Gujarati Video : ગીર ગઢડાના ગીર નજીકના ગામોમાં ભારે પવન સાથે વરસાદ, ઝાંખીયા, થોરડી, બાબરીયા સહિતના ગામોમાં વરસાદ

ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ગીર ગઢડાના ગીર નજીકના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 5:43 PM

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાના ગીર નજીકના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં ઝાંખીયા, થોરડી, બાબરીયા સહિતના ગીરના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ગીરના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોને વ્યાપક નુકસાનની શક્યતા સેવાઇ રહી છે. કેસર કેરી, કઠોળ સહિતના પાકોને નુકસાન પહોંચ્યુ છે.

આ પણ વાંચો- અમદાવાદમાં સાયન્સ સિટી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, સુકન મોલમાં વેપારીને માર માર્યો, જુઓ Video

કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આકરી ગરમી વચ્ચે પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં આવતીકાલથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડશે. 26 એપ્રિલે અમદાવાદમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 એપ્રિલે અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ વરસાદની શક્યતા વચ્ચે અમદાવાદમાં બે દિવસ યલો એલર્ટ પણ આપવામાં આવ્યુ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">