સોશિયલ મીડિયા પર ગમે તે પોસ્ટ કરતા લોકો સાવધાન, યુવકને પોસ્ટ મુકવી પડી ભારે, ત્રણ યુવકોએ અપહરણ કરીને માર માર્યો

|

Jun 06, 2024 | 11:33 AM

સાબરમતી પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ રજત દલાલ, શિવમ મલેક અને કૃણાલ રાણા છે. આ ત્રણેય આરોપીએ ધ્યાન લોઢા નામના યુવકનું અપહરણ કર્યું હતું. જોકે અપહરણ કરવા પાછળનું કારણ સોશિયલ મીડિયા પરની રિલ્સ હતી.

સોશિયલ મીડિયા પર ગમે તે પોસ્ટ કરતા લોકો સાવધાન, યુવકને પોસ્ટ મુકવી પડી ભારે, ત્રણ યુવકોએ અપહરણ કરીને માર માર્યો
crime

Follow us on

સોશિયલ મીડિયા પર ગમે તે પોસ્ટ અને રિલ્સ મુકતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો – યુવકને એક પોસ્ટ મૂકવી ભારે પડી. કેટલાક લોકોએ તેનું યુવકનુ અપહરણ કરી તેને માર માર્યો. આ અંગેની જાણ થતા પોલીસે માર મારનાર યુવકોની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર દ્વારા અપહરણ અને માર મારવાના કિસ્સામાં સાબરમતી પોલીસે ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સાબરમતી પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ રજત દલાલ, શિવમ મલેક અને કૃણાલ રાણા છે. આ ત્રણેય આરોપીએ ધ્યાન લોઢા નામના યુવકનું અપહરણ કર્યું હતું. જોકે અપહરણ કરવા પાછળનું કારણ સોશિયલ મીડિયા પરની રિલ્સ હતી. રિલ્સમાં ધ્યાન લેતા રજત દલાલને ટેગ કરી એક લખાણ લખ્યું હતું. જેથી રજતના લાખ્ખો ફોલોઅર્સ મેસેજ કરી રહ્યાં હતા અને આવુ લાંબો સમય ચાલતા રજત અને તેના બે મિત્રો શિવમ અને કૃણાલે મળી યુવકનું અપહરણ કર્યું અને તેને મરમાર્યો હતો. જે અંગે પોલીસે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે.

અપહરણ અને મારામારીની ફરિયાદ નોંધી પોલીસે ભોગ બનનાર ધ્યાનની પુછપરછ કરતા સામે આવ્યું કે રજત અને તેના બે મિત્રો નંબર પ્લેટ વગરની ગાડી લઈને આવ્યા અને વાત કરવાના બહાને તેનું અપહરણ કરી લઈ ગયાં. જ્યાં તેને માર મારવામાં આવ્યો હતો. જે બાદ ધ્યાનને ચાંદખેડા પાસે એક તબેલામાં લઈ જવામાં આવ્યો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

જ્યાં તેના પર છાણ લગાવી માર માર્યો હતો. જે મારથી તે બેભાન થતાં તેના પર પેશાબ પણ કર્યો હતો. જે પહેલા આરોપીએ ધ્યાનની વધુ એક રિલ્સ બનાવી હતી. જેમાં યુવક માફી માંગતો હતો. જે રિલ્સ બનાવ્યા બાદ યુવકને છોડી મુકવામાં આવ્યો જે બાદ તેને સારવાર માટે હોસ્પિલટ લઈ જતાં તેની માતાએ પોલીસને જાણ કરી અને પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી.

સોશિયલ મીડિયાથી શરુ થયેલી આ તકરારમાં યુવકને માર મારી તેની પાસે ઘર કામ કરાવ્યું અને માર માર્યો હતો. જે અંગે સાબરમતી પોલીસે 3 આરોપીની ધરપકડ કરી યુવક પર ગુજારેલા તેના ત્રાસના વિડીયો પણ કબ્જે કર્યાં છે. ત્યારે પોલીસે આરોપીનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે જાણવા વધુ તપાસ શરુ કરી છે અને નંબર પ્લેટ વિનાની કાર અંગે પણ પોલીસ આગામી સમયમાં વધુ ગુના નોધી શકે છે

Next Article