મીટ શોપ માં મરઘીઓના વેચાણ અને કતલને રોકવાની માંગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન મામલે આજે નિર્ણય
કોર્ટના આ નિર્ણય સામે પોલ્ટ્રી ટ્રેડર્સ અને ચિકન શોપના માલિકોએ હાઈકોર્ટ અરજી કરી છે. અરજદારોએ માગ કરી છે કે મરઘીઓની કતલ, કતલખાનામાં જ થવી જોઈએ. જ્યારે પોલ્ટ્રી ટ્રેડર્સ અને ચિકન શોપના માલિક તેનો વિરોધ કરી રહ્યા છે
ગુજરાત હાઈકોર્ટમાં આજે રાજ્યમાં ચાલી રહેલા ગેરકાયદે કતલખાના મુદ્દે ચુકાદો આવે તેવી સંભાવના છે. જાહેર હિતની અરજી પર શુક્રવારે એટલે કે આજે ચુકાદો આવવાનો છે. આ અરજીમાં એવી માંગણી કરવામાં આવી છે કે મરઘીને સ્લૉટર હાઉસમાં જ કતલ કરવા જોઇએ તેમને પોલર્ટી ફાર્મમાં કતલ ના કરવા જોઇએ.
હાલમાં એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન અને અહિંસા મહાસંઘ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અંગે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી બાદ કોર્ટે દુકાનોમાં મરઘીઓના કતલ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કોર્ટનો આ નિર્ણય આવતા જ ગુજરાતના ઘણા મોટા શહેરોમાં સ્થાનિક પ્રશાસને નોન- વેજ દુકાનો બંધ કરાવી દીધી હતી. ત્યારથી નોન- વેજ વેચતા દુકાનદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેમાં સુરતમાં પણ નોન- વેજનો મોટો ધંધો છે, પરંતુ ત્યાંની કોર્પોરેશને મહાનગર પાલિકા વિસ્તારમાં દુકાનો બંધ કરાવી દીધી હતી.
આ પણ વાંચો : Rajkot : હાફ મેરેથોનમાં બંદોબસ્તમાં હતા પોલીસ કર્મચારી, પાર્કિંગમાંથી પોલીસનું જ સરકારી બાઇક ચોરાઇ ગયું
ચિકનને જાનવર કે પક્ષી તરીકે કઈ શ્રેણીમાં રાખવું જોઈએ?
કોર્ટના આ નિર્ણય સામે પોલ્ટ્રી ટ્રેડર્સ અને ચિકન શોપના માલિકોએ હાઈકોર્ટ અરજી કરી છે. અરજદારોએ માગ કરી છે કે મરઘીઓની કતલ, કતલખાનામાં જ થવી જોઈએ. જ્યારે પોલ્ટ્રી ટ્રેડર્સ અને ચિકન શોપના માલિક તેનો વિરોધ કરી રહ્યા છે. તેણે કોર્ટને કહ્યું છે કે આ માગ વ્યવહારુ નથી.
તેમનું કહેવું છે કે કતલખાનાને પ્રાણીઓની કતલ કરવાનો અધિકાર મળ્યો છે. મરઘાઓને પણ તેના દાયરામાં લાવવા જોઈએ. મરઘાંના વેપારીઓ અને ચિકન શોપના માલિકોએ કતલખાનામાં મરઘાં પક્ષીઓનું કટિંગ કરાવવાની દલીલને અવ્યવહારુ ગણાવી છે. તેઓએ કહ્યું છે કે દુકાનો બંધ છે. રોજગારીને અસર થઈ રહી છે. એ લોકો કેવી રીતે આજીવિકા મેળવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…