Bhavnagar : મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં આક્રોશ

Bhavnagar : મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં આક્રોશ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 9:50 PM

ભાવ નગર માર્કેટમાં ડુંગળીની આવક વધતા ભાવ ઓછો  કરી દેવામાં આવ્યાં છે.ત્યારે એક મણના 200થી પણ ઓછા ભાવ મળી રહ્યાં છે..વેપારીઓને ફાયદો કરાવવા માટે ડુંગળીના ભાવ ઘટાડ્યાં હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યાં છે

ભાવનગરના (Bhavnagar) મહુવા માર્કેટ યાર્ડમાં  ડુંગળીના(Onion)  યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો(Farmers)  રોષે ભરાયા છે. જેમાં રોષે ભરાયેલા ખેડૂતોએ માર્કેટમાં સફેદ ડુંગળીની હરાજી બંધ કરાવી વિરોધ નોંધાવ્યો..ખેડૂતોએ હરાજી બંધ કરાવી માર્કેટના રસ્તા વચ્ચે ચક્કાજામ કરી રોષ ઠાલવ્યો હતો.ખેડૂતોનો આક્ષેપ છે કે પહેલા માર્કેટમાં ડુંગળીની આવક ઓછી હતી ત્યારે એક મણના 270 ભાવ મળતા હતા.પરંતુ હવે માર્કેટમાં ડુંગળીની આવક વધતા ભાવ ઓછો  કરી દેવામાં આવ્યાં છે.ત્યારે એક મણના 200થી પણ ઓછા ભાવ મળી રહ્યાં છે..વેપારીઓને ફાયદો કરાવવા માટે ડુંગળીના ભાવ ઘટાડ્યાં હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યાં છે..સાથે જ જ્યાં સુધી ડુંગળીના યોગ્ય ભાવ નહીં મળે ત્યાં સુધી ખેડૂતોએ હરાજી બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

ભાવનગર જિલ્લો ગુજરાતમાં ડુંગળીનું કુલ 67 ટકા ઉત્પાદન કરે છે

ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લો ગુજરાતમાં ડુંગળીનું કુલ 67 ટકા ઉત્પાદન કરે છે ત્યારે આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થવા પામેલ છે. જો કે આ વર્ષે ખેડૂતો એ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હોવા છતાં વીઘા દીઠ ડુંગળીનો ઉતારા ઓછા આવ્યો છે. આમ છતાં ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને મહુવાના માર્કેટિંગ યાર્ડ માં મબલખ ડુંગળી ની આવક થઈ રહી છે. પરંતુ કરુણતાની વાત એ છે કે ડુંગળીના ભાવ સાવ તળિયે જતા ભાવનગર જિલ્લાનો ડુંગળી પકવતો ખેડૂત સાવ પાયમાલ થઈ જવા પામેલ છે અને સરકારને અપીલ કરી રહ્યો છે કે કમસે કમ ડુંગળી ના પડતર ભાવ મળી રહે તેવુ સરકાર કઈ કરે.

ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર સારું થયુ હતું અને છેલ્લે પાછોતરો ભારે વરસાદ, માવઠું અને ડુંગળી ના પાકમાં રોગ આવ્યો હોવા છતાં ખેડૂતોને ઉતારા ઓછા આવ્યા છે વીઘા એ, પરંતુ સમગ્ર જિલ્લામાં વધારે પડતા વાવેતર  કારણે ખુબજ મોટા પ્રમાણ માં ઉત્પાદન થવા પામેલ છે.

આ પણ વાંચો : કચ્છ : પોલીસની નિષ્ફળતા વચ્ચે હવે મંદિર ચોરોને ઝડપવા ફોટો પ્રસિધ્ધ કરી 51,000 ઇનામની જાહેરાત !

આ પણ વાંચો : JAMNAGAR : કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી કે.બી.બથવારનું રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">