અમદાવાદમાં પતિના ત્રાસથી પરિણીતાએ છઠ્ઠા માળેથી ઝંપલાવીને કરી આત્મહત્યા, પોલીસે હાથ ધરી તપાસ

|

Nov 08, 2024 | 9:38 AM

અમદાવાદમાં પતિના ત્રાસથી પરિણીતાએ છઠ્ઠા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. શંકાશીલ પતિ જો યુવતી મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. સારા કપડા પહેરે કે સારી રીતે તૈયાર થાય તો પણ તેની સાથે બોલાચાલી ઝધડો કરીને મારઝુડ કરતો હતો. યુવતીના ભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસએ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં પતિના ત્રાસથી પરિણીતાએ છઠ્ઠા માળેથી ઝંપલાવીને કરી આત્મહત્યા, પોલીસે હાથ ધરી તપાસ
Ahmedabad

Follow us on

અમદાવાદના નારોલ વિસ્તારમાં 4 નવેમ્બરના દિવસે પરિણીતાએ છઠ્ઠા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની હતી. પરિણીતાએ એકાદ વર્ષ પહેલા જગદીશ રાઠોડ નામના યુવક સાથે લગ્ન કર્યા હતાં. જોકે લગ્નના છ મહીના સુધી બંન્ને મનમેળથી રહેતા હતાં, પરંતુ બાદમાં નાની નાની બાબતો બંન્ને વચ્ચે ઝઘડા થતા હતાં.

જો યુવતી મોબાઇલમાં વીડિયો ઉતારે, સારા કપડા પહેરે, સારી રીતે તૈયાર થાય કે પછી મોબાઇલ ફોનનો ઉપયોગ કરે તો પણ તેનો પતિ તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને મારઝુડ કરતો હતો. જેનાથી કંટાળીને યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળ પર પહોચી હતી અને મૃતક યુવતીના ભાઇની ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

જો ઘટનાની અંગે વાત કરીએ તો દિવાળીનો પર્વ હોવાથી યુવતી 2 નવેમ્બરના દિવસે તેના ભાઇના ઘરે રોકાવા માટે આવી હતી. જો કે 4 નવેમ્બરના દિવસે બપોરના સમયે તેનો પતિ ત્યાં આવ્યો હતો અને મે તને અહિંયા આવવાની ના પાડેલ છે તેમ છતાં તું અહિંયા કેમ આવી છે. અને કેમ અહિયા રોકાઇ છે. તેમ કહીને તેની સાથે મારામારી કરી તેને સાસરીમાં પરત લઇ ગયો હતો.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

બાદમાં સાંજના છ વાગ્યાની આસપાસ આરોપીએ યુવતીના ભાઇને ફોન કરીને કહ્યું હતું કે સવાર સુધીમાં છુટાછેડાના કાગળીયા તૈયાર કરી લેજો નહીતર તારી બહેનને આખી રાત મારીશ. જો કે ફરીયાદી ગભરાઇને તેના પત્ની અને બહેન સાથે નારોલ પહોચ્યા હતાં. જ્યાં યુવતીના સાસરિયાઓ પણ હાજર હતાં અને તેમની સાથે વાતચીત દરમિયાન બોલાચાલી થતાં યુવતીનો પતિ તેને મારવા માટે ગયો હતો. જેથી યુવતીએ ગેલેરીમાંથી નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે.

હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રીક્ષા ચલાવે છે. જ્યારે યુવતી પણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. બંન્ને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અવાર નવાર ઝઘડા પણ થતા હતાં.

Next Article