Weather News: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની રહેશે અસર
Ahmedabad: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 26 અને 27 એપ્રિલે કમોસમી વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની અસર રહેશે.

રાજ્યમાં આવતીકાલથી કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની અસર વધારે રહેશે. જેમાં 26 એપ્રિલ અને 27 એપ્રિલે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન રહેશે. અન્ય વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રી રહેશે. વરસાદી માહોલથી ઉકળાટનો સમાનો કરવો પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી કમોસમી વરસાદ રહેશે. કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ગરમીથી રાહત મળશે. તેમજ વાદળ છાયુ વાતાવરણ રહેશે. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ અમદાવાદમાં ભેજવાળુ વાતાવરણ 29 % રહેશે. જો વાત અમરેલી જીલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 29% રહેશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…