Banaskantha : બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપનો દબદબો, અમરતજી પરમારનો 55 મતથી વિજય, જુઓ Video
બનાસકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદકોના સૌથી મોટા સંગઠન બનાસ ડેરીની ડિરેક્ટર પદ માટેની દાંતા બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ મુજબ, ભારતીય જનતા પાર્ટી (BJP) ના સમર્થનથી ચૂંટણી લડી રહેલા અમરતજી પરમારે વિજય મેળવ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદકોના સૌથી મોટા સંગઠન બનાસ ડેરીની ડિરેક્ટર પદ માટેની દાંતા બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ મુજબ, ભારતીય જનતા પાર્ટી (BJP) ના સમર્થનથી ચૂંટણી લડી રહેલા અમરતજી પરમારે વિજય મેળવ્યો છે. તેમણે પોતાના પ્રતિસ્પર્ધી દિલીપસિંહ બારડ સામે 55 મતથી જીત થઈ છે.
મતગણતરીની પ્રક્રિયા દાંતા કલેક્ટર કચેરી ખાતે શાંતિપૂર્ણ માહોલમાં હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં કુલ 85 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં અમરતજી પરમારને 55 મત મળ્યા, જ્યારે દિલીપસિંહ બારડને 30 મત મળ્યા. આમ, કુલ મતદાનના આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે અમરતજી પરમારે સ્પષ્ટ બહુમતી સાથે આ બેઠક જીતી છે.
બનાસ ડેરીની કુલ 16 ડિરેક્ટર બેઠકો હતી, તેમાંથી 15 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. માત્ર દાંતા બેઠક જ એવી હતી જ્યાં ચૂંટણી યોજાઈ હતી અને બે ઉમેદવારો વચ્ચે સીધો જંગ જોવા મળ્યો હતો. આ પરિણામ ભાજપ માટે એક મહત્વપૂર્ણ વિજય માનવામાં આવે છે, કારણ કે અમરતજી પરમાર ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડી રહ્યા હતા.
અમરતજી પરમાર 55 મતથી વિજેતા
ચૂંટણી પરિણામ બાદ, પરાજિત થયેલા ઉમેદવાર દિલીપસિંહ બારડ પાસેથી પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો. ગઈકાલે તેમણે નિવેદન આપ્યું હતું, પરંતુ આજે તેઓ ચૂપચાપ રવાના થઈ ગયા હતા. બીજી તરફ, અમરતજી પરમારના વિજય બાદ તેમના સમર્થકો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સમર્થકોએ તેમને હર્ષોલ્લાસ સાથે વધાવી લીધા હતા અને વિજયની ઉજવણી કરી હતી.
જુઓ Video
આ વિજય બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ભાજપના પ્રભાવને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે. અમરતજી પરમારનો વિજય દાંતા વિસ્તારના દૂધ ઉત્પાદકો અને બનાસ ડેરીના ભવિષ્ય માટે મહત્વનો ગણાય છે.
ગઈકાલે દાંતા બેઠકની ચૂંટણી માટે 100 ટકા મતદાન થયું હતું. ઉમેદવાર દિલીપસિંહ બારડના સમર્થકોએ આખી રાત કલેકટર કચેરીમાં વિતાવી હતી. જોકે દાંતા બેઠકની જીત શંકર ચૌધરીની પ્રતિષ્ઠાનો સવાલ હતો. જે અમરતજી પરમાર પ્રતિષ્ઠામાં ખરા ઉતર્યા.