14 એપ્રિલથી ભાવનગર-બાંદ્રા વચ્ચે “સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન” દોડશે, જાણો કઈ કઈ તારીખે મળશે ટ્રેનની સુવિધા

14 એપ્રિલથી ભાવનગર-બાંદ્રા વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દોડશે, જાણો કઈ કઈ તારીખે મળશે ટ્રેનની સુવિધા
Western Railway will run Weekly Summer Special Train to run between Bhavnagar Bandra from April 14

આ વિશેષ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ સામેલ હશે. આ ટ્રેન તેની મુસાફરી દરમિયાન બંને દિશામાં ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે.

Darshal Raval

| Edited By: kirit bantwa

Mar 30, 2022 | 12:15 PM

જનરલ કોચ માટે અનરિઝર્વ્ડ ટિકિટ (UTS) જારી કરવામાં આવશે

ઉનાળાના વેકેશન દરમિયાન ટ્રેનોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર (Bhavnagar ) ટર્મિનસ (Terminus) અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે ‘સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન’ (Weekly Summer Special Train) દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે કુલ 14 ટ્રીપ સાથે ચાલશે. આ ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતા મુસાફરો (Passengers) ની સુવિધા માટે અનરિઝર્વ્ડ ટિકિટ (UTS ટિકિટ) આપવામાં આવશે. ભાવનગર – બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ  ટ્રેન 14મી એપ્રિલ, 2022 થી 26મી મે, 2022 સુધી દર ગુરુવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. એ જ રીતે, બાંદ્રા – ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 15મી એપ્રિલ, 2022 થી 27મી મે, 2022 સુધી દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસ સ્ટેશનથી સવારે 09.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

આ વિશેષ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ સામેલ હશે. આ ટ્રેન તેની મુસાફરી દરમિયાન બંને દિશામાં ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે.

ઉપરોક્ત વિશેષ ટ્રેન માટે ટિકિટનું બુકિંગ 01 એપ્રિલ, 2022 થી નામિત PRS કાઉન્ટર્સ અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચનાને લગતી વિગતવાર માહિતી માટે મુસાફરો રેલવે ની વેબસાઇટ પર જોઈ શકાશે. પ્રવાસ દરમિયાન મુસાફરોને COVID-19 પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનોની સંરચનામાં ફેરફાર કર્યા છે. મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનમાં પેન્ટ્રીકાર અને અન્ય 03 જોડી ટ્રેનોમાં વધારાનો કોચ કાયમી ધોરણે લાગશે. આ તમામ ટ્રેનોનું સંરચના જૂન 2022માં પણ બદલવામાં આવશે.

આ ટ્રેનોની સંરચનામાં ફેરપાર કરાશે

  1. ટ્રેન નંબર 22994/22993 મહુવા-બાંદ્રા-મહુવા સુપરફાસ્ટ માં મહુવાથી 07 એપ્રિલ, 2022 થી દર ગુરુવારે અને બાંદ્રા ટર્મિનસથી 06 એપ્રિલ, 2022 થી દર બુધવારે એક પેન્ટ્રી કાર કોચ કાયમી ધોરણે લગાડવવામાં આવશે.
  2. ટ્રેન નંબર 22990/22989 મહુવા-બાંદ્રા-મહુવા સુપરફાસ્ટ માં મહુવાથી 09મી એપ્રિલ, 2022થી દર શનિવારે અને બાંદ્રા ટર્મિનસથી 08મી એપ્રિલ, 2022થી દર શુક્રવારે એક પેન્ટ્રીકાર કોચ કાયમી ધોરણે લગાડવવામાં આવશે.
  3. ટ્રેન નંબર 19107/19108 ભાવનગર-ઉધમપુર-ભાવનગર એક્સપ્રેસ માં ભાવનગર ટર્મિનસથી 03 એપ્રિલ, 2022 થી દર રવિવારે અને ઉધમપુરથી 04 એપ્રિલ, 2022 થી દર સોમવારે એક વધારાનો સેકન્ડ એસી કોચ અને એક વધારાનો થર્ડ એસી કોચ કાયમી ધોરણે લગાડવવામાં આવશે.
  4. ટ્રેન નંબર 20956/20955 મહુવા – સુરત – મહુવા એક્સપ્રેસ માં મહુવાથી 03 એપ્રિલ, 2022 થી પ્રતિદિન (ગુરુવાર અને શનિવાર સિવાય) અને સુરતથી 02 એપ્રિલ, 2022 થી પ્રતિદિન (બુધવાર અને શુક્રવાર સિવાય) 02 વધારાના સ્લીપર કોચ અને 02 વધારાના જનરલ કોચ લગાડવવામાં આવશે.

ઉપરોક્ત ટ્રેનોના સંચાલનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન ઉપરાંત સ્પેશિયલ ટ્રેનો સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચોઃ Ahmedabad: ઓઢવમાં પરિવારની હત્યાના કેસમાં ફરાર વિનોદને શોધવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી, સીસીટીવી અને કોલ ડીટેઇલ પરથી તપાસ શરુ

આ પણ વાંચોઃ Mehsana: મનપસંદ બાઈક મેળવવા 90 હજારના સિક્કા લઈને શો રૂમ પહોચ્યો યુવક, સ્ટાફને સિક્કા ગણતા સવારથી બપોર પડી !

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati