અમદાવાદમાં આકાર પામશે વિશ્વનું સૌથી ઉંચુ 504 ફૂટ મા ઉમિયાનું મંદિર, સોમવારથી થશે નિર્માણ કાર્યનો શુભારંભ
વિશ્વની અજાયબી સ્વરૂપ વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ 22 નવેમ્બર 2021ને સોમવારના રોજ થવા જઈ રહ્યો છે.
અમદાવાદમાં(Ahmedabad) સોમવાર અને 22 નવેમ્બરથી વિશ્વના સૌથી ઊંચા (World Highest) મા ઉમિયાના મંદિર (Umiya Temple) વિશ્વ ઉમિયા ધામમાં(Vishav Umiya Dham) નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવશે. આ પ્રસંગે 22 શ્રી શતચંડી મહાયજ્ઞ, 31000 દિવડાઓનો દિપોત્સવ અને ભવ્ય શોભાયાત્રા યોજાશે. તેમજ સાંજે 5 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સંતો-મહંતો અને દાત્તાઓની ઉપસ્થિતિમાં કાર્યારંભ સમારોહ યોજવામા આવશે.
રાષ્ટ્રને ગૌરવ અપાવે તેવા વિશ્વના સૌથી ઊંચા ભવ્યાતિ ભવ્ય મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ કરાશે. તેમજ વિશ્વની અજાયબી સ્વરૂપ વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ 22 નવેમ્બર 2021ને સોમવારના રોજ થવા જઈ રહ્યો છે.
આ શ્રી શતચંડી મહાયજ્ઞમાં પાટીદાર સહિત તમામ સમાજના 100થી વધુ યજમાન પરિવારો મહાયજ્ઞનો લાભ લેશે. શાસ્ત્રો અનુસાર 10 નવચંડી યજ્ઞનું ફળ એક શતચંડી મહાયજ્ઞમાં મળે છે. તેમજ તેની સાથે 31000 દિવડાઓનો દિપોત્સવ પણ ઉજવવામાં આવશે.
વિશ્વના સૌથી ઊંચા મંદિરની આકૃતિના આકારમાં 31000 દિવાડાઓ પ્રગટાવી ગુજરાતના સૌથી મોટા દિપોત્સવની ઉજવણી કરાશે. જેમાં 300થી વધુ વિશ્વ ઉમિયાધામની ઉમાસેવિકા બહેનો 31000 દિવાડીઓ પ્રગટાવશે.
જેમાં મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામના નિર્માણ કાર્ય પ્રારંભ પ્રસંગે શોભાયાત્રામાં હાથી,ઘોડા અને ઉંટ સહિત અનેક મા ઉમિયાના ભક્તો જોડાશે. શોભાયાત્રાનો મુખ્ય હેતુ વ્યસનમુક્તિ જનજાગૃતિ અને કોરોના અને વેક્સિનેશન જાગૃતિનો છે.
જ્યારે શ્રી શતચંડી મહાયજ્ઞની સાથે સાથે માં ઉમિયાના ભક્તો માટે શ્રીયંત્ર મહાપૂજનનું આયોજન કરાયું છે. જેમાં શ્રીયંત્રની પુજા કરાશે 10 કિલો વજનનુ ગોલ્ડ પ્લેટેડ શ્રીયંત્ર છે. તેમજ પંચધાતુનુ આ યંત્ર સંપુર્ણ શાસ્ત્રોક્ત વિધિથી સિધ્ધ કરવામા આવ્યુ છે. જેમાં આ શ્રીયંત્રનીસોમવારે વિશેષ પુજા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા અમદાવાદમાં આકાર પામી રહેલા ઉમિયા ધામનું(Umiya Dham)શનિવારે ભૂમિપૂજન કરવામાં આવશે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા અમદાવાદ (Ahmedabad) ખાતે મા ઉમિયાધામનું નિર્માણ થઈ રહ્યું છે. 74 હજાર ચોરસવાર જગ્યામાં રૂપિયા 1500 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ આકાર પામી રહ્યો છે.
અમદાવાદમાં ધર્મસંકુલ, શિક્ષણસંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ, ભોજનાલય, વિશ્રાંતિ ગૃહ જેવા વિવિધ વિભાગોનું ઉમિયાધામ ખાતે નિર્માણ થઇ રહ્યું છે. જેમાં જીપીએસસી, યુપીએસસી જેવી સ્પર્ધાત્મક તૈયારી માટે ઉમિયા કરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલનું નવિન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે.
આ પણ વાંચો : Ahmedabad: અમૂલના 75 વર્ષ, ડૉ. કુરિયનની 100 મી જન્મજયંતિ નિમિત્તે સાયકલ રેલીનું આયોજન
આ પણ વાંચો : Ahmedabad: હવે પોલીસ સ્ટેશનમાં પણ કોર્પોરેટ સુવિધા! સ્વાગત કક્ષથી લઈને ફીડબેક સુધીની થશે ગોઠવણ