Weather breaking : ભર ઉનાળે અમદાવાદમાં પડશે ગાજવીજ સાથે વરસાદ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી
weather news : હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડશે. 26 એપ્રિલે અમદાવાદમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આકરી ગરમી વચ્ચે પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં આવતીકાલથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડશે. 26 એપ્રિલે અમદાવાદમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં 26 એપ્રિલે વરસાદ પડવાની આગાહી
રાજ્યમાં આગઝરતી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળામાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં દિવસ દરમિયાન આકરી ગરમીથી રાહત મળી શકે છે. ગુજરાતમાં બે દિવસ તાપમાનનો પારો ગગડવાની આગાહી કરવામાં આવી છે. જે પછી 26 એપ્રિલે ધોધમાર વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 એપ્રિલે અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ વરસાદની શક્યતા વચ્ચે અમદાવાદમાં બે દિવસ યલો એલર્ટ પણ આપવામાં આવ્યુ છે.
અમદાવાદમાં તાપમાનમાં થશે ઘટાડો
આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેવાની અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી નોંધાવાની શક્યતા છે. તેમજ અમદાવાદમાં ભેજવાળુ વાતાવરણ 24% રહેશે. જો વાત અમરેલી જીલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 29% રહેશે.
ડાંગ જીલ્લામાં મહત્તમ તાપમાન 38 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 36 રહેશે તો ન્યૂનતમ તાપમાન 26 રહેશે. જામનગર જીલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે અને 44% ભેજવાળુ વાતાવરણ રહેશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…