AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3600 ટન સિમેન્ટ અને 4400 ટન સ્ટીલથી ભરાશે સ્લેબ, અમદાવાદ નજીક આકાર લઈ રહ્યુ છે વિશ્વનું સૌથી મોટુ મંદિર, આ છે વિશેષતાઓ 

અમદાવાદ પાસે બની રહેલા વિશ્વ ઉમિયાધામ મંદિરનું નિર્માણ તેજ ગતિએ ચાલી રહ્યુ છે. મંદિરના 1551 ધર્મ સ્તંભોનુ કામ પૂર્ણ થઈ ચુક્યુ છે અને હવે સ્લેબ ભરવાની તૈયારીઓ ચાલી રહી છે. 4 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન 72 કલાક સુધી સુધી સ્લેબ ભરવાનું કામ ચાલશે. જેમા 24 હજાર મીટર સિમેન્ટનો ઉપયોગ થશે.

3600 ટન સિમેન્ટ અને 4400 ટન સ્ટીલથી ભરાશે સ્લેબ, અમદાવાદ નજીક આકાર લઈ રહ્યુ છે વિશ્વનું સૌથી મોટુ મંદિર, આ છે વિશેષતાઓ 
| Updated on: Aug 25, 2025 | 2:51 PM
Share

અમદાવાદ નજીક જાસપુરમાં 100 વિઘા જમીન પર વિશ્વના સૌથી મોટા મંદિરનું નિર્માણ વિશ્વ ઉમિયાધામ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. હજુ આ મંદિરના 1551 ધર્મસ્તંભોનુ કાર્ય પૂર્ણ થઈ ચુક્યુ છે. અને હવે આ મંદિરનો સ્લેબ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ વિશ્વમાં ધર્મિક ક્ષેત્રે પ્રથમ અને ભારતમાં તમામ શ્રેણીઓમાં સૌથી મોટુ ક્રોક્રીટ ફાઉન્ડેશન છે. મંદિરના આધાર માટે સ્લેબ ભરવાની કામગીરી 4 થી 7 સપ્ટેમ્બર દરમિયાન સતત 72 કલાક સુધી ચાલશે.

ક્રિકેટના મેદાન જેટલુ હશે ફાઉન્ડેશન

આ સ્લેબ કાસ્ટીંગ 450 ફુટ લંબાઈ, 400 ફુટ પહોંળાઈ અને 8 ફુટ ઉંચાઈ સુધી ભરવામાં આવશે. જેમા 24 હજાર મીટર સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે. આ ક્રોંક્રીટ ફાઉન્ડેશન એક ક્રિકેટના મેદાન જેટલુ મોટુ હશે. જેમા 600 થી વધુ શ્રમિકો, કારીગરો, સુપરવાઈઝર અને અન્ય લોકો કામ કરશે. વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના અધ્યક્ષ આર.પી. પટેલે જણાવ્યુ ઉમિયા માતાજીના મંદિર નિર્માણનું કાર્ય ચાલી રહ્યુ છે અને હાલમાં સ્લેબ ભરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

પરિસરમાં શું શું હશે?

સમગ્ર વિશ્વમાં ધાર્મિક ક્ષેત્રે આ પ્રથમ અને ભારતમાં તમામ શ્રેણીઓમાં સૌથી મોટુ ક્રોંક્રીટ ફાઉન્ડેશન હશે, જે ખુદ એક રેકોર્ડ હશે. આ સ્લેબ કાસ્ટીંગ 450 ફુટ લંબાઈ, 400 ફુટ પહોળાઈ અને 8 ફુટ ઉંચાઈ સુધી ભરવામાં આવશે. જેમા 24 હજાર મીટર ક્રોંક્રીટનો ઉપયોગ કરવામાં આવશે. જેને બનાવવા માટે 600 થી વધુ શ્રમિકો, કારીગરો અને સુપરવાઈઝર સહિત અન્ય લોકો કામ કરી રહ્યા છે. મંદિર નિર્માણની સાથોસાથ પરિસરમાં એક કૌશલ વિશ્વવિદ્યાલય, રમતનું મેદાન, છાત્રાલય, પ્રતિયોગી પ્રશિક્ષણ કેન્દ્ર બનાવવામાં આવશે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય સમાજની સમગ્ર વિકાસ ગતિવિધિઓને વધારીને તમામને જોડવાનો છે.

મંદિરની વિશેષતાઓ

  • આ મંદિર 100 વિઘા જમીન પર 1000 કરોડ રૂપિયાના ખર્ચે બનનારો એક સામાજિક પ્રોજેક્ટ છે.
  • મંદિરની ઉંચાઈ 504 ફુટ છે. જેમા 300 ફુટની ઉંચાઈ પર આવેલી વ્યુ ગેલેરી પરથી અમદાવાદનું દૃશ્ય જોઈ શકાશે
  • એક સમયે 10 હજાર લોકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા હશે
  • મંદિરમાં લિફ્ટ અને યાત્રીકોની વ્યવસ્થા પણ હશે
  • આ મંદિરના નિર્માણમાં શિવ-શક્િની મૂર્તિઓ જમીનથી 51 ફુટની ઉંચાઈ પર સ્થાપિત કરવામાં આવશે.
  • મંદિર નિર્માણ કૈલાશ અને સોમનાથને જોડનારી લાઈન પર કરવામાં આવી રહ્યુ છે.
  • મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠામહોત્સવ ડિસેમ્બર 2027માં કરવામાં આવશે.
  • આ મંદિર આસ્થા, ઊર્જા અને એક્તાનું પ્રતિક હશે
  • આ મંદિરની વાસ્તુકલા ભારતીય-જર્મન ડિઝાઈન મિશ્રીત છે.

“મોદીનો ઈન્ટરવ્યુ છાપ્યો તો ઠીક નહીં થાય” અહમદ પટેલે આપી હતી ધમકી, શાહિદ સિદ્દીકીએ વર્ણવ્યો કિસ્સો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">