Breaking News: V.V. Vaghasiya Death: રાજ્યકક્ષાના પૂર્વ કૃષિમંત્રી અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય વી.વી. વઘાસિયાનું માર્ગ અકસ્માતમાં અવસાન
Amreli: રાજ્યકક્ષાના પૂર્વ કૃષિમંત્રી અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય વી. વી. વઘાસિયાનું માર્ગ અકસ્માતમાં અવસાન થયુ છે. અમરેલીના શેલણા- વંડા વચ્ચે કાર અને JCB વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા પૂર્વ ધારાસભ્ય વઘાસિયાનું અવસાન થયુ છે.
રાજ્યકક્ષાના પૂર્વ કૃષિમંત્રી અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય વી.વી.વઘાસીયા (V.V. Vaghasia) નું માર્ગ અકસ્માતમાં અવસાન થયુ છે. અમરેલીના શેલણા-વંડા વચ્ચે કાર અને JCB વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં વઘાસીયાનું અવસાન થયુ છે. અકસ્માતની જાણ થતા રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. પૂર્વ રાજ્યકક્ષાના મંત્રીના અવસાનના સમાચાર મળતા રાજકીય જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. વી.વી.વઘાસીયાના અકસ્માતના સમાચાર સાંભળતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફેલાયુ છે.
તેમના સમર્થકો પણ ઘેરા આઘાતમાં સરી પડ્યા છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. વી.વી. વઘાસિયાના મૃતદેહને પીએમ અર્થે સાવરકુંડલા સરકારી હોસ્પિટલે ખસેડાયો છે. તેમના મૃત્યુના સમાચાર મળતા જ તમામ રાજકીય અને સામાજિક આગેવાનો સાવરકુંડલા પહોંચી રહ્યા છે.
ભાજપાના વરિષ્ઠ નેતા અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી વી.વી. વઘાસિયાજીના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું.
ઈશ્વર પરમ આત્માને ચિર શાંતિ પ્રદાન કરે એવી પ્રાર્થના. pic.twitter.com/UIjnOW8SnW
— Kaushik Vekariya (@ikaushikvekaria) May 18, 2023