AMRELI : અમરેલીમાં નિવૃત પીઆઈએ છરીના ઘા ઝીંકી પુત્ર વધુની હત્યા કરી. હત્યા કર્યા બાદ કાવતરું રચી કરાયેલી હત્યાને આત્મહત્યા બતાવવાનો પ્રયાસ કર્યો. જો કે ડોકટરી પુરાવા તેમજ CCTVએ નિવૃત પીઆઇ તેમજ તેમના પરીવારજનોની પોલ છતી કરી નાખી. પોલીસે આરોપી પીઆઇ તેમજ તેના પરિવારજનોને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો
અમરેલીના સહજાનંદ નગર વિસ્તારમાં રહેતી મહિલાએ ગત તારીખ-6ના રોજ પરણીતા પૂનમબેન વાઘેલાએ પોતાના મકાનમા બ્લડ પ્રેશરની બીમારીથી કંટાળી પોતાની જાતે છરીના ઘા માર્યા હોય અને તેમને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડયા હતા.તો બાદમાં ત્યાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાય હતા જ્યાં તેમનું તારીખ-8ના રોજ મોત નીપજ્યું હતું અને પરિવારજનોએ આત્મહત્યા કરી હોવાનું પોલીસમાં લખાવ્યું હતું.
જો કે બાદમાં ઉંડાણ પૂર્વક તાપસ દરમિયાન આ ઘટનામાં પીએમ રિપોર્ટમાં ડોકટર દ્વારા લખ્યું હતું કે કોઈ વ્યક્તિ પોતાની જાતે આટલા ઊંડા ઘા કરી શકે નહી તેવો અભિપ્રાય આપ્યો હતો.જેથી આજુ-બાજુની જગ્યામાં લાગવાયેલ CCTV ફુટેજમાં મૃતકના સસરાની મૃતકના ઘરે હાજરી તેમજ મૃતકના પરિવારજનોની પરિવારજનોની દિનચર્યા જોઈ શંકા ઉપજાવી હતી અને મૃતકના ભાભીએ પણ આ હત્યા હોવાની ફરિયાદ કરી હતી અને તેમના ફોન પર પણ તેમની પુત્રીને લઈ જવાનું કહ્યું હતું જેથી પોલીસે તપાસ કરતા સંગે ઘટના આત્મ હત્યા નહિ પરંતુ હત્યા હોવાનું ખુલ્યું હતું.
આ ઘટનામાં પુત્રવધુની હત્યા તેમના જ સસરા અને નિવૃત પીઆઇ ગિરીશ વાઘેલાએ કરી હોવાનું સામે આવ્યું છે, તો મહિલાના પતિ દેવેન્દ્ર વાઘેલા અને સાસુ મધુબેન વાઘેલા પણ હત્યામાં સામેલ હોય અને કાવતરું રચ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઘર કંકાસ અને મહિલાના પતિ દેવેન્દ્ર વાઘેલાના અન્ય મહિલા સાથેના એફેર જે તેમના પત્ની પુનમબેનનેને ન ગમતું હોય જેથી ઝઘડાઓ થતા થોડાં દિવસો પહેલાં મૃતક મહિલા ઘર છોડીને પણ જતા રહ્યા હોય અને બાદમાં ઘરે પરત આવી ગયા હોવાના પણ બનાવો બન્યા છે. જેના પરિણાંમેં તેમના પતિ,સાસુ અને સસરાએ હત્યા નિપજાવી હોય તેવું સામેં આવ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતની કોરોના રસીકરણ ક્ષેત્રે વધુ એક સિધ્ધિ, વેકસિનેશનના ચાર કરોડ ડોઝની કામગીરી પૂર્ણ