભરૂભાઈ વાળાના સામે વિજચોરીનો ગુન્હો નોંધ્યો. મીટર ઘરે રાખી વીજ ચોરી બદલ 1 લાખનો દંડ ફટકાર્યો અને કોટડા ગામના પ્રતાપ ગભરૂભાઈ વાળાના ઘરે મીટર વગર વીજચોરી કરી ચોરીનો ગુન્હો નોંધી 50 હજારનો દંડ ફટકાર્યો. કોટડા ગામના અનિરૂદ્ધ ઉર્ફે કાનો ભાભલુભાઈ વાળા તેના ઘરે મીટર વગર વીજચોરી કરતા ચોરીનો ગુન્હો નોંધી 25 હજારનો દંડ ફટકાર્યો. મોટા બારમણ ગામના દેવશીભાઈ કાનાભાઈ વાઢેરના ઘરે ગૌશાળામાં મીટર હતું પરંતુ વીજચોરી કરતા વિજચોરીનો ગુન્હો નોંધી જેમાં 50,હજારનો દંડ ફટકાર્યો. કુલ 6 ઇસમોને રૂ.4,75,000નો દંડ ફટકારતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
ગુનેગારોના લિસ્ટ પ્રમાણે સતત દરોડા
ગુનેગારોના લિસ્ટ મુજબ પોલીસ અને પીજીવીસીએલની ટીમો સાથે રાખી રહેણાંક મકાનો ઉપર દિવસભર દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર કનેશન કટ કરી ગુન્હો નોંધી વિજવીભાગના નિયમો પ્રમાણે દંડ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરી.
કાર્યવાહી કરતી ટીમો ઉપર SPનું સતત મોનીટરીંગ
જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિઓ તોફાની તત્વો સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સીધી દેખરેખ હેઠળ કાર્યવાહી ડી.વાય.એસ.પી.એ.એસ.એસપીના માર્ગદર્શન હેઠળ દરેક થાણા અધિકારીઓ સતત દરોડા પાડી કાર્યવાહી કરી રહ્યા છે આગામી દિવસોમા હજુ પણ પોલીસ વધુ કડક કાર્યવાહી કરશે.