અમદાવાદમાં AMCની જુનિયર ક્લાર્ક પરીક્ષામાં ગેરરીતિ સામે આવતા યુવરાજસિંહે આખી પરીક્ષા રદ કરવાની કરી માગ

|

Nov 24, 2024 | 5:07 PM

અમદાવાદમાં સરખેજ ખાતે આવેલી કુવૈસ પ્રાથમિક શાળામાં આયોજિત AMC જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે. આન્સરશીટ અને OMR શીટના ક્રમાંકમાં વિસંગતતા સામે આવતા વિદ્યાર્થીઓએ સેન્ટર પર હોબાળો મચાવ્યો. 30 મિનિટ પેપર મોડુ મળવાનો પણ આરોપ ઉમેદવારોએ લગાવ્યો છે.

અમદાવાદની કુવૈસ પ્રાથમિક શાળામાં AMC જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યુ છે.  યુવરાજ સિંહે પણ આરોપ લગાવ્યો છે કે AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં સરખેજ ખાતેના સેન્ટરમાં ઓએમઆર શીટના નંબર અને આન્સરશીટના નંબરમાં વિસંગતતા જોવા મળી છે. વિદ્યાર્થીઓને પેપર પણ 30 મિનિટ મોડુ આપવામાં આવ્યુ હતુ. પરીક્ષા પહેલા એકપણ પરીક્ષાર્થી કોઈ જ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યુ ન હતુ.

યુવરાજસિંહના જણાવ્યા મુજબ સરખેજના સેન્ટર ખાતે 9 બ્લોકમાં પરીક્ષા લેવાઈ રહી હતી. જેમા 2 બ્લોકમાં વિદ્યાર્થીઓએ પેપર લખવાનું શરૂ કરી દીધુ હતુ અને 8 નંબરના બ્લોકમાં પેપર આપી દીધુ હોવા છતા લખવાનું શરૂ કરાયુ ન હતુ. પ્રશ્ન ક્રમાંક અને OMR શીટના ક્રમાંક અલગ અલગ હતા. આ અંગે વિદ્યાર્થીઓએ જ્યારે સંચાલકોને રજૂઆત કરી તો વિદ્યાર્થીઓની સાથે અણછાજતુ વર્તન કરવામાં આવ્યુ. તેમને ધમકાવવામાં આવ્યા. કેસ કરવાની ધમકી આપવામાં આવી. પરીક્ષા આપવી હોય તો આપો તેવો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો.

સરખેજ ખાતેના સેન્ટર પર યુવરાજના જણાવ્યા મુજબ 300 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. જેઓ પરીક્ષા આપી શક્યા નથી. અન્ય એક પરીક્ષાર્થી યુવતિનો આરોપ છે કે એક જ બ્લોકમાં પેપર લખવાનું શરૂ થયુ હતુ જ્યારે અન્ય બ્લોકમાં પેપર આપ્યુ જ ન હતુ. આ સમગ્ર છબરડો સામે આવતા યુવરાજસિંહે આરોપ લગાવ્યો કે છે અમ્યુકો.ના રિક્રુટમેન્ટ સેલની બેદરકારીના કારણે આ સમગ્ર બનાવ બન્યો છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

યુવરાજસિંહનું સ્પષ્ટ કહેવુ છે કે OMR ક્રમાંક અને પ્રશ્ન ક્રમાંક અલગ અલગ ત્યારે જ થઈ શકે જ્યારે AMC અને કુવૈસ પ્રાથમિક શાળામાં સંકલનનો અભાવ હોય. યુવરાજસિંહે માગ કરી છે કે AMCની રિક્રુટમેન્ટ સેલની બેદરકારીના પાપે 300 જેટલા ઉમેદવારો પરીક્ષા આપી શક્યા નથી. આથી આ પરીક્ષા રદ કરવામાં આવે અને નવેસરથી આ પરીક્ષા તાત્કાલિક લેવામાં આવે.

આ પરીક્ષા ગુજરાત યુનિવર્સિટી દ્વારા કન્ડક્ટ કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આ પરીક્ષાનું આયોજન થયુ હતુ. જેમા ત્રણ લાખ જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપી રહ્યા હતા. અમદાવાદ અને ગાંધીનગરના અલગ અલગ સેન્ટરમાં જ્યાં પરીક્ષા આયોજિત કરવામાં આવી હતી, જેમા મળતી વિગતો મુજબ અલગ અલગ 4 સેન્ટર પર આ પ્રકારે ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યુ છે.

આ સમગ્ર મામલે યુવરાજસિંહે ઘોર બેદરકારીનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યુ ઉમેદવારોને યોગ્ય ક્રમાંક સાથે સમયસર પેપર મળવા જોઈએ જે મળ્યા નથી. એજ કારણે પરીક્ષા સેન્ટર પર ઉમેદવારોએ હોબાળો કર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ ઉમેદવારો અને યુવરાજસિંહે આજની પરીક્ષા રદ કરી નવેસરથી તાત્કાલિક પરીક્ષા લેવાની માગ કરી છે.

આ તરફ  કુવૈસ પ્રાથમિક શાળામાં આયોજિત પરીક્ષાના પરીક્ષાર્થીઓએ એવો પણ આરોપ લગાવ્યો કે આટલી હદે છબરડો સામે આવ્યો હોવા છતા સંચાલકો દ્વારા તેમને એવુ કહેવામાં આવ્યુ કે એક્ઝામ આપી દો. તમારુ રિઝલ્ટ આવી જશે, જો કે વિદ્યાર્થીઓએ તેમની વાત ન માનતા તેમને ધમકાવવાનો પણ પ્રયાસ થયો હતો.

વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે એકતરફ પેપર ફુટી ગયુ અને બહાર ફરતુ થઈ ગયુ છતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે મનપાના સંચાલકો દ્વારા તેમને કહેવામાં આવ્યુ હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 5:06 pm, Sun, 24 November 24

Next Article