એર ઇન્ડિયાનુ વિમાન તૂટી પડે તે પહેલા પાઇલટ્સે એન્જિન ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો : રાજીવ પ્રતાપ રૂડી
પૂર્વ નાગરિક ઉડ્ડયન પ્રધાન, કોમર્શિયલ પાઇલટ અને ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ, અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટનાના પ્રાથમિક તપાસ અહેવાલ સંદર્ભે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, "આ એક પ્રારંભિક અહેવાલ છે. પ્રથમ તબક્કાના અહેવાલમાં, ફ્લાઇટની અંદર શું બન્યું તેના તથ્યો સરકાર બહાર લાવી રહી છે. હકીકત એ છે કે, ફ્લાઇટ ટેકઓફ માટે જરૂરી ગતિથી દોડી હતી, જેને રોટેશન સ્પીડ કહેવામાં આવે છે. તે જમીન પરથી ઉપર ઉઠી હતી. ફ્લાઈટ 180 નોટની ગતિએ ગઈ, જે એક સારી વેગ ધરાવતી ગતિ છે."

ગત 12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાની તૂટી પડેલ ફ્લાઈટ AI-171 અંગે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રારંભિક અહેવાલ જાહેર થયા પછી, કેન્દ્રના ભૂતપૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી અને સ્થાયી સમિતિના સભ્ય રાજીવ પ્રતાપ રૂડી, કહ્યું કે બંને પાઇલટ્સે એન્જિન ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમની પાસે સમય બચ્યો ન હતો. તેમણે એમ પણ કહ્યું કે, ટેકઓફ થયા પછી તરત જ એર ફ્લાઇટના એન્જિન કેમ બંધ થઈ ગયા તે શોધવાની જરૂર છે.
દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા, રૂડીએ સ્વીકાર્યું કે, શનિવારે જાહેર કરાયેલ AAIB ના પ્રારંભિક અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે, ફ્લાઇટ ક્રેશ થઈ ત્યારે ફ્યુઅલ સ્વીચો ‘રન’ સ્થિતિમાં હતા, એટલે કે તેઓ ચાલુ હતા. “જ્યારે ફ્લાઇટ ક્રેશ થઈ ત્યારે પણ, સ્વીચ રન સ્થિતિમાં જ હતા, એટલે કે તે ચાલુ હતા. અકસ્માતના કેટલાક પ્રારંભિક પુરાવા સામે આવ્યા છે જે સૂચવે છે કે પાઇલટ્સે એન્જિન પાવરમાં ઘટાડો થતો જોયો હશે,” તેમ તેમણે કહ્યું હતું.
ફ્લાઇટ સામાન્ય રીતે ઉડાન ભરી: રૂડી
રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યું કે, ફ્લાઇટ ટેકઓફ માટે સંપૂર્ણપણે તૈયાર હતી અને તે સમયે એન્જિનમાં કોઈ સમસ્યા નોંધાઈ ના હતી. “પ્રાથમિક રીતે, ફ્લાઇટ ઉડાન ભરવા યોગ્ય હતી. એન્જિન અથવા અન્ય કોઈપણ ફ્લાઇટ-સંબંધિત પરિમાણોમાં કોઈ સમસ્યા નહોતી. AAIB રિપોર્ટ દર્શાવે છે કે, ફ્લાઇટે સામાન્ય રીતે ઉડાન ભરી હતી.”
વાણિજ્યિક પાઇલટ અને ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ જણાવ્યું હતું કે, ” AAIB રિપોર્ટ એક પ્રારંભિક અહેવાલ છે. પ્રથમ તબક્કાના અહેવાલમાં, સરકાર ફ્લાઇટની અંદર શું બન્યું તેના તથ્યો બહાર લાવી રહી છે. હકીકતો એ છે કે ફ્લાઇટ ટેકઓફ માટે તેની જરૂરી ગતિ સુધી પહોંચી, જેને રોટેશન સ્પીડ કહેવાય છે. તે જમીન પરથી ઉપર ઊંચકી ગઈ. તે 180 નોટની ગતિ સુધી પહોંચી, જે એક સારી પ્રવેગક ગતિ છે.”
#WATCH | Delhi: As Aircraft Accident Investigation Bureau (AAIB) releases its preliminary report on the Air India plane crash, Commercial Pilot & BJP Leader Rajiv Pratap Rudy says, “It’s a preliminary report. In the first stage report, the government is coming out with the facts… pic.twitter.com/cgcDTpNLt7
— ANI (@ANI) July 13, 2025
ક્રેશ પછી બંને સ્વીચો ચાલુ મળી આવ્યા હતા: રૂડી
તેમણે વધુમાં કહ્યું, “કદાચ તે પછી, તકનીકી રીતે, બે કે ત્રણ વસ્તુઓ બની હોઈ શકે છે. પહેલા RAT (RAM એર ટર્બાઇન) નો ઉપયોગ કરવામાં આવ્યો અને પછી બીજું, સહાયક પાવર યુનિટ, APU એ એન્જિનોને ફરીથી શરૂ કર્યા. જ્યારે બંને એન્જિન નિષ્ફળ જાય છે ત્યારે ફ્લાઇટમાં આ આપમેળે થાય છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, આવું બન્યું છે, અને APU ના બંને પ્રારંભિક તબક્કા શરૂ કરવામાં આવ્યા હતા, અને RAT નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેથી તે દર્શાવે છે કે એન્જિન નિષ્ફળ થવાનું શરૂ થયું હતું… જ્યારે ફ્લાઇટ એન્જિન ગુમાવવાનું શરૂ કરે છે, ત્યારે પરિસ્થિતિનું નિરીક્ષણ કરતો પાઇલટ તરત જ ફ્યુઅલ સ્વીચ કંટ્રોલ બંધ અને ચાલુ કરે છે. જ્યારે ક્રેશ પછી, બંને સ્વીચો ચાલુ જોવા મળ્યા હતા.”
જો કે, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રૂડીએ એમ પણ કહ્યું કે, હુ પોતે ભલે એક પાઇલટ છુ, પંરતુ મારી ટિપ્પણીઓને નિષ્ણાત અભિપ્રાય તરીકે ના લેવી જોઈએ. તેમણે કહ્યું, “હું 7 વખત સાંસદ છું અને મારો વ્યવસાય રાજકારણ છે.”